Book Title: Devdravyano Upayog Shastriya Aadhar
Author(s): Naresh R Patrawala
Publisher: Naresh R Patrawala

View full book text
Previous | Next

Page 14
________________ આ રીતે એ વાત સ્પષ્ટ થાય છે કે, શાસ્ત્રોમાં ગમે તે વિવક્ષા. પદ્ધતિથી પદાર્થના પ્રકારો બતાવ્યા હોય પણ તે સર્વવ્યાપી હોય છે. એટલે બધાનો સમાવેશ તેટલા પ્રકારોમાં થઈ જતો હોય છે. ખરેખર શાસ્ત્રકાર ભગવંતોની રચના ચતુરાઈ અદ્ભુત હોય છે! જિનમંદિરમાં કે તેની બહાર ક્યાંય પણ પરમાત્માની ભક્તિને લક્ષ્યમાં રાખીને બોલાતી પ્રતિષ્ઠા, અંજનશલાકા, કેસરાદિ પૂજા, આરતી, રથયાત્રા, સ્વપ્નો, ઉપધાનની માળ, સંઘમાળ વગેરે સર્વ પ્રકારની બોલીઓની રકમ દેવદ્રવ્ય છે, એ વાત બધાએ સ્વીકારી જ છે. બોલી બોલીને જે વ્યક્તિ પ્રથમ પૂજા આદિનો લાભ લે છે અને પ્રથમ પૂજા આદિ કરે છે, તેના તે ધર્મકાર્યમાં અને બીજો જે બોલી બોલ્યા વગર પૂજા આદિ કરે છે, તેના તે ધર્મકાર્યમાં કોઈ તફાવત નથી. પણ બોલી બોલનારને જે વિશેષ લાભ મળે છે, તે એ કારણે મળે છે કે, એણે ધન પરની મૂચ્છ ઉતારી વિશેષરૂપે ભક્તિ કરી, માટે આ રકમ જે દેવદ્રવ્ય જ છે, ભલે તે પ્રથમ પૂજા આદિની શરતવાળી હોય, તો પણ તે પરમાત્માની ભક્તિરૂપે આવેલ હોવાથી તેનો સમાવેશ પૂજા-દેવદ્રવ્યમાં થાય છે. ભંડારદ્રવ્ય પણ ભક્તિરૂપે આવેલ હોવાથી તેનો સમાવેશ પણ પૂજાદેવદ્રવ્યમાં થાય. વળી ત્રણ પ્રકારોનો જે ક્રમ બતાવાયો છે, તેની જો વિચારણા કરીએ, તો પૂજા-દેવદ્રવ્ય એટલે “પૂજા માટે આવેલ દ્રવ્ય એવા રૂઢ અર્થથી પૂજા-દેવદ્રવ્યનો ક્રમ પહેલો આવી કેહવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26