Book Title: Dharmabhyudaya Mahakavyam
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ !! આ મહાકાવ્ય તેના નામ અનુસાર સંઘાપતિઓનાં કર્તવ્યને લગતાં ચરિત્રો રજૂ કરે છે, તેથી સમાજ-સંઘના માનસ ઉપર ધર્માલ્યુદયની છાપ પડે છે. તેની બીજી વિશેષતા તેમાંથી વસ્તુપાલચરિત્રની સહેજ ઝાંખી થવા ઉપરાંત સંઘપતિ વસ્તુ પાળે કરેલ શત્રુંજયતીર્થની મહાયાત્રાનું વ્યવસ્થિત વર્ણન છે. ધર્માલ્યુદયમહાકાવ્ય ગ્રંથની રચના સંસ્કૃત ભાષામાં થયેલ છે. આ કાવ્યમાં કુલ પંદર સર્ગ અને પ૨૦૦ શ્લોકો છે. આ ગ્રંથની રચના મહાકાવ્યની પદ્ધતિએ કરવામાં આવેલ છે આ મહાકાવ્યનો પહેલો અને પંદરમો સર્ચ ઇતિહાસલક્ષી છે તેમાં વસ્તુપાળના વંશનું વર્ણન, વસ્તુપાળના કુલગુરુઓનો પરિચય, વસ્તુપાળે કરેલ સંઘયાત્રાનું વર્ણન, વસ્તુપાળના ગુરુ પ.પૂ.વિજયસેનસૂરિ મહારાજ નાગેન્દ્રગચ્છમાં થયેલ, તે પૂર્વાચાર્યોની રસિક હકીક્તનું વર્ણન કરવામાં આવેલ છે. બાકીના તેર સર્ગોમાં પુણ્યપવિત્ર મહાપુરુષોનાં પૌરાણિક વર્ણનો છે. વસ્તુપાળ માટે કવિ સોમેશ્વર, આબુપ્રશસ્તિમાં લખે છે કે : "अन्वयेन विनयेन विद्यया विक्रमेण सुकृतक्रमेण च । क्वापि कोऽपि न पुमानुमैति मे वस्तुपालसदृशो दृशोः पथि ॥ -सोमेश्वरकृत आबुप्रशस्ति सं० १२८७ વંશ, વિનય, વિદ્યા, વિક્રમ અને સુકૃત – એ ક્રમમાં વસ્તુપાલ સમાન અન્ય કોઈ પુરુષ ક્યાંય પણ મારી દષ્ટિએ આવતો નથી.” મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ આ બે વણિ– બંધુઓ પોતાના સગુણો અને સુકૃત્યોથી જે કીર્તિ મેળવી ગયા, તેવી કીર્તિ મેળવનારા પુરુષો ભારતના ઐતિહાસિક મધ્યકાળમાં ઘણાં થોડા થયા છે. વસ્તુપાળને “જિનવર' સિવાય અન્ય દેવ હતા નહીં. પ.પૂ.આચાર્ય “હરિભદ્રસૂરિ'મહારાજ સિવાય અન્ય સત્ય ગુરુ હતા નહીં. ‘સિદ્ધરાજ' સિવાય અન્ય કોઈ તેનો માલિક હતો નહીં. આ ત્રણ નિયમ તેણે બરાબર હૃદયમાં ધારી પોતાની કીર્તિ વધારી હતી. દુર્ભત્રીથી થયેલ દાવાનલથી વિહ્વળ પૃથ્વીમાં તે ગુર્જરધરાધીશ સિદ્ધરાજની સભાના વિશ્વાસભાજન થયેલાની કીર્તિ ચંદન સમાન પ્રસરી હતી. આ વાત વસ્તુપાળ પોતે જ પોતાના નરનારાયણાનંદ કાવ્યના સોળમા સર્ગમાં ૧૪-૧૫ શ્લોકમાં કહે છે :

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 515