________________
२५ ઐતિહ્ય પ્રમાણ પણ સત્તરમા સૈકાના ઉત્તરાર્ધથી માંડી અઢારમા સૈકાના પૂર્વાર્ધ સુધીમાં હોવાનું નિઃશંક પ્રતીત થાય છે. તેઓશ્રીની વ્યાખ્યાન છટા ખૂબ રસભરપૂર હતી. મહાનું જ્યોતિર્ધર ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી ગણિવર પણ તેઓનાં વ્યાખ્યાનો પ્રત્યે આકર્ષાયાં હોવાનું કેટલીક કિંવદંતીઓ આપણને કહી જાય છે. ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજની દીક્ષા વિ.સં. ૧૬૮૮ અને સ્વર્ગવાસ વિ.સં. ૧૭૪૩ના છે. તેઓશ્રીએ પ્રસ્તુત ગ્રંથનું સંશોધનાદિ કાર્ય પણ કરેલું છે. મતલબ કે-આ બંને મહાત્માઓ સમકાલીન હતા એટલું જ નહિ પણ ઉપાધ્યાયજી શ્રીવિનયવિજયજીગણી તથા ઉપાધ્યાય શ્રીમેઘવિજયજીગણી આદિ મહાપુરુષો પણ તેઓશ્રીના સમકાલીન હતા. ગ્રંથના સંશોધકો
આ ગ્રંથમાં સ્થળે સ્થળે પૂ.વાચકવર શ્રીયશોવિજયજીમહારાજે કરેલાં ઉપયોગી ટીપ્પણો જે [ ] આવા બેક્રેટમાં લીધેલાં છે. તે ઉપરથી સમજી શકાશે કે આ ગ્રંથમાં તેઓશ્રીનો કેટલો બધા કિંમતી ફાળો છે. ખુદ ગ્રંથકાર મહાત્મા પ્રશસ્તિના ૧૧-૧૨માં શ્લોકોમાં આ હકીકતની ખૂબ કૃતજ્ઞતાપૂર્વક નોંધ લેતાં જણાવે છે કે “જેમણે તર્ક, પ્રમાણ અને નયપ્રમુખ ગહન વિચારોનો પણ સમર્થ વિવેચનો કરીને શ્રીશ્રુતકેવલી આદિ પૂર્વ મુનિમહારાજોને યાદ કરાવ્યા છે, તે વાચકરાજ શ્રીયશોવિજયજી મહારાજે મારા ઉપર ઉપકાર કરી આ ગ્રંથનું પરિશોધન આદિ કરેલું છે.(૧૧)” ““આ ગ્રંથમાં અતિ દુર્ગમ એવી પણ સાધુ અને શ્રાવક આદિને લગતી વિવિધ પ્રકારની સામાચારીઓનું આલેખન કરવામાં બાળકના જેવી મંદગતિવાળો પણ હું જે ગતિમાન-શક્તિમાન થઈ શક્યો છું, તે તેમના હસ્તાવલંબન-ટેકાને જે આભારી છે. (૧૨)” આ ઉપરાંત વાચક શ્રીલાવણ્યવિજયજીમહારાજે પણ આ ગ્રંથનું સંશોધન કર્યું છે. તેનો ઉલ્લેખ પ્રશસ્તિના ૧૩મમા શ્લોકમાં ગ્રંથકારશ્રીએ કર્યો છે. ગ્રંથનિર્માણ શાથી થયું?
આપણે જોયું કે-પ્રૌઢ સાહિત્યસ્વામીઓ સાહિત્યના રસથાળ જેમ સ્વયં ફુરણાથી જનતાના ઉપકાર અર્થે પીરસે છે, તેમ ક્યારેક સ્વશિષ્યાદિની વિનંતિ વગેરે પ્રેરણા પામીને પણ તેઓ ગ્રંથ નિર્માણ કરે છે. પ્રસ્તુત ગ્રંથનિર્માણ પણ ગ્રંથકારમહર્ષિ જેઓશ્રીની પ્રાર્થનાથી પ્રયત્નશીલ બન્યા, તેઓ હતા અમદાવાદનગરના હાજાપટેલની પોળમાં રહેતા
૫. તપ્રમાણનયમુટ્યવિવેવનેન પ્રોધિતામિમુનિશ્રતતત્વ: |
चक्रुर्यशोविजयवाचकराजिमुख्या, ग्रन्थेऽत्रमय्युपकृति परिशोधनाद्यैः ॥११।। ६. बाल इव मन्दगतिरपि सामाचारीविचारदुर्गम्ये ।
अत्राभूवं गतिमांस्तेषां हस्तावलम्बन ॥१२॥ [सिद्धान्तव्याकरणच्छन्दःकाव्यादिशास्त्रनिष्णातैः । નાવવનયવાવશ: સમશfધ શાસ્ત્રમ્ II?All]
D1-t.pm5 3rd proof