Book Title: Dandak Prakarana tatha Jambudweep Sangrahani
Author(s): Jinhanssuri, Haribhadrasuri, Gajsarmuni, Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 4
________________ રીતે ફેરફાર થઈ ગયા છે, અને અભિપ્રાય બદલવા પડ્યા છે. સારાંશ કે-હાલનું સાયન્સ શેાધાઈને સંપૂર્ણ ન થાય, ત્યાં સુધી તેની સાથે પ્રાચીન તરોની તુલના કરવી, અને તેના ઉપર શ્રદ્ધા–અશ્રદ્ધાને આધાર રાખવો એ નકામી બાબત છે. તે ઉપરથી અમે કહેવા એ ઈચ્છીએ છીએ કે–“કેઈએ શાસ્ત્રીય બાબતો ઉપરથી શ્રદ્ધા ખેંચી લઈ પાઠ્યક્રમમાંથી તેવા ગ્રંથ કે પ્રકરણે બાદ કરી નાંખી વિદ્યાથીઓના મનને જન શાસન પ્રત્યે શંકિત કરવાને દેશ ન સેવા જોઈએ, પરંતુ ઊટા આ વિષયના સંગીન અભ્યાસીઓ વધારી તેના વિશેની શોધમાં ઉત્સાહિત કરવા જોઈએ.” હાલનું સાયન્સ સેધાય છે, તેની અનેક શાખાઓ છે, અને શાખાઓની પેટાશાખાઓ પણ અનેક છે. અને તે દરેકની મેટી પ્રયોગશાળાઓમાં શે ચાલી રહી છે, અને ત્યાં અનેક અખતરાઓ થાય છે. જ્યારે તેને વિચાર કરીએ છીએ. ત્યારે આપણું મનમાં થાય છે કે-” વાહ! અત્યારની ગોરી પ્રજા શો પાછળ કેટલી જહેમત ઉઠાવી રહેલ છે !” આ તરફ જ્યારે ભારતનાં શાસ્ત્રો અને તેમાં ખાસ કરીને જેનશાન જોઈએ છીએ, ત્યારે અત્યારે પણ તેના કરતાં અનેક ગણું વિજ્ઞાને અને તે શાખા-પ્રશાખાના તથા તેની શાખા-પ્રશાખાઓના વિચારો મળે છે. સવારે તે એમજ થાય છે કે-“ બસ, અનન્ત જ્ઞાનીઓ વિના આમાંને એક પણ શબ્દ સંભવિત નથી. ” એટલું ખરૂં છે કે-આજે વિજ્ઞાનની કઈ પણ શોધ માટે કરડે રૂપિયા ખર્ચાતા હોય છે, મોટા મોટા આલીશાન મકાને, તેનું વિવેચન કરનારા મેટ મોટા પુસ્તક અને અખતરા માટે સંખ્યાબંધ સાધને નજરે પડે છે, ત્યારે જૈનશાસ્ત્રમાં એ વાત એકાદ પદ, ગાથા કે નાના પ્રકરણમાં આપી દીધી હોય છે. હાલનું વિજ્ઞાન અને જૈનશાસ્ત્રમાં આવતા વિજ્ઞાનની તુલના કરવી એ ઘણું જ ગંભીર અને મહાન કાર્ય છે. લગભગ અશકય જ છે. તે પણ વિચાર કરતાં એટલું સમજી શકાયું છે કે હાલના કેટલાક તો તેની સાથે મળે છે, અને કેટલાક નથી મળતા, ને કેટલાક મળતા થતા જાય છે. કેટલાક ખ્યાલમાં નહેતા તે હાલ ખ્યાલમાં આવતા જાય છે. જૈન શાસ્ત્રોને અત્યારે અમુક જ ભાગ મળે છે, એટલે તેમાં કેટલાક વિજ્ઞાનની સંપૂર્ણ વ્યાખ્યા ન પણ મળે. પરંતુ કેટલાકના સૂચને મળે છે. તે ઉપરથી પણ અનુમાન કરી શકીએ, કે તે કેટલું અગાધ અને સૂક્ષ્મ છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 207