________________
* સંબંધ *
જગતમાં આપણે અનેક સજીવ-નિર્જીવ પદાર્થો જોઈએ છીએ, તે દરેક વિષેની હકીકતો જાણવા કોઈપણ જિજ્ઞાસુને ઇચ્છા થયા વિના રહેતી નથી. જ્ઞાની પુરુષોએ જગન્ના તમામ પદાર્થોનું સંક્ષેપથી અને વિસ્તારથી સ્વરૂપ મુમુક્ષુ જિજ્ઞાસુઓ માટે આગમ ગ્રંથોમાં સમજાવેલ છે. તેમાંથી સજીવ પદાર્થો વિષે પણ ઘણા જ વિસ્તારથી સમજાવેલ છે. એ હકીકતો સમજાવવાની સગવડ માટે સર્વ-સજીવ પદાર્થોનો ચોવીશ વિભાગોમાં સામાન્ય રીતે સંગ્રહ કરી લીધો છે, અથવા ચોવીશ વિભાગોમાં તેને ખેંચી દીધેલ છે.
.
એ ચોવીશ સ-જીવ પદાર્થો વિષે અનેક હકીકતો સમજાવનાર સંખ્યાબંધ દ્વારો આગમગ્રંથોમાં ઉતારેલ છે. એક દ્વાર પૂરું થાય કે તુરત બીજા દ્વારની શરૂઆતમાં ફરીને એના એ ચોવીશ સ-જીવ પદાર્થો આવે અને તેના ઉપર બીજું દ્વાર ઉતરે, આમ વારંવાર ચોવીશ સ-જીવ પદાર્થવાળો સૂત્રપાઠ આવે, અને અખંડ રીતે આગળ બધેય ઉપયોગમાં આવ્યા કરે, માટે તેવા વારંવાર આવતા અને મહત્ત્વના સૂત્રપાઠોને દંડક પાઠ કહે છે.
એ દંડક પાઠમાં ગણાવેલા ચોવીશ સ-જીવ પદાર્થોની હકીકત સમજાવનાર આગમગ્રંથોમાં તો અનેક દ્વારો સમજાવ્યાં છે. સાધારણ બાળજીવો તેમાં એકાએક પ્રવેશ ન કરી શકે-માટે બાળજીવોને તેમાં સરળતાથી પ્રવેશ કરાવવા તે વિષયનું ટૂંકામાં સ્વરૂપ સમજાવનાર તરીકે આ ગ્રંથની રચના ઉપકાર-બુદ્ધિથી કરી છે.
આ ઉપરથી જીવ-વિચાર અને નવ-તત્ત્વના વિષયોથી આ ગ્રન્થનો વિષય, અને વિષયનું બંધારણ-વિષયની ગોઠવણ કાંઈક જુદાં પડે છે, તે સમજાશે.
જીવવિચારમાં માત્ર ખાસ કરીને જીવોનું સ્વરૂપ અને ભેદ-પ્રભેદોની માહિતી આવે છે. નવતત્ત્વમાં આખું વિશ્વજ્ઞાન-તત્ત્વજ્ઞાન આવે છે. તેમાંના
ફક્ત જીવ-તત્ત્વના મુખ્ય ભેદોના ગુણો, સ્વભાવો, વગેરે બતાવવા આ પ્રકરણ 'છે, એટલે કે એ એક જ વિષયમાં જીવવિચાર કરતાં આ પ્રકરણ આગળ
વધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org