Book Title: Devvandanmala
Author(s): Khantishri
Publisher: Hansrajbhai Manek Shah
View full book text
________________
અને પીતાંબરભાઈએ નવપદજીના ઉજમણુ-સાથે અઠ્ઠાઈ મહેત્સવ કરેલ તે પ્રસંગે તેઓની સાગ્રહ વિનંતિને માન આપી પુજ્ય મુનિશ્રી જગતચંદ્રજી ગણિવર તથા પુજ્ય મુનિ શ્રી સાગરચંદ્રજી મહારાજ સહપરિવાર પધારેલા અને સાવી સમુદાય પણ ઠીક પ્રમાણમાં આવેલ એ વખતે સાધુ સાધ્વીજીઓએ કેમ વરતવું ને તેના માટે શું શું કરવું વિગેરે અનેક ચર્ચાઓની સાથે દેવવંદનમાલા બહાર પાડવાની પણ ચર્ચા થયેલ હતી. કોઈ ભાવિના અગમ્ય ભેદના કારણે કહે કે આપણું કમભાગ્યે કહે એ બન્ને ગ૭ના થંભે સ્વર્ગવાસી બન્યા અને દેવવંદનમાળાનું કામ અધર જ રહી જવા પામ્યું છતાં આ વાત મનથી અદ્રશ્ય ન જ થઈ શકી. એ ઉપકારીઓની ભાવનાને સિદ્ધ કરવા સં. ૨૦૦૮ ના મારા ધ્રાંગધ્રાના ચાતુર્માસમાં દેવવંદનમાળા પ્રસિદ્ધ કરવા માટે મેં એક પત્ર અમદાવાદ પુજ્ય મુનિશ્રી કૃપાચંદ્રજી મ. ને લખ્યો અને એક પત્ર પાલીતાણું પુજ્ય વૃદ્ધિચંદ્ર મહારાજને લખે એ બન્ને સ્થળેથી એક જ જવાબ મળ્યે કે એ કાર્ય તમે જ કરો ઘણું ખુશીની સાથે અમેં એ કાર્ય માટે સમ્મત છીએ.
જેથી મારી પાસે અગાઉથી સંગ્રહ કરી રાખેલ એ વિધિ વધીનેનું મેટર લખવું મેં શરૂ કર્યું તેમાં મુનિશ્રી હર્ષચંદ્રસુરિકૃત દીવાળી દેવવંદન અને મુનિશ્રી શીવચંદ્ર પાઠકકૃત જ્ઞાનપંચમીના દેવવંદન તથા નવપદ તપ વિગેરે તપની વિધિઓનું મેટર મેં લખી તૈયાર કર્યું અને સ્વ. આ૦ શ્રી સાગરચંદ્રસુરિશ્વરજી કૃત માસી દેવવંદનનું મેટર સાધ્વીશ્રી સુનંદાશ્રીજીએ લખી આપ્યું આમ સંપુર્ણ મેટર ચેમાસામાં લખી તૈયાર કર્યું એ વાત ધ્રાંગધ્રાના સંધને કરતા આ પુસ્તક છપાવવા વઢવાણ જશવંતસિંહજી પ્રીન્ટીંગ પ્રેસને આપવામાં આવ્યું આ પુસ્તક આજે જે પ્રસિદ્ધ થાય છે તેને સંપુર્ણ યશ શ્રી પાર્શ્વ ચંદ્રગથ્વીય સંધ તથા દ્રવ્ય સહાયકોને જ ફાળે જાય છે.
લી. પાર્ધચંદ્ર ગચ્છીયા સાધ્વીશ્રી ખાંતિશ્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 208