SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ | [ ૧૯૩ પૂર્વક એ આઠ પાલન કરે છે, તેમજ એ ચારિત્રગાત્ર મેલથી મલિન બને છે ત્યારે આઠ તેનું સંશોધન કરે છે. આ પ્રમાણે માતાની પેઠે જનન, પરિપાલન અને સંશોધનરૂપ ક્રિયાઓ આ આઠ કરે છે, એથી એને “આઠ પ્રવચન માતા” તરીકે ઓળખાવાય છે. - પાંચ સમિતિ અને ત્રણ ગુણિથી પવિત્ર એવું જે ચારિત્ર, તે જ સમ્યક્ઝારિત્ર છે. આઠ પ્રવચન માતામાં દ્વાદશાંગીને સમાવેશઈયોસમિતિમાં પ્રાથમિક અહિંસાવ્રતને અંતર્ભાવ થાય છે. બીજા બધા વ્રતે આ વ્રતરૂપ સરેવરની પાળ સમાન હોવાથી તેને પણ આમાં જ અંતર્ભાવ શકય છે. ભાષાસમિતિ એ નિરવદ્ય વચનરૂપ છે, એટલે સમગ્ર વચનપર્યાયને અને એથી કરીને સંપૂર્ણ દ્વાદશાંગીને એમાં અંતર્ભાવ થાય છે; કેમકે-દ્વાદશાંગી કાંઈ વચનપર્યાયથી ભિન્ન નથી. એ પ્રમાણે એષણસમિતિ વિગેરે માટે વિચારી લેવું. અથવા આ આઠેય પ્રવચન માતા સમ્યક્ઝારિત્રરૂપ છે. ચારિત્ર એ જ્ઞાન અને દર્શન વિના હોય જ નહિ અને સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રથી દ્વાદશાંગી અર્થની દષ્ટિએ ભિન્ન નથી. એટલે કે-દ્વાદશાંગીને એમાં અંતર્ભાવ થાય છે, માટે ચારિત્રધારી મુનિઓએ પ્રમાદને ત્યાગ કરીને આ આઠેય પ્રવચન માતાની ઉપાસના કરવી જોઈએ; કેમકે-તેમાં સર્વ પ્રવચનનું રહસ્ય સમાયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249590
Book TitleCharitracharna Ath Prakar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size791 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy