Page #1
--------------------------------------------------------------------------
________________
૧૮૬]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાળા
વ્યાત્રિાચારના આઠ પ્રકાર [અષ્ટ પ્રવચન માતા]
૧. ઈસમિતિ-સંયમ પાળવાને માટે ખાસ કરીને સૂર્યને પ્રકાશ થયા બાદ–સૂર્ય ઉગ્યા પછી (અને તે આથમે તે પૂર્વે) ચારેય બાજુ યુગપ્રમાણ એટલે ચાર હાથ જેટલું બરાબર જેવાપૂર્વક કાચી માટી, વનસ્પતિ, જળ, બીજ-એ સ્થાવર અને કુંથુવા, કીડી વિગેરે ત્રસ જંતુની રક્ષા માટે લેકથી અતિ વાહિત માગે પગલે પગલે સારી રીતે જોઈને ચાલવું અને સમ્યક પ્રકારે જિનપ્રવચનને અનુસારે આત્માની પ્રવૃત્તિરૂપ ચેષ્ટા કરવી, તે પહેલી ઈસમિતિ” કહેવાય છે.
ગતિ કરવી તે પણ આલંબન, કાળ, માર્ગ અને યતના-એ ચાર કારણે કરીને નિયમિત કરવાની કહી છે.
(૧) આલંબન તે જ્ઞાનાદિક જાણવું. જ્ઞાન એટલે સૂત્ર અને તેને અર્થ એ બન્ને રૂપ આગમ, દર્શન અને ચારિત્ર, તે પ્રત્યેક જ્ઞાનાદિકને આશ્રય કરીને અથવા બે બેના સંગે કરીને ગમન કરવાની અનુજ્ઞા આપી છે, પરંતુ જ્ઞાનાદિકના આલંબન વિના જવું–આવવું થઈ શકે નહિ. (બે બેના સંગે એટલે જ્ઞાન ને દર્શન અથવા જ્ઞાન ને ચારિત્ર અથવા દર્શન ને ચારિત્ર, આ આલંબન વિના ગતિ-વિહાર, જવા-આવવાને નિષેધ છે.)
(૨) કાળ–ગમનના વિષયને માટે દિવસ જ શ્રી જિનેશ્વરદેવે કહેલો છે, પણ રાત્રે નહિ.
(૩) માર્ગ–ઉન્માર્ગને ત્યાગ કરીને લેકે પુષ્કળ ચાલતા હોય તેવો માગ.
Page #2
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૮૭ (૪) યતના-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ-એ ચાર ભેદ છે. તે નીચે પ્રમાણે—
૧. દ્રવ્યથી યતના એટલે યુગપ્રમાણ પૃથ્વીને આશ્રીને રહેલા જીવાદિક દ્રવ્યને નેત્રવડે જેવા.
૨. ક્ષેત્રથી યતના એટલે સચિત્તાદિ પૃથ્વીને ત્યાગ કરીને તથા આત્મવિરાધના થાય તેવું સ્થાન વજીને ચાલવું.
૩. કાળથી યતના એટલે એટલે કાળ ગતિ કરવી તેટલ કાળ ઉપગ રાખ.
૪. ભાવથી યતના એટલે ઉપગપૂર્વક ચાલવું તે. અર્થાત્ શબ્દાદિક ઈદ્રિના વિષયને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયને (વાચના-પૃરછનાદિને) તજી દઈને ચાલવું તે. કેમકે–તેને ત્યાગ નહિ કરવાથી ગતિના ઉપગને ઘાત થાય છે. ગતિ વખતે બીજે કઈ પણ વ્યાપાર યોગ્ય નથી.
ગતિ વખતે જ ઈસમિતિ રાખવી એમ નહિ, પણ બેઠા બેઠા, હાલતા-ચાલતા ચેષ્ટા થાય છે ત્યાં પણ ઈર્યોસમિતિની જરૂર છે.
૨. ભાષા સમિતિ-સર્વ જીને હિતકારી અને દેષરહિત પરિમિત વચન હોય તે ધર્મને માટે બેલવું. કે, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મુખરતા અને વિકથા-એ આઠ સ્થાન વજીને ભાષા બોલવાનું સાધુને માટે કહેલું છે.
