Book Title: Darjiling
Author(s): Vrajbhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 26
________________ ૨૪ વિદ્યાથી વાચનમાળા-૮ આ લેપચાઓ પણ ઠીંગણું છે. નાના હાથ, નાના પગ, અને લગભગ મૂછ વગરને ચહેરો એટલે પુરુષો પણ સ્ત્રીઓ જેવા લાગે. તેઓને માથે કાળા મેશ જેવા વાળ હોય છે. સ્ત્રીઓ એ વાળને બે ચોટલે અને પુરુષે એક ચોટલે ગૂંથે છે. જંગલના રહીશે રહ્યા એટલે જંગલનાં પશુપક્ષીઓનું એ સાચું જ્ઞાન ધરાવે છે. એમની એક જુદી જાત તે લિંબુ લેપચાની છે. આમ બને જાતિઓ સરખી લાગે, પરંતુ બારીક અવલોકન કરતાં જણાશે કે લિંબુ અન્ય લેપચાઓ કરતાં શરીરે વધારે પીળા અને પાતળા છે. એમની આંખે પણ વધારે નાની અને તિરછી હોય છે. ઘરેણાં પહેરવાં અથવા કેાઈ પણ જાતના શણગાર સજવા એ આ લેક સ્ત્રીઓનું કામ સમજે છે. એમનો પહેરવેશ તદ્દન સાદો છે. એમની સ્ત્રીઓની માન્યતા પણ એવી એટલે ભૂતિયા કે તિબેટીયન બાઈઓ માફક એમને ઘરેણાંનું ગાંડપણ નથી. - આ પહાડી પ્રજાએ ખીણોના ખેતરોમાં ખેતી કરે છે, જંગલોમાં લાકડાં કાપે છે અથવા પર્વતના ઢાળ પર આવેલા ચાના બાગોમાં નોકરી કરે છે. ચાના ભાગે દાર્જિલિંગની આજુબાજુના ડુંગરાઓના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32