Book Title: Dharmabhyudaya Mahakavyam Author(s): Chandanbalashreeji Publisher: Bhadrankar Prakashan View full book textPage 7
________________ પ્રકાશકીય ધર્માલ્યુદય’નામની આ કૃતિનું બીજું નામ સંઘપતિચરિત્ર છે. આ કૃતિમાં ૧૫ સર્ગ છે અને આ કૃતિનું પરિમાણ પ૨૦૦ શ્લોકપ્રમાણ છે. આ કથાકાવ્યમાં મહામાત્ય વસ્તુપાલે કાઢેલી સંઘયાત્રાને નિમિત્ત બનાવી ધર્મના અભ્યદયને દર્શાવનારી અનેક ધાર્મિકકથાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ “ધર્માભ્યદયમહાકાવ્ય'નું સંપાદન-પ્રકાશન કાર્ય વિદ્વરેણ્ય, મુનિમતતિલક શ્રીપુણ્યવિજયજી મહારાજ તથા એમના શિષ્યવત્સલગુરુવર્ય શ્રી ચતુરવિજયજીમહારાજે પ્રારંભ્ય હતું અને ભાવનગરની શ્રીજૈનઆત્માનંદસભા દ્વારા પ્રકાશિત જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલાના એક મણકા તરીકે એને પ્રકટ કરવાની યોજના વિચારી હતી, પરંતુ પાછળથી આ ગ્રંથને તેમણે સિંધી જૈન ગ્રંથમાલાને સમર્પિત કરવાનો નિર્ણય કરેલ હતો. દૈવના દુર્વિલાસથી ગ્રંથનું મુદ્રણ કાર્ય સંપૂર્ણ થયા પહેલાં જ પૂજ્યપાદ ચતુરવિજયજીમહારાજનો સ્વર્ગવાસ થઈ ગયો ત્યારપછી પોતાના પરમગુરુના વિરહથી વ્યાકુળ થયેલા ચિત્તને કાળક્રમે પ્રાપ્ત થયેલી થોડીક સ્વસ્થતા પછી મુનિવર શ્રીપુણ્યવિજયજીમહારાજે આનું કાર્ય આગળ ચલાવ્યું અને યથાવકાશ પૂર્ણ કર્યું. આ રીતે અહર્નિશ એ જ્ઞાનોપાસક અનન્ય ગુરુ-શિષ્યની સુપ્રસાદીરૂપે આ ગ્રંથમણિ સિંઘી જૈનગ્રંથમાલાના ચોથા ક્રમાંકરૂપે સિંઘી જૈનશાસ્ત્ર શિક્ષાપીઠ – ભારતીય વિદ્યાભવનમુંબઈથી વિ.સં. ૨૦૦૫, ઈ.સ. ૧૯૪૯માં પ્રકાશિત થયેલ. આ ગ્રંથની પ્રથમવૃત્તિ જીર્ણ થવા આવેલ હોવાથી અને અપ્રાપ્ય હોવાથી અમારા પરમોપકારી પરમપૂજય આચાર્યભગવંત શ્રીમદ્વિજય રામચંદ્ર-ભટૂંકર-કુંદકુંદસૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજી મહારાજે આ ધર્માલ્યુદયમહાકાવ્યનું નવીનસંસ્કરણ તૈયાર કરવા માટે પરમપૂજ્ય, વ્યાખ્યાનવાચસ્પતિ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજયવર્તી તથા પરમપૂજય, સમતામૂર્તિ પ્રવર્તિની સાધ્વીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 515