Book Title: Darjiling Author(s): Vrajbhai Patel Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 9
________________ ગિરિનગર દાર્જિલિંગ હિન્દમાં કેલસે નહિ હોય, પરંતુ વીજળીક બળ ઉત્પન્ન કરવા અમારાં હજારે નદીઓ ને નાળાં રાતદિવસ વહી રહ્યાં છે. આ જંગલોની નીરવ શાંતિમાંથી રેલ્વે ટ્રેઈન પસાર થાય છે ત્યારે મુસાફરના મન પર કંઈ જુદી જ છાપ પડે છે. ડુંગરાઓ ચઢતી અને ઊતરતી ગાડી ૪૮ માઈલને રસ્તો કાપે, ત્યાં ઘુમ સ્ટેશન આવી લાગે છે. ઘુમ સમુદ્રની સપાટીથી ૭૪૦૭ફીટ ઊંચું છે.દાજિલિંગની આજુબાજુના ઢળાવો પર ચાના બગીચાઓ છે. એ બાગોની ચા ઘુમના સટેશનેથી કલકત્તા રવાના થાય છે. ઘુમની ઊંચાઈ ઘણી એટલે સવાર-સાંજ અહીં ભેજને લીધે પુષ્કળ ધુમ્મસ વરસે છે. એ ધુમ્મસને લઈને રસ્તો શોધવે પણ ભારે પડે. ઘુમથી દાર્જિલિંગ ફક્ત ત્રણ–ચાર માઈલ દૂર રહ્યું. ઘુમ છોડીને આગગાડી નીચલા ઢળાવે પર ઊતરવા માંડે છે. થોડુંક ઊતરે, ત્યાં તો મુસાફરને દાર્જિલિગનાં પ્રથમ દર્શન થાય છે. રાત્રિને સમય હોય, સર્વત્ર શાંતિ હોય અને આ ઢળાવ ઊતરતાં બંગલાઓ અને બજારની દીવાબત્તીઓ દેખાતી હોય, ત્યારે દાર્જિલિગ ઘણું જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32