Book Title: Charitracharna Ath Prakar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૮૮] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા જીવનયાત્રામાં ખાસ જરૂરી હોય તેવા નિર્દોષ સાધને મેળવવા માટે ઉપગપૂર્વક પ્રવૃત્તિ કરવી, તે “એષણાસમિતિ છે.” ૪. આદાનનિક્ષેપ સમિતિ-ધર્મના ઉપગરણે– રજેહરણ, વસ્ત્ર, પાત્ર, પીઠ, ફલક, દંડ વિગેરેનું બરાબર નિરીક્ષણ અને પ્રમાર્જન કર્યા બાદ લેવા-મૂકવા, તે “આહાનનિક્ષેપ સમિતિ છે. ૫. પારિષ્ઠાપનિકા સમિતિ-જીવજંતુ વિનાની એટલે કે નિજીવ સ્થાન બરાબર ઈ-પ્રમાજીને ત્યાં મળ, મૂત્ર વિગેરેને ત્યાગ કરે, તે પારિષ્ઠાપનિક સમિતિ અર્થાત્ વ્યુત્સર્ગ સમિતિ' કહેવાય છે. દષ્ટાંત-કઈ ગરછમાં ધર્મરૂચિ નામના સાધુ હતા. તે એક વખત પરે પકારના કાર્યમાં વ્યગ્ર રહેવાથી ઈંડિલની પ્રતિલેખના કરવી ચૂકી ગયા. રાત્રે માગુ કરવાની શંકા થવાથી પીડા થવા લાગી. તે પીડાથી પ્રાણ જવાની તૈયારી હતી. તેવામાં કઈ દેવતાએ પ્રકાશ દેખાડ્યો તેથી તેમણે શુદ્ધ સ્થડિલ (જીવાકુલ વિનાની શુદ્ધ ભૂમિ) જોઈ લીધું અને લઘુશંકા ટાળી. ત્યાર પછી અંધકાર થયો. તેનું મિથ્યાદુષ્કૃત્ય આપ્યું. એ પ્રમાણે ધર્મરૂચિ સાધુની જેમ પાંચમી સમિતિનું પાલન દ્રવ્ય-ક્ષેત્ર-કાળાનુસારે કરવું જોઈએ. | ગુપ્તિનું સામાન્ય લક્ષણ-સમ્યગ્રદર્શન અને સમ્યજ્ઞાનપૂર્વક ત્રણ પ્રકારના વેગોને શાસ્ત્રમાં કહેલી વિધિ અનુસાર પોતપોતાના માર્ગમાં સ્થાપન કરવા, તે ગુપ્તિનું સામાન્ય લક્ષણ છે. આ ગુપ્તિના મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ-એમ ત્રણ ભેદ પડે છે. તેનાં લક્ષણે નીચે મુજબ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14