________________
હાલનું સાયન્સ હજુ કોઈપણ પ્રકારનો જીવનનો માર્ગ નક્કી કરી શકે તેમ નથી, કેમ કે તે પોતે જ અપૂર્ણ છે. સંપૂર્ણ થયા વિના જીવનમાર્ગ નક્કી થઈ શકે જ નહીં, અને જ્યાં સુધી જીવનમાર્ગ નક્કી ન કરી શકે ત્યાં સુધી તેનો ગમે તેવો ચમત્કાર હોય, તો પણ તે કેવળ પાણી વલોવવા બરાબર જ છે. અને ત્યાં સુધી જૈન શાસનનો માર્ગ જ પ્રાણીઓને શરણ રૂપ હોવાથી, એમ જ સાબિત કરે છે કે જૈન આગમો સર્વજ્ઞ પ્રણીત છે. પછી તેમાં કેટલીક બાબતો અત્યારે ન મળતી હોય, વિચ્છિન્ન થયેલી હોય, છૂટી-છવાઈ મળતી હોય, છતાં જગતની તે એક મહાન્ વસ્તુ છે. જગતનું અનન્ય શરણ છે. માટે તેના ઉપર કોઈપણ બહાનાથી અશ્રદ્ધા કેળવવી ન જોઈએ. કારણ કે તેના જેવું જગતમાં બીજું કોઈપણ પાપ હોઈ શકે નહીં. માટે જ મિથ્યાત્વ સૌથી વધારે ભયંકર છે.
આ આવૃત્તિનું પ્રુફ સંશોધન સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હાલના શ્રી હેમચંદ્રાચાર્ય પાઠશાળા-અમદાવાદના અધ્યાપક શ્રી રતિલાલ ચીમનલાલ દોશી લુદરાવાળાએ કાળજીપૂર્વક કરી આપેલ છે.
( આ ગ્રંથનો અભ્યાસ કરવાની સામાન્ય રીત. ) ૧. પ્રથમ મૂળ ગાથાઓ મોઢે કરેલી હોવી જોઈએ. ૨. પછી ફક્ત એકલા શબ્દાર્થ સાથે ગાથાર્થ કરી જવા. ૩. પછી દંડકમાં પાછળ આપેલ અને લધુસંગ્રહણીમાં શરૂઆતમાં, આપેલ કોઠાઓ
મોઢે કરી લેવા, જેથી મુખ્ય મુખ્ય વિષયો બરાબર આવી જશે. ૪. પછી વિશેષાર્થ વાંચવા અને સમજવો તથા તેનું મનન કરવું. ૫. સાથે આપેલ જંબૂદ્વીપનો નકશો, અભ્યાસીઓને ક્ષેત્રોના સ્થળો જોવા વિશેષ
ઉપયોગી થશે.
સંવત ૨...૪ કારતક સુદ ૩ સોમવાર
શ્રી બાબુલાલ જે. મહેતા ડૉ. શ્રી મફતલાલ જે. શાહ
ઓ. સેક્રેટરીઓ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org