૩. એષણસમિતિ-અન્ન, પાન, રજોહરણ, વસ્ત્ર, પાત્ર વિગેરે ધર્મસાધનાની તેમજ ઉપાશ્રયની ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા-એ ત્રિવિધ દેષના નિવારણપૂર્વક ગવેષણ કરવી, તે “એષણા સમિતિ છે. ટૂંકમાં કહીએ તે
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૮૮]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા જીવનયાત્રામાં ખાસ જરૂરી હોય તેવા નિર્દોષ સાધને મેળવવા માટે ઉપગપૂર્વક પ્રવૃત્તિ કરવી, તે “એષણાસમિતિ છે.”
૪. આદાનનિક્ષેપ સમિતિ-ધર્મના ઉપગરણે– રજેહરણ, વસ્ત્ર, પાત્ર, પીઠ, ફલક, દંડ વિગેરેનું બરાબર નિરીક્ષણ અને પ્રમાર્જન કર્યા બાદ લેવા-મૂકવા, તે “આહાનનિક્ષેપ સમિતિ છે.
૫. પારિષ્ઠાપનિકા સમિતિ-જીવજંતુ વિનાની એટલે કે નિજીવ સ્થાન બરાબર ઈ-પ્રમાજીને ત્યાં મળ, મૂત્ર વિગેરેને ત્યાગ કરે, તે પારિષ્ઠાપનિક સમિતિ અર્થાત્ વ્યુત્સર્ગ સમિતિ' કહેવાય છે.
દષ્ટાંત-કઈ ગરછમાં ધર્મરૂચિ નામના સાધુ હતા. તે એક વખત પરે પકારના કાર્યમાં વ્યગ્ર રહેવાથી ઈંડિલની પ્રતિલેખના કરવી ચૂકી ગયા. રાત્રે માગુ કરવાની શંકા થવાથી પીડા થવા લાગી. તે પીડાથી પ્રાણ જવાની તૈયારી હતી. તેવામાં કઈ દેવતાએ પ્રકાશ દેખાડ્યો તેથી તેમણે શુદ્ધ સ્થડિલ (જીવાકુલ વિનાની શુદ્ધ ભૂમિ) જોઈ લીધું અને લઘુશંકા ટાળી. ત્યાર પછી અંધકાર થયો. તેનું મિથ્યાદુષ્કૃત્ય આપ્યું. એ પ્રમાણે ધર્મરૂચિ સાધુની જેમ પાંચમી સમિતિનું પાલન દ્રવ્ય-ક્ષેત્ર-કાળાનુસારે કરવું જોઈએ. | ગુપ્તિનું સામાન્ય લક્ષણ-સમ્યગ્રદર્શન અને સમ્યજ્ઞાનપૂર્વક ત્રણ પ્રકારના વેગોને શાસ્ત્રમાં કહેલી વિધિ અનુસાર પોતપોતાના માર્ગમાં સ્થાપન કરવા, તે ગુપ્તિનું સામાન્ય લક્ષણ છે. આ ગુપ્તિના મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ-એમ ત્રણ ભેદ પડે છે. તેનાં લક્ષણે નીચે મુજબ છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૮૯ મને ગુપ્તિનું લક્ષણ-સર્વ પ્રકારની કલ્પનાજાળને ત્યાગ કરી મનને રાખતા સુપ્રતિષ્ઠિત કર્યા બાદ જે આત્મરમણતા કરાય, તે “મને ગુપ્તિ” છે. અથવા કુશળ અને અકુશળ સંકલ્પના નિધને મને ગુમિ કહેવામાં આવે છે. તેમાં કુશળ સંકલ્પોનું અનુષ્ઠાન તે સરાગ સંયમાદિરૂપ છે, જ્યારે અકુશળ એથી વિપરીત સ્વભાવનું છે. કુશળમાં અર્થાત્ સરાગ સંયમાદિમાં પ્રવૃત્તિને સદ્ભાવ હેવા છતાં, સંસારના હેતુરૂપ અકુશળને જે અભાવ હોય તે તે મને ગુપ્તિ છે. રોગના નિરોધની અવસ્થામાં તે સર્વથા અભાવને જ મને ગુપ્તિ કહેવામાં આવે છે અને તે સમયમાં સર્વ કર્મને ક્ષય કરવાને જ આત્માને પરિણામ હોય છે.
વચનગુપ્તિનું લક્ષણ-વાચના, પૃચ્છના, પ્રશ્નોત્તર વિગેરે કાર્યોને ઉદ્દેશીને પણ સર્વથા વાણીને નિરોધ કરે, તે “વચનગુપ્તિ જાણવી. અન્ય શબ્દોમાં કહીએ તે ભાષાને સર્વ પ્રકારે નિરોધ યાને એક પણ અક્ષર ન ઉચ્ચાર તે વચનગુપ્તિ છે.
