Book Title: Charitracharna Ath Prakar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 6
________________ પારમાર્થિક લેખસંગ્રહ [૧૯૧ વ્યાકુલ હવાથી શુદ્ધ સ્થડિલ મળ્યું નહિ, તેથી તે સાધુ રાત્રિએ એક પગ પૃથ્વી પર રાખી ઉભા રહ્યા. તે જોઈને ઈદ્ર સભામાં તે સાધુની પ્રશંસા કરી. તે સાંભળીને મિથ્યાદષ્ટિ દેવતાએ સિંહરૂપે આવી ચપેટાથી પ્રહાર કર્યા. તે ચપેટાથી પડી જતાં સાધુએ વારંવાર પ્રાણીની વિરાધનાને સંભવ જાણીને મિથ્યાદુષ્કૃત આપ્યું. દેવતા પ્રગટ થયે અને સાધુની પ્રશંસા કરી ખમાવ્યા. આવી રીતે સાધુએ કાયપ્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી શક્તિ અનુસાર ધારણ કરવી જોઈએ. ઉપર કહેલી યુક્તિથી ત્રણેય ગુપ્તિનું મુનિએ પાલન કરવું જોઈએ. તે વિષે દૃષ્ટાંત કેઈ નગરમાં એક સાધુ શ્રાવકને ઘેર ભિક્ષા લેવા ગયા. તેમને તે શ્રાવકે નમન કરીને પૂછ્યું કે હે પૂજ્ય! તમે ત્રણ ગુપ્તિએ ગુમ છે? તેના જવાબમાં મુનિએ કહ્યું કે ત્રણ ગુપ્તિએ ગુપ્ત નથી. શ્રાવકે કારણ પૂછ્યું, એટલે મુનિએ કહ્યું કે–એક દિવસ હું કેઈને ઘેર ભિક્ષાએ ગયે. ત્યાં તેની સ્ત્રીની વેણું જોઈ મને મારી સ્ત્રીનું મરણ થયું, માટે મારે માગુપ્તિ નથી. એકદા શ્રીદત્ત નામના ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે ગયો. તેણે મને એગ્ય જાણી કેળાં વહેરાવ્યા. ત્યાંથી હું બીજે ઘેર ગયો. તે બીજા ઘરવાળાએ, તમને આ કેળાં કેણે આપ્યા–એમ પૂછ્યું, એટલે મેં સત્ય વાત જણાવી. તે શ્રાવક પેલા કેળાં આપનાર શ્રાવકને દ્વેષી હતા. પરંપરાએ ઠેષ વળે. શ્રીદત્તને રાજાએ શિક્ષા કરી તેથી મારે વાગગુપ્તિ નથી, કેમકે-શ્રેષ્ઠિને દંડ કરાવવામાં હું કારણભૂત થયે. એકદા વિહાર કરતાં અરણ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14