Book Title: Devdravyano Upayog Shastriya Aadhar Author(s): Naresh R Patrawala Publisher: Naresh R Patrawala View full book textPage 5
________________ વહીવટકર્તાઓના ચિત્તમાં તે સ્થિર બને એ જ આ પુસ્તિકાનો હેતુ છે. દેવદ્રવ્યનો કોઈ પણ પ્રકાર એવો નથી કે જેમાંથી સ્વકર્તવ્યરૂપ દેવપૂજા થઈ શકે. એ વાત પણ આ પુસ્તિકાથી અત્યંત સ્પષ્ટ થાય છે. દેવદ્રવ્યનો શાસ્ત્ર વિરુદ્ધ ઉપયોગ ભયંકર સંસાર વધારનાર હોવાથી ભવભીરુ આત્માઓ તટસ્થ ભાવે શાસ્ત્રના અર્થને સમજી લઈ પોતાના અહિતથી અટકે એ જ અભ્યર્થના. શાસ્ત્ર વિરૂદ્ધ કાંઈ પણ લખાયું હોય તો “મિચ્છામિ દુક્કડં. આ લખાણમાં જ્યાં જ્યાં ભુલ જણાતી હોય ત્યાં ભવભીરુ એવા ગીતાર્થ ગુરુ ભગવંતોને તથા સુજ્ઞ શ્રાવકોને આ વિષયમાં યોગ્ય સુધારા-વધારા પ્રકાશકના સરનામે સુચવવા ખાસ વિનંતી. – નરેશ રસિકલાલ પત્રાવાલાPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26