SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાળા વ્યાત્રિાચારના આઠ પ્રકાર [અષ્ટ પ્રવચન માતા] ૧. ઈસમિતિ-સંયમ પાળવાને માટે ખાસ કરીને સૂર્યને પ્રકાશ થયા બાદ–સૂર્ય ઉગ્યા પછી (અને તે આથમે તે પૂર્વે) ચારેય બાજુ યુગપ્રમાણ એટલે ચાર હાથ જેટલું બરાબર જેવાપૂર્વક કાચી માટી, વનસ્પતિ, જળ, બીજ-એ સ્થાવર અને કુંથુવા, કીડી વિગેરે ત્રસ જંતુની રક્ષા માટે લેકથી અતિ વાહિત માગે પગલે પગલે સારી રીતે જોઈને ચાલવું અને સમ્યક પ્રકારે જિનપ્રવચનને અનુસારે આત્માની પ્રવૃત્તિરૂપ ચેષ્ટા કરવી, તે પહેલી ઈસમિતિ” કહેવાય છે. ગતિ કરવી તે પણ આલંબન, કાળ, માર્ગ અને યતના-એ ચાર કારણે કરીને નિયમિત કરવાની કહી છે. (૧) આલંબન તે જ્ઞાનાદિક જાણવું. જ્ઞાન એટલે સૂત્ર અને તેને અર્થ એ બન્ને રૂપ આગમ, દર્શન અને ચારિત્ર, તે પ્રત્યેક જ્ઞાનાદિકને આશ્રય કરીને અથવા બે બેના સંગે કરીને ગમન કરવાની અનુજ્ઞા આપી છે, પરંતુ જ્ઞાનાદિકના આલંબન વિના જવું–આવવું થઈ શકે નહિ. (બે બેના સંગે એટલે જ્ઞાન ને દર્શન અથવા જ્ઞાન ને ચારિત્ર અથવા દર્શન ને ચારિત્ર, આ આલંબન વિના ગતિ-વિહાર, જવા-આવવાને નિષેધ છે.) (૨) કાળ–ગમનના વિષયને માટે દિવસ જ શ્રી જિનેશ્વરદેવે કહેલો છે, પણ રાત્રે નહિ. (૩) માર્ગ–ઉન્માર્ગને ત્યાગ કરીને લેકે પુષ્કળ ચાલતા હોય તેવો માગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249590
Book TitleCharitracharna Ath Prakar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size791 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy