Book Title: Devdravyano Upayog Shastriya Aadhar
Author(s): Naresh R Patrawala
Publisher: Naresh R Patrawala

View full book text
Previous | Next

Page 17
________________ કલ્પિત-દેવદ્રવ્યનો પ્રવાહ ઓછો થઈ ગયો હોય, તો પણ જ્યાં તે છે, તેનો જુદો પ્રકાર આ રીતે જ રખાય છે અને ઉપયોગ પણ એમ જ થઈ શકે છે. ઉપરના વિવેચનથી એ સાબિત થાય છે કે પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબે સંબોધ પ્રકરણમાં બતાવેલ દેવદ્રવ્યના ત્રણ પ્રકારોમાં સર્વ પ્રકારનું દેવદ્રવ્ય સમાઈ જાય છે. પરમાત્માની ભક્તિને લક્ષ્યમાં રાખી બોલાતી બોલીનું દ્રવ્ય તે પૂજા-દેવદ્રવ્ય જ છે, જેનો ઉપયોગ જિનમંદિર નિર્માણઉદ્ધાર અથવા આભૂષણ આદિમાં થઈ શકે છે. બીજું એ સાબિત થાય છે કે ત્રણ પ્રકારના દેવદ્રવ્યમાંથી કોઈનો પણ ઉપયોગ સ્વકર્તવ્યરૂપ જિનપૂજા માટે કરવા પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે બતાવ્યો નથી. હવે કોઈ પૂછે કે દેવદ્રવ્યનો ઉપયોગ જિનમંદિરના જીર્ણોદ્ધાર કે નિર્માણમાં માન્ય રાખ્યો, તો તે જ દેવદ્રવ્યનો ઉપયોગ જિનપૂજામાં શા માટે નહિ? તો એનો જવાબ સરળ છે કે જિનમંદિર કે જિનપ્રતિમાજી જે ભક્તિનું આલંબન છે, તે બીજાના દ્રવ્યથી કે દેવદ્રવ્યમાંથી બનાવેલ હોઈ શકે. પણ ભક્તિની જે સામગ્રી છે, તે દેવદ્રવ્યથી કે પરદ્રવ્યથી ન લવાય. કારણ ભક્તિ પોતાના કર્તવ્યરૂપે કરવાની છે. જેમ જ્ઞાનદ્રવ્યની બાબતમાં પણ જ્ઞાન પ્રત્યેની ભક્તિથી આવેલ દ્રવ્ય તે જ્ઞાનદ્રવ્ય કહેવાય છે અને તેનો ઉપયોગ જ્ઞાનભંડાર કે જે જ્ઞાનની દેવવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26