________________
२९
૯૪૨૩નું લખેલું છે. આથી સમજી શકાશે કે–ગૃહસ્થધર્મને આશ્રીને ઉત્તરવિભાગ કરતાં મૂલ ગાથાનું પ્રમાણ ઓછું રાખવા છતાં, ટીકાગ્રંથનું પ્રમાણ ગ્રંથકારશ્રીએ દ્વિગુણથી પણ અધિક એવું ખાસું વિસ્તૃત બનાવેલું છે. વિષયનિરૂપણ
આ ગ્રંથનું વિષયનિરૂપણ સ્વરૂપોદર્શક છે, તે પોતાની સાથે વાચકોને ઘણી ઘણી બાબતોની માહિતી અને ઉપદેશ આપતું જાય છે. તે ક્યાંય પણ અલ્પોક્તિ કે અધિકોક્તિ કરતું નથી. તેનું ધ્યેય આગમ, પંચાંગી અને તદનુસારી પૂર્વાચાર્યોની શાસ્ત્રવાણીથી સિદ્ધ થતી સુવિશુદ્ધ સામાચારી કિંવા પરંપરામાર્ગનું પ્રતિપાદન કરવાનું છે. કપડું સીવનારા એક કારીગર દરજીને જેમ કપડું કાપ્યા વિના સીવી શકાતું નથી, તેમ ગ્રંથકારશ્રી આ ગ્રંથમાં ક્યાંક શંકા-સમાધાન કરતાં તો ક્યાંક ચર્ચા કરતાં, કયાંક સત્યપક્ષનું સ્થાપન કરતાં તો ક્યાંક પરવાદીઓની અપ્રામાણિક માન્યતાઓનું ખંડન કરતાં સારી રીતિએ જોવાય છે. આ પ્રમાણે યાવત્ પરમ આપ્તપુરુષોની વચનમર્યાદામાં રહેલું તેઓશ્રીનું વિષયનિરૂપણ અસ્મલિત પ્રવાહસ્વરૂપે વહેતું રહી પોતાના ધ્યેયસાગરમાં વિલીન થઈ જાય છે. ગ્રંથકારશ્રીનો બોધ
આ ગ્રંથનું અવલોકન કરતાં એ સહજમાં માલુમ પડી જાય છે કે–ગ્રંથકારશ્રીનો બોધ ઘણો વિશાળ હતો. વ્યાકરણ, તર્ક, સાહિત્ય, પ્રકરણ આદિ દરેક વિષયના તલસ્પર્શી બોધ ઉપરાંત તેમના ઊંડા દાર્શનિક જ્ઞાનનો આ ગ્રંથમાં ધોધ વહી રહ્યો છે, એમ કહીએ તો તે જરાય ખોટું નથી. ગ્રંથકારમહારાજે, એકલે હાથે આ એક જ ગ્રંથમાં શ્રીઆચારાંગ આદિ અંગસૂત્રો, ઉવવાઈ, રાયપરોણી આદિ ઉપાંગસૂત્રો, નિશીથ, બૃહત્કલ્પાદિ છેદસૂત્રો, પયજ્ઞાસૂત્રો, આવશ્યકાદિમૂલસૂત્રો, તથા નંદાદિસૂત્રો ઉપરાંત શ્રીધર્મબિંદુ, ષોડશક, અષ્ટકપ્રકરણ, યોગદષ્ટિસમુચ્ચય, યોગબિંદુ, પંચાલકજી, ઉપદેશપદ, લલિતવિસ્તરા, પંચવસ્તુ, યોગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર, ધર્મરત્નપ્રકરણ, શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધદિનકૃત્ય, હિતોપદેશમાલા આદિ પૂર્વાચાર્યોના અનેક મનનીય ગ્રંથોનો અને નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, અવચૂરિ આદિ મોટા ભાગના શાસ્ત્રસમુદ્રનો નિષ્કર્ષ આપેલો છે. ગ્રંથશૈલિ–
પરમપૂજ્ય પૂર્વધર શ્રીઉમાસ્વાતિ મહારાજે “શ્રાવકધર્મવિધિપ્રકરણ લખેલું છે. એ સિવાય સાધુધર્મ ઉપર પણ જુદાં જુદાં અનેક પ્રકરણો લખાયેલાં છે, પરંતુ ગૃહસ્થધર્મ અને સાધુધર્મઉભયનું એક કડીબદ્ધ અથથી ઇતિ સુધી નિરૂપણ કરવાની પહેલ જો આપણે ભૂલતા ન હોઈએ તો પ્રાચીન યાકિનીમહત્તરાસન પૂ. આચાર્યશ્રીહરિભદ્રસૂરિજીમહારાજના “ધર્મબિંદુ' ગ્રંથમાં દષ્ટિગોચર થાય છે. તે પછી શ્રી શાંતિસૂરિજી મહારાજનું “ધર્મરત્નપ્રકરણ” અને પૂ.કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રસૂરિજીમહારાજનું “યોગશાસ્ત્ર' આવે છે. સામાન્યતઃ
D1-t.pm5 3rd proof