Book Title: Devdravyano Upayog Shastriya Aadhar
Author(s): Naresh R Patrawala
Publisher: Naresh R Patrawala

View full book text
Previous | Next

Page 10
________________ કોઈ કહેશે કે સર્વ બાજુથી ભોગવાય (ઉપભોગ + પરિભોગ) એવો પણ પરિભોગ શબ્દનો અર્થ થાય છે, તો તે અહીં કેમ નહિ લેવાનો? જવાબ એ છે કે આગળની ગાથામાં નિર્માલ્ય દેવદ્રવ્યના વિષયમાં કહ્યું છે કે, પૂજામાં ચઢાવેલ ફળ આદિ ફરીથી અષ્ટપ્રકારી પૂજામાં કે જે એકવાર ભોગવવાનો વિષય છે, તેમાં ન વપરાય, પણ રૂપાંતરિત કરીને તે આભૂષણ આદિ કે જે વારંવાર ભોગવવાનો વિષય છે તેમાં વપરાય. એટલે એ વાત સ્પષ્ટ છે કે, અહીં દેવદ્રવ્યની ઉપયોગિતાનું સ્વરૂપ ઉપભોક્તા (એકવાર) કે પરિભોક્તા (વારંવાર)ના આધારે છે. પૂજામાં વપરાયેલ દ્રવ્ય જે ઉપભોગરૂપ છે તે કોઈ ફરીથી દેવને અર્પણ કરે તો તે દેવનો વિનયભંગ છે અને દાતાભક્તને પણ તે ઈષ્ટ નથી. એટલે કે ઉપભોગરૂપ દ્રવ્યનો ફરીથી ઉપભોગરૂ૫ ઉપયોગ હોતો નથી. તે દ્રવ્ય કાયમી રૂપે ભક્તિનો આધાર બની જાય તો દાતાભક્તના હૃદયમાં પ્રીતિ ઉપજાવે અને એ જ હેતુઓથી શાસ્ત્રકાર ભગવંતે પૂજારૂપે આવેલ પૂજાદેવદ્રવ્યનો ઉપયોગ જિનદેહના પરિભોગ એટલે કે જિનમંદિર અથવા આભૂષણ આદિમાં બતાવેલ છે. માટે પરિભોગનો અર્થ ઉપભોગ અને પરિભોગ” એમ ભેગો લઈએ, તો તે અહીં અસંગત કરે છે. કારણ ઉપર સાબિત કર્યા પ્રમાણે ઉપભોગરૂપેપૂજારૂપે આવેલ દ્રવ્ય ફરીથી ઉપભોગ માટે – પૂજા માટે ન વપરાય. કેવવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26