કાયગુપ્તિનું લક્ષણ-સુતાં, બેસતાં, કેઈ વસ્તુ મૂક્તાં, જતાં, આવતાં વિગેરે ક્રિયાઓમાં શરીરની ચેષ્ટાને સમ્યક્ પ્રકારે કાબુમાં રાખવી, તે કાયગુપ્તિ છે.
મને ગુપ્તિના ત્રણ પ્રકારે આરિૌદ્ર ધ્યાનાનુબંધી કલ્પનાજાળને ત્યાગ, એ અકુશલ નિવૃત્તિરૂપ પ્રથમ પ્રકારની મને ગુપ્તિ છે. શાસ્ત્રાનુસારી, પરલોકસાધક, ધર્મધ્યાનાનુબંધી અને માધ્યચ્ચ પરિણામરૂપ ગુપ્તિ, એ એને બીજે પ્રકાર છે. એટલે કે-ધર્મ અને શુકલ ધ્યાનમાં મનને
Page #5
--------------------------------------------------------------------------
________________
છાદિત કરી છે. પુછના વિશે પ્રકારની વચ
૧૯૦ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાળા પરવવું તે કુશલ પ્રવૃત્તિરૂપ બીજા પ્રકારની મનગુપ્તિ છે અને કુશલ–અકુશલ મનવૃત્તિના નિધપૂર્વક તમામ ચોગના નિરોધની અવસ્થા દરમિયાન આત્મરમણતા, એ રોગનિરોધરૂપ ત્રીજા પ્રકારની મને ગુપ્તિ છે.
વચનગુપ્તિના બે પ્રકારે-મુખ, મસ્તક, આંખ, હાથ વિગેરેની અર્થસૂચક ચેષ્ટારૂપ સંજ્ઞા વિગેરેના ત્યાગપૂર્વકનું મૌન, તે મૌનાવલંબનરૂપ પ્રથમ પ્રકારની વચનગુપ્તિ છે અને વાચના, પૃચ્છના વિગેરેને વિષે મુખવસ્ત્રિકાથી આછાદિત કરી વાચાનું નિયંત્રણ કરવું, તે વાગનિયમરૂપ બીજા પ્રકારની વચનગુપ્તિ છે. આ બે ભેદે દ્વારા વચનગુપ્તિથી વાણીને સર્વથા નિરોધ તેમજ સમ્યગ ભાષણ–એ બન્ને સ્વરૂપનું પ્રતિપાદન કરાય છે. ભાષા સમિતિમાં તે યથાર્થ રીતે વચનપ્રવૃત્તિ માટે જ અવકાશ છે. એથી વચનગુપ્તિ અને ભાષાસમિતિનું અંતર સ્પષ્ટ થાય છે.
કાયગુપ્તિના બે પ્રકારે–દેવાદિકૃત ઉપસર્ગો કે પરિષહોના પ્રસંગમાં પણ કાત્સગ સેવતા મુનિના શરીરની સ્થિરતા અથવા સર્વ યોગના નિષેધ સમયની કેવલજ્ઞાનીની કાયિક નિશ્ચલતા, તે “કાયિક ચેષ્ટનિવૃત્તિરૂપ” પ્રથમ પ્રકારની કાયશુદ્ધિ છે; તેમજ શાસ્ત્રમાં સૂચવ્યા મુજબ શયન, આસન, નિક્ષેપ (મૂકવું), ગ્રહણ અને ચંક્રમણ વિષે કાયાની ચેષ્ટાને નિયમમાં રાખવી, તે “ચેષ્ટા નિયમરૂપ બીજા પ્રકારની કાયમુર્તિ છે.
દૃષ્ટાંત-કઈ એક સાધુએ સાથે સાથે વિહાર કર્યો. એક અરણ્યમાં મુકામ થયે. તે અરણ્યમાં ભૂમિ બહુ જીવ
Page #6
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[૧૯૧ વ્યાકુલ હવાથી શુદ્ધ સ્થડિલ મળ્યું નહિ, તેથી તે સાધુ રાત્રિએ એક પગ પૃથ્વી પર રાખી ઉભા રહ્યા. તે જોઈને ઈદ્ર સભામાં તે સાધુની પ્રશંસા કરી. તે સાંભળીને મિથ્યાદષ્ટિ દેવતાએ સિંહરૂપે આવી ચપેટાથી પ્રહાર કર્યા. તે ચપેટાથી પડી જતાં સાધુએ વારંવાર પ્રાણીની વિરાધનાને સંભવ જાણીને મિથ્યાદુષ્કૃત આપ્યું. દેવતા પ્રગટ થયે અને સાધુની પ્રશંસા કરી ખમાવ્યા. આવી રીતે સાધુએ કાયપ્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી શક્તિ અનુસાર ધારણ કરવી જોઈએ.
