________________
જોતાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ આ ગ્રંથમાં એ જ મહાપુરુષોની શૈલી અપનાવેલી જણાય છે. તેઓશ્રીનો ભાષા ઉપરનો કાબૂ ખરેખર દીલચસ્પ છે. ગૂર્જર કવિ તરીકે ગ્રંથકારશ્રીની અન્ય કૃતિઓ
અઢારમી શતાબ્દીના ગુર્જર કવિ તરીકેની પ્રસિદ્ધિ પણ આપણા ગ્રંથકાર મહાત્માની ઉચ્ચ કક્ષાની છે. “જૈનગુર્જર કવિઓ-ભાગ-૨માં “નયવિચાર” એટલે “સાત નયનો રાસ” કે જેનું ગ્રંથ પ્રાણ ૨૪૦ છે, તે તેમણે વિ.સં. ૧૭૨૮ આસપાસ બનાવ્યું લખે છે. સુમતિ કુમતિ જિનપ્રતિમાસ્તવન પણ એ જ અરસામાં તેમણે રચેલું છે. તેમની “ભગવતી રાસ યાને સઝાય સંગ્રહપોથીવિ. સં. ૧૭૪૩માં લખાયેલી છે. તેઓશ્રીની ચોવીશી અને આઠમદની સઝાય વગેરે કૃતિઓ તો, આજે પણ ગાનાર અને સાંભળનાર સૌનાં દિલ હરી લે તેવી રસિક અને ભક્તિ આદિ ભાવોથી પરિપૂર્ણ છે. સમાન નામધારી અન્ય કવિઓ
ગ્રંથકારશ્રીના સમકાલે જ બીજા પણ “માનવિજયજી” નામના ત્રણ કવિઓ વિદ્યમાન હતા. તેમાંના બે તો તપાગચ્છીય જ હતા અને એક ખરતરગચ્છીય હતા. આ ઉપરાંત એક માનમુનિ નામના પણ સાધુ હતા. (જુઓ જૈન ગૂર્જર કવિઓ ભાગ.૨) તેમણે અનુક્રમે શ્રી શ્રીપાલરાસ, વિક્રમાદિત્યરાસ, પાંડવચરિત્રરાસ આદિની રચનાઓ કર્યાનું જણાય છે. પૂર્વપ્રકાશન અંગે
આ ગ્રંથનું પ્રકાશન સૌ પ્રથમ જૈનધર્મવિદ્યાપ્રસારકવર્ગ નામની સંસ્થા દ્વારા વિ.સં. ૧૯૬૦માં થયેલ. તે પ્રકાશનમાં પ્રસ્તુગ્રંથની ૨૯ ગાથાઓ ટીકા અને તેનું ભાષાંતર પ્રકાશિત થયેલ. ત્યારપછી આ મૂલગ્રંથનું સ્વોપજ્ઞવૃત્તિ સહિત પ્રકાશન સુરતના શેઠ દેવચંદ લાલભાઈ જૈનપુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી પ્રતાકારે બે વિભાગોમાં કરવામાં આવેલું છે. તેમાંનો પહેલો વિભાગ વિ.સં. ૧૯૭૧માં ગ્રંથાંક-ર૬ તરીકે પ્રસિદ્ધ થયો છે અને બીજો વિભાગ વિ.સં. ૧૯૭૪માં ગ્રંથાંક-૪૫ તરીકે પ્રસિદ્ધ થયો છે. તેનું સંશોધન તે સમયના પંન્યાસ શ્રીઆનંદસાગરજીમહારાજસાહેબ, કે જેઓ પછીથી આચાર્ય શ્રીસાગરાનંદસૂરિમહારાજસાહેબ થયા હતા તેઓએ કરેલું છે. તે સંપાદનમાં તેઓના તરફથી પ્રસ્તાવના સંસ્કૃતમાં આપવામાં આવેલ છે તે પ્રસ્તુત નવીનસંસ્કરણમાં આપેલ છે. ત્યારપછી અનેક પ્રાચીન હસ્તલિખિત પ્રતો અને બીજા અનેક ગ્રંથોના આધારે પ્રસ્તુત ધર્મસંગ્રહ ગ્રંથનું પુનઃ સંશોધન સંપાદન કાર્ય પરમપૂજ્ય વિદ્વાન મુનિરાજ શ્રીમુનિચંદ્રવિજયજીમહારાજસાહેબ કે જેઓ પછીથી શ્રીમુનિચંદ્રસૂરિમહારાજસાહેબ થયા તેઓએ પ્રતાકારે ત્રણ વિભાગમાં કરેલ છે. તેમાંનો પહેલો અને બીજો ભાગ વિ.સં. ૨૦૪૦માં અને ત્રીજો ભાગ વિ.સં ૨૦૪૩માં શ્રીજિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલ છે. પ્રસ્તુત ગ્રંથનું ભાષાંતર પણ પ.પૂ. વિદ્વાન મુનિરાજશ્રીભદ્રંકરવિજયજી મહારાજસાહેબ કે જેઓ પછીથી પરમપૂજ્ય
D1-t.pm5 3rd proof