Book Title: Devdravyano Upayog Shastriya Aadhar Author(s): Naresh R Patrawala Publisher: Naresh R Patrawala View full book textPage 7
________________ અહીં દેવદ્રવ્યના ત્રણ પ્રકાર બતાવ્યા છે : (૧) પૂજા-દેવદ્રવ્ય (૨) નિર્માલ્ય-દેવદ્રવ્ય (૩) કલ્પિત-દેવદ્રવ્ય. આ ત્રણે પ્રકારના દેવદ્રવ્યની વ્યાખ્યા અને તેના ઉપયોગનું ક્ષેત્ર અહીં શ્લોકોમાં જ આપ્યું છે. તે બરાબર સમજવા માટે, પ્રથમ નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લઈએ. (A) પદનો અર્થ એ રીતે કરવો જોઈએ કે, જેથી અન્યત્ર કહેલ પ્રરૂપણામાં બાધ-વિરોધ ન આવે. (B) આપણે ત્યાં શાસ્ત્રમાં કોઈ પણ પદાર્થના ભેદ ભલે જુદી જુદી વિવલાએ જુદી જુદી રીતે પાડ્યા હોય, પણ તે પ્રત્યેક વિવક્ષા-પદ્ધતિમાં પદાર્થના બધા ભેદોનો સમાવેશ કરી દીધો હોય છે. દા.ત., જીવના જુદી જુદી વિવક્ષા-રીતથી ભલે ૧, ૨, ૩, ૪, ૫, ૭, ૧૪ કે પ૬૩ ભેદો બતાવ્યા હોય, તો પણ તે દરેક પદ્ધતિમાં બધા જીવોનો સમાવેશ થઈ જતો હોય છે. એટલે કે જ્યાં ફક્ત એક જ ભેદ બતાવ્યો હોય, તેમાં પણ બધા જીવોનો સમાવેશ થઈ શકતો હોય છે અને જ્યાં બે જ ભેદ બતાવ્યા છે, તો ત્યાં બે ભેદોમાં પણ સંસારના બધા જીવોનો સમાવેશ થઈ જતો હોય છે. એ જ રીતે તત્ત્વોના પ્રકાર ભલે ૧, ૨, ૫, ૭, ૯ વગેરે એમ જુદા જુદા પ્રકારે બતાવ્યા હોય પણ તે દરેક વિવક્ષામાં બધાં તત્ત્વોનો સમાવેશ થઈ જતો હોય છે. એ જ રીતે પ્રસ્તુત વિષયમાં પણ જ્યારે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેવા સમર્થ શાસ્ત્રકાર કેવવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધારPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26