ઉપર કહેલી યુક્તિથી ત્રણેય ગુપ્તિનું મુનિએ પાલન કરવું જોઈએ. તે વિષે દૃષ્ટાંત
કેઈ નગરમાં એક સાધુ શ્રાવકને ઘેર ભિક્ષા લેવા ગયા. તેમને તે શ્રાવકે નમન કરીને પૂછ્યું કે હે પૂજ્ય! તમે ત્રણ ગુપ્તિએ ગુમ છે? તેના જવાબમાં મુનિએ કહ્યું કે ત્રણ ગુપ્તિએ ગુપ્ત નથી. શ્રાવકે કારણ પૂછ્યું, એટલે મુનિએ કહ્યું કે–એક દિવસ હું કેઈને ઘેર ભિક્ષાએ ગયે. ત્યાં તેની સ્ત્રીની વેણું જોઈ મને મારી સ્ત્રીનું મરણ થયું, માટે મારે માગુપ્તિ નથી. એકદા શ્રીદત્ત નામના ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે ગયો. તેણે મને એગ્ય જાણી કેળાં વહેરાવ્યા. ત્યાંથી હું બીજે ઘેર ગયો. તે બીજા ઘરવાળાએ, તમને આ કેળાં કેણે આપ્યા–એમ પૂછ્યું, એટલે મેં સત્ય વાત જણાવી. તે શ્રાવક પેલા કેળાં આપનાર શ્રાવકને દ્વેષી હતા. પરંપરાએ ઠેષ વળે. શ્રીદત્તને રાજાએ શિક્ષા કરી તેથી મારે વાગગુપ્તિ નથી, કેમકે-શ્રેષ્ઠિને દંડ કરાવવામાં હું કારણભૂત થયે. એકદા વિહાર કરતાં અરણ્યમાં
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી જી
૧૯૨ ]
ગયા. ત્યાં થાકી જવાથી નિદ્રા પામ્યું. તે ઠેકાણે સા આવીને રહ્યો. રાત્રિએ સાથે પતિએ કહ્યું કે-હૈ મનુષ્યા ! પ્રાતઃકાળે અહીંથી વહેલા ચાલવું છે, માટે વેલાસર ભેાજનસામગ્રી તૈયાર કરી લ્યેા. તે સાંભળી સૌ રસેાઈ કરવા લાગ્યા. તે વખતે અંધકાર હાવાથી એક માણસે મારા મસ્તક પાસે પત્થર મૂકીને ચુલા કર્યાં અને અગ્નિ સળગાવ્યેા. તે અગ્નિની ગરમી લાગવાથી મેં મારૂં મસ્તક લઈ લીધું, તેથી મારે કાયષ્ટિ પણ નથી; માટે હું ભિક્ષાને ચેાગ્ય મુનિ નથી. આ પ્રમાણે તે મુનિના સત્ય ભાષણથી શ્રેષ્ઠિ અહુ હુ' પામ્યા અને મુનિને પ્રતિલાભ્યા. આ રીતે બીજા સાધુએ પણ જેવું પાતામાં હોય તેવું સત્ય જણાવવું જોઇએ.
અ. જૈન ગ્રન્થમાળા
જે સમિતિથી યુક્ત છે તે નિશ્ચયે ગુપ્તિથી પણ યુક્ત જ છે, પર`તુ જે ગુપ્તિથી યુક્ત છે તે સમિતિથી યુક્ત હાય પણ ખરા અને ન પણ હૈાય: કેમકે-કુશળ વાણી વદનાર એ વાતથી યુક્ત હાઈ ભાષાસમિતિથી પણ યુક્ત છે.
ભાષાસમિતિના વચનગુપ્તિને વિષે, એષણાસમિતિના મનાગુપ્તિને વિષે અને બાકીની સમિતિના કાયસિને વિષે સમાવેશ કરી શકાય. એટલે કે ગુપ્તિને વિષે સમિતિના અતર્ભાવ છે, એમ ઉપદેશપ્રાસાદના કથનથી જાણી શકાય છે.
