________________
ખલા તરીકે ચક્રવતિ' તમિસ્રા ગુફામાં કાકિણી રત્નથી એવા મંડળ કરે છે કે જેથી ત્યાં પ્રકાર થાય છે. મંડળનું ગણિત અને માપ–આકાર વગેરે આપેલ છે, એ તે રેડીયમ હશે કે વીજળી હશે ? કે પ્રાણ કરનાર કોઈ પણ બીજી જ વસ્તુ હશે.
બીજો દાખલોઃ હમણાં અમેરિકાના શિકાગે શહેરમાં એક પ્રહને પ્રકાશ પકડી તેના બળથી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તે કઈ રીતે કરવામાં આવ્યું ? તે વિષે તો તેના વિદ્વાને જ કહી શકે. પણ સામાન્ય પ્રજા તો એમ સમજે કે “ વાહ! ગ્રહ પાસે પ્રદર્શનને ઓરડે ઉડાવી પ્રદર્શન ખુલ્લું મુકાયું ? કેટલું સામર્થ ! !” હવે આ તરફ સૂર્ય–ચંદ્ર બીજા વિમાને વિમુવીને મૂળ વિમાન સાથે પ્રભુ મહાવીર સ્વામીને વંદન કરવા આવ્યાની વાત શાસ્ત્રોમાં સેંધાઇ છે. આ આશ્ચય કાર ઘટના વિજ્ઞાનના કયા નિયમ પ્રમાણે બની હશે ? તે આપણે કહી શકતા નથી, પરંતુ એ મહાન પુરુષોને પ્રભાવ તો વ્યક્ત કરેજ છે.
દાખલ ત્રીજે–ચમરેજ વૈક્રિય શરીર કરી શકેન્દ્ર સાથે લડવા હિમ્મત બતાવે છે. ઇન્દ્ર તેના પર વજ છોડે છે, તે દેડીને શ્રી મહાવીર પ્રભુના પગમાં ભરાઈ જાય છે. અને આ વાતની ખબર પડે છે, કે-ઈન્દ્ર વજ પકડી લેવા દોડે છે. ચાર આંગળ અપ્રાપ્ત વજીને પકડી લે છે અને આશાતનાથી બચે છે, વજ આગળ, પાછળ છે. આગળની વસ્તુને પાછળવાળો કેમ પકડી શકે ? અને પકડી શકે તો તેની ગતિ કેટલી વધારે હોય ? આ શંકા થાય, અલબત્ત તેને ખુલાસે ન હોત તો એ શંક એમને એમ પડી રહેત. પરંતુ એ વાતને પ્રશ્ન ઉપસ્થિત કરીને–ગતિનું તત્વ સમજાવવામાં આવ્યું છે અને એ સમજાવતાં ગતિનું આખું વિજ્ઞાન સૂચિત થઈ જાય છે. છવ કેટલે વેગ કરી શકે ! પરમાણુ વધારેમાં વધારે એક સમયમાં કેટલી ગતિ કરે, દેવે વિગેરે વિષે પણ વિચાર આવે. ગતિ કેવા ક્રમથી થાય ? અનુણિ કે વિશ્રેણિ ? વગેરે તો છુટક છુટક મળે છે. ત્યારે હાલ પણ પ્રકાશની, હવાની, યંત્રોની, પશુ, પક્ષિ વગેરે ની ગતિઓના વેગ સાયન્સે જણાવેલા હોય છે.
સારાંશ કે હાલના સાયન્સ કરતાં અનેક ગણું વિજ્ઞાનેને વિચાર આજે પણ ન સ્ત્રોમાં તરવરત જણાય છે. અને તે શાસ્ત્રના ઉપદેશનું ખાસ ધ્યેય જીવનમાં ઉપયોગી થવાનું અને જીવનને ઉન્નત બનાવવાનું છે. તે ઉપદેશ કઈ પણ
છે ઉપયોગીમાં ઉપયોગી થઈ શકે તેવું છે. એ તેની વિશેષ મહત્તા છે, એ જીવનમાં જે નક્કી કર્યો છે, તે સંપૂર્ણ તત્ત્વજ્ઞાનના બેધ વિના શક્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org