Book Title: Devdravyano Upayog Shastriya Aadhar
Author(s): Naresh R Patrawala
Publisher: Naresh R Patrawala

View full book text
Previous | Next

Page 25
________________ આયુષ્ય બાંધી લીધું છે, હવે તે મરીને અવશ્ય નરકમાં જવાનો છે એમ નિશ્ચિત થાય છે. પકા चेइयदव्वविणासे, तद्दव्वविणासणे दुविहभेए । साहू उविक्खमाणो, अणंतसंसारिओ मणिओ ।।५७।। દેવદ્રવ્યનો તથા જિનમંદિરમાં ઉપયોગી લાકડું, પથ્થર, માટી આદિ દ્રવ્યનો નાશ અનેક રીતે બે બે પ્રકારે થાય છે. આ રીતે તેનો નાશ થતો હોવા છતાં જે સાધુ તેની ઉપેક્ષા કરે, તે સાધુ પણ અનંત સંસારી થાય છે. ૫૭ નિપવળવુવિકર, માવા નાગવંસગુણા | " भक्खंतो जिणदव्वं, अणंतसंसारिओ होइ ।।५८ ।। શ્રી અરીહંત પરમાત્માના શાસનની અભિવૃદ્ધિકારક તથા જ્ઞાન, દર્શનાદિ આત્મિક ગુણોને દીપાવનારા દેવદ્રવ્યનું ભક્ષણ કરનારો આત્મા અનંત સંસારી થાય છે. ૫૮ जिणपवयणवुड्डिकरं, पभावगं नाणदसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होइ ।।५९।। જિનપ્રવચનની અભિવૃદ્ધિકારક તથા જ્ઞાન-દર્શનાદિ ગુણોને દીપાવનારા દેવદ્રવ્યનું રક્ષણ કરનારો આત્મા અલ્પ સંસારી થાય છે. પ૯ जिणापवयणवुडिकरं, पभावगं नाणदंसणगुणाणं । वटुंतो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ।।६० ।। જિનશાસનની અભિવૃદ્ધિકારક તથા જ્ઞાનાદિ ગુણોને દીપાવનારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારો જીવ તીર્થંકરપણું મેળવે છે. ૬૦ पीकैलासरापस्सरि-ज्ञानमन्दिर

Loading...

Page Navigation
1 ... 23 24 25 26