આ આઠેય પ્રવચનની માતા કહેવાય છે. ચારિત્ર એ મુનિઓનું ગાત્ર (શરીર) છે. તેની ઉત્પત્તિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને આભારી છે. વળી એ ઉત્પન્ન થયેલા ચારિત્રરૂપ ગાત્રનું સર્વ ઉપદ્રવેાથી નિવારણ અને
પાષણ
Page #8
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
| [ ૧૯૩ પૂર્વક એ આઠ પાલન કરે છે, તેમજ એ ચારિત્રગાત્ર મેલથી મલિન બને છે ત્યારે આઠ તેનું સંશોધન કરે છે. આ પ્રમાણે માતાની પેઠે જનન, પરિપાલન અને સંશોધનરૂપ ક્રિયાઓ આ આઠ કરે છે, એથી એને “આઠ પ્રવચન માતા” તરીકે ઓળખાવાય છે. - પાંચ સમિતિ અને ત્રણ ગુણિથી પવિત્ર એવું જે ચારિત્ર, તે જ સમ્યક્ઝારિત્ર છે.
આઠ પ્રવચન માતામાં દ્વાદશાંગીને સમાવેશઈયોસમિતિમાં પ્રાથમિક અહિંસાવ્રતને અંતર્ભાવ થાય છે. બીજા બધા વ્રતે આ વ્રતરૂપ સરેવરની પાળ સમાન હોવાથી તેને પણ આમાં જ અંતર્ભાવ શકય છે. ભાષાસમિતિ એ નિરવદ્ય વચનરૂપ છે, એટલે સમગ્ર વચનપર્યાયને અને એથી કરીને સંપૂર્ણ દ્વાદશાંગીને એમાં અંતર્ભાવ થાય છે; કેમકે-દ્વાદશાંગી કાંઈ વચનપર્યાયથી ભિન્ન નથી. એ પ્રમાણે એષણસમિતિ વિગેરે માટે વિચારી લેવું. અથવા આ આઠેય પ્રવચન માતા સમ્યક્ઝારિત્રરૂપ છે. ચારિત્ર એ જ્ઞાન અને દર્શન વિના હોય જ નહિ અને સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રથી દ્વાદશાંગી અર્થની દષ્ટિએ ભિન્ન નથી. એટલે કે-દ્વાદશાંગીને એમાં અંતર્ભાવ થાય છે, માટે ચારિત્રધારી મુનિઓએ પ્રમાદને ત્યાગ કરીને આ આઠેય પ્રવચન માતાની ઉપાસના કરવી જોઈએ; કેમકે-તેમાં સર્વ પ્રવચનનું રહસ્ય સમાયેલું છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
s
૧૯૪ ]
શ્રી જી. એ. જેન ચન્થમાલા
વ્યવહાર-નિશ્ચયથી બાર વતનું સ્વરૂપ - [ શ્રી વીતરાગ શાસનમાં વ્યવહાર અને નિશ્ચય-એ બન્નેય નયપ્રમાણ છે. જેવી રીતે સુજ્ઞ શ્રાવકે વ્યવહારથી વ્રતસ્વરૂપને જાણે છે, તેવી રીતે નિશ્ચયથી–પરમાર્થથી પણ વતસ્વરૂપને જાણવું જોઈએ.
જ્યાં સુધી પરમાર્થથી વસ્તુ સ્વરૂપનું યપણું નથી હોતું, ત્યાં સુધી તેના ઉપાદેયનો ઈછુક ભવ્યાત્મા પણ પિતાના અપણાના અંગે તેમાં પ્રવૃત્તિ કરવા શક્તિમાન થઈ શકતું નથી. એક વસ્તુ ઉપાદેયમાં મૂકી શકાય કે નહિ તે એક જુદી વાત છે, કારણ કે–એ સૌ સૌને ક્ષપશમ ઉપર આધાર રાખે છે; કિન્તુ યપણું એ કઈ ને કઈ વખતે તથા પ્રકારનો વિશિષ્ટ પશમ થતાં ઉપાદેયવમાં ઉપયોગી થઈ શકે છે. અન્યથા તેમ બની શકતું નથી. અત્ર બનેયનું ટૂંક સ્વરૂપ આપવામાં આવેલું છે. ]
તક્રિજ્ઞાા સુધીઝા, જીર ત્રતા ”
બાર વતે મહેલા એકેક વ્રત નિશ્ચય અને વ્યવહાર-એવા બબ્બે ભેદથી કહેલા છે. તે બરાબર જાણીને સદ્દબુદ્ધિવાળા શ્રાવકેએ તે વ્રતને આદરવા ચિ કરવી.”
