________________
(૫) જ્યારે કોઈ સ્થળે દે, લા. સંસ્કરણમાં પાઠ છૂટી ગયો હોય અને અમે હસ્તલિખિત પ્રત
કે પ્રતોના આધારે ઉમેર્યો છે, ત્યારે ઉમેરેલા પાઠની આગળ પાછળ ** ચિહ્ન મૂકીને
ટિપ્પણમાં નિર્દેશ કર્યો છે. [જુઓ પત્ર ૧૮ ટિ. ૨]. (૬) પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારે સ્થળે સ્થળે વિપુલ પ્રમાણમાં ઉદ્ધરણો-ક્યારેક ગ્રંથના નામોલ્લેખ
સાથે અને ક્યારેક ગ્રંથના નામોલ્લેખ વિના આપ્યા છે. આવા તમામ ઉદ્ધરણો પ્રસ્તુત સંસ્કરણમાં ભિન્ન ટાઈપમાં મુદ્રિત કરવામાં આવ્યા છે અને જેટલા ઉદ્ધરણોના સ્થળ મળી
શક્યા છે તે તમામની પાછળ ગ્રંથ અને સ્થળ ચોરસ કૌંસમાં [બ્રેકેટમાં] આપ્યા છે. (૭) પૂજયપાદ આચાર્યદેવ શ્રીમવિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજાએ સંપૂર્ણ સટીક
ધર્મસંગ્રહનું સુંદર ભાષાંતર કર્યું છે. જે બે ભાગમાં શ્રી સુબાજી રવચંદ જૈનવિદ્યાશાળા તરફથી બે ભાગમાં બહાર પડ્યું છે. એની ઘણી આવૃત્તિઓ પણ થઈ છે. આ સંસ્કરણમાં મોટા ભાગના ઉદ્ધરણો અને તેના સ્થાન વગેરે આપવામાં આવ્યા છે.
પૂજય મુનિરાજ શ્રી જખ્ખવિજયજી મ.સા.એ સટીક યોગશાસ્ત્રનું અનેક પાઠભેદો તુલનાત્મક ટિપ્પણો આપવાપૂર્વક સંપાદન કર્યું છે. આ ગ્રંથો અને આ ઉપરાંત પણ કોડીબંધ ગ્રંથોનો (લગભગ ૫૦-૬૦ જેટલા) અમે આ સંસ્કરણના સંપાદનમાં ઉપયોગ કર્યો છે. તે બધાના સંપાદક-પ્રકાશક વગેરેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ગ્રંથકાર
ગ્રંથકારશ્રીએ પોતાની ગુરુપરંપરા ગ્રંથને અંતે પ્રશસ્તિમાં આ રીતે આપી છે. આચાર્ય વિજયહીરસૂરિજી, આચાર્ય વિજયસેનસૂરિજી, આચાર્ય વિજયતિલકસૂરિજી, આચાર્ય વિજયઆનન્દસૂરીજી, શાન્તિવિજયજી, માનવિજયજી. (જુઓ : પ્રશસ્તિ, શ્લોક : ૧થી ૩ ૭થી)
ગ્રંથકારના સમનામી અન્ય ઘણા ગ્રંથકારો થયા છે. તપાગચ્છમાં પાંચ અને ખરતગચ્છમાં બે માનવિજયજી થયાનો ઉલ્લેખ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” (પૃ. ૮૬૨)માં છે.
જૈનગૂર્જરસાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી' (પૃ. ૧૧૩)માં શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ લખે છે
““મહોપાધ્યાય શ્રી માનવિજયજી (ધર્મસંગ્રહના રચયિતા)નો જન્મ તથા સ્વર્ગારોહણની તિથિ મળતી નથી.” તેઓ મહાવિદ્વાન હતા. અમદાવાદના પ્રસિદ્ધ આગેવાન શેઠ શાન્તિદાસ (ઝવેરી શાન્તિદાસથી ભિન્ન)ની પ્રાર્થનાથી સં. ૧૭૩૧માં તેઓશ્રીએ “ધર્મસંગ્રહ' નામનો એક અભુત ગ્રંથ બનાવ્યો. જે ગ્રંથને મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીની પાસે તેઓને શ્રુતકેવલી માનીને શોધાવ્યો હતો.
“તેઓશ્રીની ગુજરાતી ભાષામાં બનાવેલી ચોવીસીની રચના ઘણી સુંદર છે.
D1-t.pm5 3rd proof