Book Title: Dharmabhyudaya Mahakavyam
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ શ્રીરોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના શ્રતોપાસિકા સાધ્વી શ્રીચંદનબાલાશ્રીને પ્રેરણા કરી અને પૂજ્ય પંન્યાસજીમહારાજની શુભપ્રેરણાને ઝીલીને સાધ્વી શ્રીચંદનબાલાશ્રીએ આ ધર્માલ્યુદયમહાકાવ્યનું નવીન સંસ્કરણ સંપાદિત કરેલ છે અને અમારી સંસ્થાને આ ગ્રંથ પ્રકાશિત કરવાનો લાભ મળ્યો છે તે અમારા માટે અતિ આનંદનો વિષય બનેલ છે. પ્રસ્તુત “ધર્માભ્યદયમહાકાવ્ય' ગ્રંથને પ્રકાશિત કરવા માટે પરમપૂજય આચાર્યભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસુરીશ્વરજીમહારાજના સામ્રાજ્યવર્તી પરમપુજ્ય હાલારદેશે સદ્ધર્મરક્ષક. આચાર્યભગવંત શ્રીમદ્વિજય કુંદકંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન વર્તમાન તપોનિધિ, પરમપૂજય ગણિવર્ય શ્રીનયભદ્રવિજયજીમહારાજે શ્રી નવાડીસા શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈનસંઘ અન્તર્ગત હાઈવે શ્રાવિકા ઉપાશ્રયમાં આરાધના કરતાં બહેનોને પ્રેરણા કરતાં આ ગ્રંથના પ્રકાશન કાર્ય માટે જ્ઞાનદ્રવ્યમાંથી સંપૂર્ણ લાભ લેવામાં આવ્યો છે, તે બદલ અમે પૂજ્ય ગણિવર્યશ્રીનો તથા નવાડીસા હાઈવે શ્રાવિકાસંઘની બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે આ ગ્રંથપ્રકાશનના સોનેરી અવસરે ગ્રંથકાર પૂજય આચાર્યભગવંતશ્રીનો, પ્રથમવૃત્તિ પ્રકાશિત કરનાર શ્રીસિંઘી જૈનશાસ્ત્ર શિક્ષાપીઠનો, પ્રથમાવૃત્તિના સંપાદકશ્રીનો તથા શ્રીકોબાકૈલાસસાગરજ્ઞાનભંડારમાંથી અમને આ ગ્રંથની મુદ્રિત પ્રથમવૃત્તિ પ્રાપ્ત થઈ તેઓશ્રીનો તથા નવીનસંસ્કરણના સંપાદિકા સાધ્વીશ્રીનો કૃતજ્ઞભાવે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અક્ષરમુદ્રાંકન કાર્ય માટે વિરતિ ગ્રાફિક્સવાળા અખિલેશ મિશ્રાએ સુંદર કાર્ય કરી આપેલ છે અને પ્રીન્ટીંગના કામ માટે તેજસ પ્રીન્ટર્સવાળા તેજસભાઈએ ખંતપૂર્વક સુંદર કાર્ય કરી આપેલ છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રાંતે આવા ઉત્તમ ઉપદેશાત્મકગ્રંથના વાંચન મનન અને નિદિધ્યાસન દ્વારા આત્માને જાગૃત કરીને પરમપદને પામનારા બનીએ !! - ભદ્રંકર પ્રકાશન

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 515