૧. જે બીજાના જીવને પોતાના જીવની જેમ સુધાદિ વેદનાથી પિતા સમાન જાણે તેની હિંસા કરે નહિ, એ
વ્યવહારનયની અપેક્ષાએ પહેલું વ્રત છે. ” અને આ પિતાને જીવ (આત્મા) અન્ય જીવની હિંસા કરવાવડે કમ બાંધી દુઃખ પામે છે, તેથી પિતાના આત્માને કર્માદિકને વિગ પમાડ એગ્ય છે. વળી આ આત્મા અનેક સ્વાભાવિક ગુણવાળે છે તેથી હિંસાદિવડે કર્યગ્રહણ કરવાને
Page #10
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૯૫ તેને ધર્મ નથી, એવી જ્ઞાનબુદ્ધિથી હિંસાના ત્યાગરૂપ આત્મગુણને ગ્રહણ કરે, એ “નિશ્ચયનયની અપેક્ષાએ પહેલું અહિંસાવ્રત છે.”
૨. લોકનિંદિત એવા અસત્ય ભાષણથી નિવૃત્ત થવું, એ “વ્યવહારથી બીજું વ્રત છે.” અને ત્રિકાળજ્ઞાની ભગવતે કહેલ જીવ-અજીવ (ચેતન-જડ) નું સ્વરૂપ અજ્ઞાનવડે વિપરીત કહેવું અને પરવસ્તુ જે પુદ્ગલાદિક છે તેને પોતાની કહેવી, તે જ ખરેખર “મૃષાવાદ” છે, તેનાથી વિરમવું તે “નિશ્ચયથી બીજું વ્રત છે.” આ વ્રત સિવાય બીજા વતની વિરાધના કરે તેનું ચારિત્ર જાય છે, પણ જ્ઞાન તથા દર્શન રહે છે; પરંતુ નિશ્ચય મૃષાવાદથી વિરાધિત થતાં જ્ઞાન, દર્શન ને ચારિત્ર-ત્રણેય જાય છે.
૩. જે અદત્ત એવી પરવસ્તુ ધનાદિક લે નહિ–તેનું પ્રત્યાખ્યાન કરે, તે “વ્યવહારથી ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત છે.” અને જે દ્રવ્યથી અદત્ત વસ્તુ ન લેવા ઉપરાંત પુણ્યતત્ત્વના બેંતાલીશ ભેદ પ્રાપ્ત કરવાની ઈચ્છાએ ધર્મકાર્ય કરતું નથી અને પાંચ ઇંદ્રિયોના ત્રેવીશ વિષયે, જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મની વર્ગણ વિગેરે પરવસ્તુ ગ્રહણ કરવાની ઈચ્છા કરતું નથી–તેને નિયમ કરે છે, તે “નિશ્ચચથી ત્રીજું વ્રત છે.”
૪. શ્રાવકને સ્વદારાસતેષ અને પરસ્ત્રીને ત્યાગ તથા સાધુને સર્વ સ્ત્રીઓનો ત્યાગ, એ “વ્યવહારથી ચોથું વ્રત છે” અને વિષયની અભિલાષા, મમત્વ અને તૃષ્ણાને ત્યાગ, એ “નિશ્ચયથી ચોથું વ્રત છે. અહીં એટલું સમજવું
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૯૬]
શ્રી જી. એ. જેન થન્કમાલ, કે–બાહથી સ્ત્રીનો ત્યાગ કર્યા છતાં અંતરમાં તેની લુપતા હોય છે, તે તેને વિષય સંબંધી કર્મને બંધ થયા કરે છે.
