________________
२१
આ બધા કૌંસના પાઠો ગ્રંથના કયા કયા પૃષ્ઠ ઉપર છે, તે પાઠો કઈ કઈ હસ્તલિખિતપ્રતોમાં હાંસિયામાં છે તે અને આ પાઠો પાછળથી ઉમેરેલા છે કે લેખકના પ્રમાદથી છૂટી ગયા છે વગેરે બાબતો અમે પરિશિષ્ટમાં [પ્રસ્તુત સંસ્કરણમાં પરિશિષ્ટ-૧૦માં] જણાવી છે. જિજ્ઞાસુઓએ ત્યાં જોઈ લેવું. મહોપાધ્યાય લાવણ્યવિજયજી
C સંજ્ઞક પ્રતિમાં પ્રશસ્તિના ૧૨મા શ્લોક પછી ઉમેરવા માટેનું પદચિહ્ન (ઘોડી) કરીને બાજુમાં એક શ્લોક આ રીતે ઉમેરેલો જોવા મળ્યો :
સિદ્ધાન્તાક્ષરVIછન્દઃ વ્યાતિશાસ્ત્રનિuTલૈ: |
लावण्यविजयवाचकशक्रैः समशोधि शास्त्रमिदम्" ॥ આ શ્લોક અમે ઉપયોગમાં લીધેલ L.P. પ્રતમાં નથી. C પ્રતમાં પણ પાછળથી આ ગાથા લખવામાં આવી છે એટલે એમ લાગે છે કે C પ્રત લખાઈ ગયા પછી થોડાક સમય બાદ વાચક લાવણ્યવિજયજીને આ પ્રતિ સુધારવા માટે અપાઈ હશે અને કૃતજ્ઞતા દર્શાવવા ગ્રંથકારે એમના સંશોધન કાર્યનો નિર્દેશ કર્યો હશે. આ દરમિયાન પ્રતિલિપિ કરવાનું કામ થયું હશે, જેથી L.P. પ્રતમાં આ શ્લોક ન આવ્યો.
પ્રશસ્તિના ૧૨મા અને ત્યારપછી C પ્રતમાં ઉમેરાયેલા ૧૩ A શ્લોક પરથી અનુમાન થાય કે, ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીએ સામાચારીના દુર્ગમ વિષયમાં સૂચન, માર્ગદર્શન, સંશોધન દ્વારા સહાય કરી છે અને ઉપાધ્યાયશ્રી લાવણ્યવિજયજીએ વ્યાકરણ, છંદ વગેરેની દૃષ્ટિએ ગ્રંથનું સંશોધન કર્યું છે.
વિ.સં. ૧૭૪૪માં દ્રવ્યસપ્તતિકા સટીકની રચનાકાર પંન્યાસ ભાનુવિજયજીના શિષ્ય મહોપાધ્યાય લાવણ્યવિજયજી ધર્મસંગ્રહના સંશોધક હોવાની પ્રબળ સંભાવના છે. એમણે વિ.સં. ૧૭૨૮માં ચોવીસીની પણ રચના કરી છે.
પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્વિજય
ભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્યમુનિરાજ
શ્રીજિનચંદ્રવિજય શિષ્યાણ મુનિ મુનિચન્દ્રવિજય
D1-t.pm5 3rd proof