________________
१८
અને મોખરાના સ્થાન પર બિરાજે તેવો છે અને તેથી જ અન્ય મુદ્રણને ગૌણ કરીને આગમ જેવા ઉપયોગી આ ગ્રંથનું મુદ્રણ પ્રસ્તુત સંસ્થાએ કરાવ્યું છે.
દોહન ઃ કેટલું ગહન !—
શ્રાવકનીદિનચર્યા, આચાર આદિનુંનિરૂપણ કરતાં પ્રસ્તુત ગ્રંથના ૧લા અને રજા અધિકારમાં યોગશાસ્રવૃત્તિ, શ્રાદ્ધવિધિવૃત્તિ, શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ આદિ ગ્રંથોની છાયા મુખ્યરૂપે દેખાય છે.
મુનિઓના આચાર જોડે સંબંધવાળા ૩જા અને ૪થા અધિકારમાં ઓથનિર્યુક્તિ, પંચવસ્તુકપ્રકરણ, યતિદિનચર્યા, પ્રવચનસારોદ્વાર આદિ ગ્રંથોના ઉદ્ધરણો સ્થળે સ્થળે ગ્રંથકાર આપતા રહે છે.
એક તો યોગશાસ્ત્રાદિ ગ્રંથો પોતે જ ગ્રંથદોહન/શાસ્ત્રાર્ક જેવાં, અને તેમાં મહોપાધ્યાયશ્રી માનવિજયજી એ અર્કનો પણ અર્ક કાઢે. એક ગ્રંથમાં કેટલું બધું મળી જાય ?
વિસ્તૃત વિષયાનુક્રમ પર નજર નાખવાથી જ તમને ધર્મસંગ્રહ’ની ગાગરમાં ઘૂમરાતો સાગર જોવા મળશે. તે તે ભાગમાં વિસ્તૃત વિષયાનુક્રમ આપવા સાથે ગ્રંથના દરેક પૃષ્ઠ ઉપર તે તે પૃષ્ઠમાં આવતા વિષયનો નિર્દેશ પણ કર્યો છે જ. ગ્રંથરચના માટે પ્રેરણા
પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં શ્રીમાલી મનિઆ નામના દાનેશ્વરી શેઠના પુત્ર શાન્તિદાસે જેઓ જગડૂશાની પેઠે દાનવીર હતા-વૃદ્ધાવસ્થામાં ઘરનો ભાર પુત્રને સોંપીને સિદ્ધાન્ત શ્રવણ ધર્મકાર્યોમાં મન પરોવ્યું હતું...તેમની પ્રાર્થનાથી આ ગ્રંથની રચના વિ. સં. ૧૭૩૧માં કરવામાં આવી છે.
આ ગ્રંથનો પ્રથમાદર્શ શ્રી કાન્તિવિજય ગણીએ તૈયાર કર્યો છે.
ઉદ્ધરણો / સાક્ષીપાઠો–
આગળ કહ્યું તેમ ઉદ્ધરણો અને સાક્ષીપાઠો અહીં ડગલે ને પગલે ટંકાયેલા છે. ગ્રંથકારે નામોલ્લેખપૂર્વક આપેલ ઉદ્ધરણો શતાધિક ગ્રંથોના છે.
ગ્રંથ કે ગ્રંથકારના નામોલ્લેખ વિનાના ઉદ્ધરણોમાંથી સંપાદકને જેમના મૂળસ્થાનો પ્રાપ્ત થયા છે તેનો તેનો નિર્દેશ તે તે પાઠ પછી ચોરસ કૌંસમાં આપ્યો છે. આવા ગ્રંથોની સંખ્યાનો આંકડો પણ મોટો છે.
સંપાદકે તે તે સ્થળની તુલના આદિ માટે જે જે ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે તે સાથે (ગ્રંથકાર દ્વારા ઉદ્ધૃત અને સંપાદક દ્વારા ઉપયુક્ત) ગ્રંથોની સંખ્યા સવા બસોથી પણ વધુ થાય છે.
૩. આ શાન્તિદાસ શેઠના વંશજો નરોત્તમ મયાભાઈ, કલ્યાણભાઈ મયાભાઈ આદિનો પરિવાર આજે હાજાપટેલની પોળ, અમદાવાદમાં વસે છે. તેઓ સોમકરણ મનિયાસા તરીકે પ્રસિદ્ધ છે. આ ગ્રંથના સંપાદન માટે તેમના સૌજન્યથી અમને સંવેગી ઉપાશ્રય (હાજાપટેલની પોળ, પગથિયાનો ઉપાશ્રય)ની હસ્તલિખિત પ્રત મળી છે જેની અમે P સંજ્ઞા રાખી છે.
D1-t.pm5 3rd proof