________________
૨૦
લખાયેલી. આમાં પણ C સંજ્ઞક પ્રત તો પ્રથમદર્શ જણાય છે. આ પ્રથમાં જે સુધારાઓ ચેકચાક થયા છે તે ગ્રંથકારે સ્વયં કર્યા હોય એમ જણાય છે.
ક્યારેક મૂળ ગાથા અને એની ટીકા લખ્યા પછી ગ્રંથકારને મૂળ ગાથાના લખાણને ફેરવવાનો વિચાર આવ્યો હોવાથી એ લખાણ પર પીળો રંગ કરીને ઉપર નવું લખાણ કર્યું હોય છે. એની ટીકામાં ગાથાના પ્રતીકો આપ્યા હોય તે પણ મૂળ ગાથાના પદ બદલ્યા પછી બદલવા પડે તે સ્વાભાવિક છે એટલે તે પ્રતીકો વગેરે રદ કરી નવા પ્રતીકો અને એની વ્યાખ્યા કરી હોવાનું જોવા મળે છે.
કેટલાક સ્થળે C પ્રતના સુધારેલી અને હાંસિયામાં ઉમેરેલા પાઠો P પ્રતમાં સુધારેલા કે સળંગ લખાણમાં લખેલા જોવા મળે છે. તો કેટલાક સ્થળે C ની જેમ જ મૂળપાઠ અને પછી સંશોધિતપાઠ લખેલો જોવા મળે છે. માં બાજુમાં ઉમેરેલો પાઠ Pમાં પણ બાજુમાં ઉમેરેલો જોવા મળે છે. સંશોધનનું કામ કેટલાક વર્ષો સુધી ચાલ્યું હોય અને એ દરમિયાન ગ્રંથની પ્રતિલિપિઓ થતી રહી હોય એમ અનુમાન આ ઉપરથી થાય છે.
L.P. પ્રતોમાં, જિ.આ.ટ્ર.પ્રત ભા.૩, પૃ. ૩૭૪થી ૩૮૨માં છપાયેલ, પ્રસ્તુતસંસ્કરણમાં ભા. ૨ પૃ.૭૧૪થી ૭૧૮માં વિહારસ્વરૂપના વર્ણનનો પાઠ છે. C પ્રતમાં એ નથી. પૂજ્ય સાગરજીમહારાજે ઉપયોગમાં લીધેલ : સિવાયની બીજી પ્રતોમાં પણ આ પાઠ છે. એટલે દે. લા. સંસ્કરણમાં આ પાઠ ભા. ૨, પૃ. ૧૪૮ Bથી ૧૫૧ પત્ર ઉપર આપવામાં આવ્યો છે પણ આ પાઠ C પ્રતમાં ન હોવાથી તેમને એ પ્રક્ષિપ્ત લાગ્યો.
બની શકે કે તેમણે વાપરેલ બીજી પ્રતો અર્વાચીન હોય અને તેથી આવું અનુમાન કર્યું હોય, પરંતુ અમે ઉપયોગમાં લીધેલ 1 અને 2 પ્રતો (અનુક્રમે વિ.સં. ૧૭૪૪ અને ૧૭૫૫માં લખાયેલ) પ્રાચીન છે. તેમાં આ પાઠ સળંગ લખાણ તરીકે છે એટલે એમ લાગે છે કે પાછળથી પાઠો ઉમેરવાનું કામ લાંબો સમય સુધી ચાલ્યું હશે અને એ વખતે ગ્રંથકાર કે સંશોધક પાસે જે પ્રત હાજર હશે તેમાં ઉમેરો કર્યો હશે.' તેથી કેટલાક ઉમેરા L.P.માં છે અને Cમાં નથી. ભા. ૧, પૃ. ૩૮૧માં પણ C કરતાં L.P.માં વધુ પાઠ હોવાનું જોવા મળે છે. ન્યાયાચાર્યજીના ટિપ્પણ
દે. લા. સંસ્કરણમાં એના સંપાદકશ્રીએ ન્યાયાચાર્યજીનું ઉમેરણ સમજીને જે જે પાઠો ચોરસ કૌંસમાં આપ્યા છે. તેનું અમે મહુદ અંશે અનુકરણ કર્યું છે. જ્યાં નથી કર્યું ત્યાં પણ પ્રાયઃ ટિપ્પણમાં નિર્દેશ આપ્યો છે.
પ. અમે ઉપયોગમાં લીધેલી પ્રતોમાં L પ્રત અમે પાઠભેદો નોંધીને લા.દ. વિદ્યામંદિરને પરત કરી હતી એનું ઝીણવટથી નિરીક્ષણ કરી શકાયું નથી C અને D પ્રતો લાંબા સમય સુધી અમારી પાસે રહેલ છે.
D1-t.pm5 3rd proof