________________
२६
વીશ શ્રીમાળી જ્ઞાતિના શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ સુપ્રસિદ્ધ ધર્મનિષ્ઠ શેઠ માયાભાઈ સાંકળચંદના પૂર્વજ શેઠ શ્રીશાન્તિદાસ. તેઓ મતિઆ શેઠના પુત્ર હતા. આ પિતા-પુત્ર કેવા ધર્મિષ્ઠ, ઉદાર, શાસનસેવી, તત્ત્વવિલાસી મહાનુભાવો હતા તેની પણ પ્રશસ્તિ ગ્રંથકારશ્રીએ શ્લોક ૧૪-૧૫-૧૬-૧૭માં બરાબર ગાયેલી છે. પ્રથમાદર્શના લખનાર
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને સાથે તે સાધુ, જ્ઞાનાદિ ગુણોની આરાધના માટે જેમ શ્રમણો ગ્રંથરચના વગેરે કરતા હતા, તેમ રચાયેલા ગ્રંથની પ્રથમ શુદ્ધ નકલ લખવાનું કાર્ય પણ તેઓ કરતા હતા અને તે પણ એક મોટું માનપ્રદ-યાદગાર સેવાના કાર્ય તરીકે ગણાતું હતું. તેમનો “પ્રથમાદર્શ'ના લેખક તરીકે ઉલ્લેખ કરાતો હતો. મોટો ભાગે આ સુયશના ભાગીદાર ગ્રંથરચયિતાના શિષ્ય અથવા નિકટવર્તી ભક્તજન બનતા હતા. આ શ્રીધર્મસંગ્રહગ્રંથના પ્રથમદર્શના લેખક મુનિ શ્રીકાંતિવિજયજીગણિવર હતા, જેઓ ગ્રંથકાર મહાત્માના શિષ્ય હોવાનો પૂરો સંભવ છે. ગ્રંથકારશ્રીએ આ હકીકતની નોંધ પ્રશસ્તિના ૧૮માં શ્લોકમાં કરી છે.૧૦ ગ્રંથમાં કહેવાયેલી વસ્તુ
ગ્રંથકાર મહર્ષિએ વિષયપ્રતિપાદનની સરળતા માટે પ્રસ્તુત ગ્રંથને ચાર વિભાગોમાં વહેંચી નાખેલ છે. પહેલા વિભાગમાં ગૃહસ્થનો સામાન્યધર્મ કહેવામાં આવ્યો છે. બીજા વિભાગમાં ગૃહસ્થનો વિશેષ ધર્મ કહેવામાં આવ્યો છે. ત્રીજા વિભાગમાં સાપેક્ષ યતિધર્મ
८. किञ्च समग्रदेशोत्तमगुर्जरषु , अहम्मदाबादपुरे प्रधाने ।
श्रीवंशजन्मा मनिआभिधानो, वणिग्वरोऽभूच्छुभकर्मकर्ता ॥१४।। ८. नित्यं गेहे दानशाला विशाला, तीर्थोन्नत्या तीर्थराजादियात्रा ।
सप्तक्षेत्र्यां वित्तवापश्च यस्य, स्तोतुं प्रायो ह्यस्मदाद्यैरशक्यः ॥१५॥ साधुः श्रीशान्तिदासः प्रवरगुणनिधिस्तत्सुतोऽभूदुदारो, धात्र्यां विख्यातनामा जगडुसमधिकाऽनेकसत्कृत्यकृत्या(कर्ता) । रङ्कानामन्नवस्त्रौषधसुवितरणाद् येन दुष्कालनाम, प्रध्वस्तं शस्तभूता बहुविधिमहिता ज्ञातिसाधमिकाश्च ।।१६।। पुत्रन्यस्तसमस्तगेहकरणीयस्य स्फुटं वार्द्धके, सिद्धान्तश्रवणादिधर्मकरणे बद्धस्पृहस्यानिशम् । सद्धर्मद्वयसंविधानरचनाशुश्रूषणोत्कण्ठिनस्तस्य;
प्रार्थनयाऽस्य गुम्फनविधौ जातः प्रयत्नो मम ।।१७।। ૧૦. જ્ઞાનારાધનમતિના, વિનયવિગુણાન્વિર્તન વૃત્તિરિયમ્ |
प्रथमादर्श लिखिता, गणिना कान्त्यादिविजयेन ।।१८।।
D1-t.pm5 3rd proof