૫. શ્રાવકોને નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરવું અને મુનિઓને સર્વ પરિગ્રહને ત્યાગ કર, તે “વ્યવહારથી પાંચમું વ્રત છે.” અને ભાવકમ જે રાગ, દ્વેષ ને અજ્ઞાન તથા દ્રવ્યકર્મ, આઠ પ્રકારના કર્મ તથા દેહ અને ઇંદ્રિયના વિષયને ત્યાગ, એ “નિશ્ચયથી પાંચમું વ્રત છે.” કમદિ પરવસ્તુ પર મૂછીને ત્યાગ કરવાથી જ ભાવથી પાંચમું વત થાય છે, કારણ કે–શાસ્ત્રકારે મૂછ (આસક્તિ-મમત્વ) ને જ પરિગ્રહ કહેલો છે. “પૂછા પfrદ યુ ' ઇત્યાદિ વચનાત્,
૬. છ દિશાએ જવા-આવવાનું પરિમાણ કરવું, “તે વ્યવહારથી છઠું વ્રત છે.” અને નારકાદિ ગતિરૂપ કર્મના ગુણને જાણ તે પ્રત્યે ઉદાસીનભાવ રાખ અને સિદ્ધ અવસ્થા પ્રત્યે ઉપાદેયભાવ રાખ એ “નિશ્ચયથી છઠું વ્રત” છે.
૭. ભેગે પગ વ્રતમાં સર્વ ભાગ્ય વસ્તુનું પરિમાણ કરવું એ “વ્યવહારથી સાતમું વ્રત છે. તથા વ્યવહારનયના મતે કર્મને કર્તા અને ભક્તા જીવ જ છે અને નિશ્ચયનયને મતે કર્મનું કર્તાપણું કમને જ છે, પણ જીવને આત્માને નથી.
પુદ્ગલ કર્માદિક તણે કર્તા વ્યવહાર, કર્તા ચેતન કર્મને નિશ્ચય સુવિચારે. ”
(૫. ઉપાધ્યાયજી ) કારણ કે-મન-વચન-કાયાના એગ જ કર્મના કત્તા છે, તેમ ભક્તાપણું પણ વેગમાં જ રહેલું છે. અજ્ઞાને
Page #12
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૯૭ કરીને જીવન ઉપયોગ મિથ્યાત્વાદિ કર્મ ગ્રહણ કરવાના સાધનમાં મળે છે. પરમાર્થવૃત્તિએ તે જીવ કર્મના પુદ્દગથી ભિન્ન તથા જ્ઞાનાદિ ગુણોને કર્તા અને ભેક્તા છે. પુદ્ગલે જડ, ચલ અને તુચ્છ છે. જગના અનેક જીએ તે ભેળવી ભેગવીને ઉરિ૭૪ (એઠા) થયેલા ભેજનની જેમ મૂકી દીધેલા છે. તેવાં પુદ્ગલોને ભેગ-ઉપભેગપણે ગ્રહણ કરવાને જીવને ધર્મ નથી. આ પ્રમાણે ચિંતન કરી તેથી વિરમવું, તે “નિશ્ચયથી સાતમું વ્રત છે.”
૮. પ્રયજન વિનાના પાપકારી આરંભથી વિરામ પામવું, તે “વ્યવહારને આશ્રી આઠમું અનર્થદંડવિરમણ વ્રત છે.” અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એના ઉત્તરભેદ સત્તાવન જે કર્મબંધના હેતુ છે તેનું નિવારણ કરવું, તે “નિશ્ચયથી અનર્થદંડવિરમણ નામે આઠમું વ્રત છે.”
૯ આરંભના કાર્યને છોડી, સામાયિક કરવું, તે “વ્યવહારથી નવમું સામાયિક વ્રત છે.” અને જ્ઞાનાદિ મૂળ સત્તા ધર્મવડે સર્વ જીવેને સરખા જાણી સર્વને વિષે સમતા પરિશ્રમ રાખવા, તે “નિશ્ચયથી નવમું સામાયિક વ્રત છે.”
૧૦. નિયમિત ક્ષેત્રમાં સ્થિતિ કરવી, તે “વ્યવહારથી દશમું દેશાવળાશિક વ્રત છે.” અને શ્રુતજ્ઞાનવડે જીવાસ્તિકાય આદિ ષટ્દ્રવ્યનું સ્વરૂપ ઓળખી ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યમાં ત્યાજ્ય બુદ્ધિ રાખી જ્ઞાનમય જીવનું ધ્યાન કરવું–તેમાં સ્થિતિ કરવી, તે “ નિશ્ચયથી દશમું દેશાવળાશિક વ્રત છે.”
૧૧. અહોરાત્ર સાવદ્ય વ્યાપારને છેડી સ્વાધ્યાયધ્યાનમાં પ્રવૃત્તિ કરવી, તે “વ્યવહારથી અગિયારમું પૌષધ
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૯૮]
શ્રી જી. . જૈન ગ્રન્થમાલા વત” છે અને આત્માના ગુણનું જ્ઞાન ધ્યાનવડે પિષણ કરવું, તે “નિશ્ચયથી અગિયારમું વ્રત છે.”
