Book Title: Devdravyano Upayog Shastriya Aadhar
Author(s): Naresh R Patrawala
Publisher: Naresh R Patrawala

View full book text
Previous | Next

Page 16
________________ ફળ, નૈવેદ્ય, વસ્ત્ર વગેરે, વરખ, બાદલું વગેરે પણ ફરી વાપરવા યોગ્ય ન હોવાથી નિર્માલ્ય ગણાય છે અને તેના વેચાણથી જે રકમ પ્રાપ્ત થાય તે નિર્માલ્ય-દેવદ્રવ્ય કહેવાય. તેનો ઉપયોગ ‘જિણગિહકમ્મમિ ઉવઓગં' એટલે કે દેરાસર સંબંધી કાર્યોમાં થઈ શકે. પણ અષ્ટપ્રકારી પૂજાના દ્રવ્યો માટે ન થાય. નિર્માલ્ય-દેવદ્રવ્ય જો રૂપાંતરિત કર્યું હોય, તો તે પરમાત્માના આભૂષણોમાં વાપરી શકાય. ૩. કલ્પિત-દેવદ્રવ્ય : - ભક્તિરૂપે આવેલ તે પૂજા-દેવદ્રવ્ય અને ભક્તિમાં વપરાઈ જવાથી બનેલ તે નિર્માલ્ય-દેવદ્રવ્ય. તે પછી ક્રમ આવે છે કલ્પિત-દેવદ્રવ્યનો. એનો અર્થ થાય છે ઋદ્ધિમાન અને સમ્મત શ્રાવકોએ અથવા પોતે ‘જિણભત્તીઈ નિમિત્તે જં ચરિયું' એટલે જિનભક્તિ પ્રસંગે બોલાતી બોલીઓ વગેરેથી ભેગું કરેલ એમ નહિ, પણ જિનભક્તિના નિમિત્તે એટલે જિનભક્તિના ચૈત્યના નિર્વાહ માટે ભેગું કરેલ (ચરિય) કે કલ્પીને મૂકેલ દ્રવ્ય તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય. તેનો ઉપયોગ ‘સવ્વમુવઓગિ' એટલે‘કે દેરાસર સંબંધી સર્વ કાર્યોમાં થાય. આ પ્રકાર દેવદ્રવ્યના નામે હોવાથી જૈન પૂજારીને એમાંથી પગાર આપવો ઉચિત નથી, જ્યારે આગળ જે જિનભક્તિ સાધારણ દ્રવ્ય બતાવાશે, તે સાધારણના નામે હોવાથી તેમાંથી જૈન પૂજારીને પણ પગાર આપી શકાય. વર્તમાનમાં ભલે કેવદ્રવ્યનો ઉપયોગ -

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26