૧૨. પૌષધના પારણે અથવા હંમેશાં સાધુ અને શ્રાવકોને અતિથિસંવિભાગ કરી (દાન દઈ) ભજન કરવું, તે “વ્યવહારથી બારમું અતિથિસંવિભાગ દ્રત છે.” અને પિતાના આત્માને તેમજ બીજાને જ્ઞાનાદિકનું દાન કરવું, પઠન પાઠન, શ્રવણ વિગેરે કરવું, તે નિશ્ચયથી અતિથિસંવિભાગ દ્રત છે.
આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર-અને ભેદે કરી સહિત બાર ત્રત પાંચમે ગુણઠાણે રહેલા શ્રાવકને નિશ્ચયની -સાધ્ય સાપેક્ષ બુદ્ધિપૂર્વકના હેય તે સ્વર્ગસુખને અને પરંપરાએ મેક્ષસુખને આપનારા થાય છે.
વ્યવહારરૂપ કારણ વિના નિશ્ચયરૂપ કાર્યની નિષ્પત્તિ થતી નથી, અર્થાત્ નિમિત્તકારણ વિના ઉપાદાનકારણની સિદ્ધિ થતી નથી, તેમજ નિશ્ચયની સાધ્યબુદ્ધિ વિનાને એક વ્યવહાર સાચા કારણભાવને એગ્ય કહી પણ શકાતું નથી; જેથી કઈ કેાઈને અ૫લાપ કરે તે મોક્ષને જ અ૫લાપ કરવા બરાબર છે. બંનેય નય પ્રમાણ છે અને તે પિતપિતાના ગુણઠાણાને વિષે યોગ્ય જ છે. આ વિશે ઉ. ભગવાન શ્રી યશેવિ. કહે છે કેતસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે; તેહ ધરમ વ્યવહારે જાણે, કારજ કારણ એક પ્રમાણે.
અર્થ–બતે નિશ્ચયધર્મનાં જે જે સાધન તું દેખેજાણે છે, તે તે સાધને પિતાપિતાના ગુણઠાણને વિષે ગ્યા
Page #14
--------------------------------------------------------------------------
________________ પામાયિક લેખસંગ્રહ [ 19 જ છે અને તે જ વ્યવહારથી ધર્મ કહેવાય છે. કાર્ય અને કારણ બન્નેય પ્રમાણ છે. અન્યત્ર મહષિઓએ ઉપદેશ્ય છે કે - " केवलं व्यवहारोऽन्तं, नैति नद्योघगामिवत् / सदोत्सर्गोऽप्यगच्छेदाद्, ऋजुगामीव नो मतः // 1 // " " यथैवाऽछिन्दता वृक्ष, गृह्यते तस्य तत् फलम् / व्यवहारगनुलकन्य, धातव्यो निश्चयस्तथा // 2 // " निश्चयस्तत्वसारोऽपि, व्यवहारेण निर्वहेत् / सकलस्याऽपि देवस्य, रक्षा प्राहरिकैर्भवेत् // 3 // " અર્થ “કેવળ એક વ્યવહાર નદીના પાણીના સમૂહના વહનની જેમ મોક્ષના અંતને પમાડતું નથી, તેમ એકલે ઉત્સર્ગ-નિશ્ચય પણ સરલ–સીધી રીતે સંતપણાને પમાડે છે એમ માન્ય નથી. તાત્પર્ય એ કે-વ્યવહાર અને નિશ્ચય બન્ને સાથે હોય તે જ મોક્ષના અંતને પમાડે છે. 1. જેમ વૃક્ષને નહિ છેદતાં-કાપતાં એવા પુરુષવડે વૃક્ષનું ફળ ગ્રહણ કરાય છે, તેમ વ્યવહારનું ઉલ્લંઘન નહિ કરીને નિશ્ચયને ધ્યાવવો જોઈએ-અવલંબન લેવું જોઈએ. 2. નિશ્ચયનય એ તત્વના સારરૂપ હોવા છતાં વ્યવહારવડે તેને નિર્વાહ થાય છે. જેમ સઘળા માલિકની રક્ષા કરેથી થાય છે, તેમ વ્યવહાર વિના નિશ્ચયનું રક્ષણ થઈ શકતું નથી. 3." S