Book Title: Chakshurprapyakaritawad Author(s): Punyapalsuri Publisher: Parshwabhyuday Prakashan View full book textPage 4
________________ પ્રકાશકીય . ન્યાયાસ્મોનિધિ-ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરનું નામ જિનશાસનના આકાશમાં સદાય ગુંજતું રહેશે. અનેક ગ્રંથોના રચયિતા તેઓશ્રી રચિત વક્ષરપ્રાથરિતાવા' નામક એક અપ્રગટ કૃતિનું પ્રકાશન કરતા અમારું ટ્રસ્ટ આજે અદ્વિતીય આનંદની લાગણી અનુભવી રહ્યું છે. - જિનશાસનનો અમૂલ્ય અને અલૌકિક જે શ્રુત-વારસો છે એમાંની જ આ અલભ્ય અને અપ્રગટ કૃતિ છે; ચક્ષુરપ્રાપ્યકારિતાવાદ નામની ! એના રચયિતા છે મહોપાધ્યાયજીના હુલામણા નામથી પ્રસિદ્ધ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવર ! આંખો એ પદાર્થને સ્પર્થાવગર જ પદાર્થનો અવબોધ કરે છે એ સિદ્ધાન્તનું જિનશાસનમાન્ય તર્કબદ્ધમંડન અને આંખો પદાર્થને સ્પર્શીને જ પદાર્થનો અવબોધ કરે છે એવું માનતા અનેક પરિવાદીઓની માન્યતાનું શાસ્ત્રસાપેક્ષ ખંડન એ આ ગ્રંથની વિષયવસ્તુ છે આ અંગેની બધી રજૂઆતો આ જ પુસ્તકની પ્રસ્તાવનામાં, તથા “મારે કાંઈક કહેવું છે એમાં જણાવાઈ હોવાથી અમે એનું પુનરાવર્તન કરતા નથી. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું હિતકર રહેશે. અમારી વિનંતિથી આ ગ્રંથનું પ્રકાશન કરવા માટે જે જે મહાત્માઓએ પુરુષાર્થ કર્યો છે તેમાં સૌ પ્રથમ સુવિશાલગચ્છના અધિપતિ-પ્રવચનપ્રદીપ-સિદ્ધાંતપ્રભાવક પૂ. આ.ભ. શ્રીમવિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા - તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રીમવિજય ભુવનભૂષણસૂરીશ્વરજી મ.સા., તથા પૂ. મુનિશ્રી વિરતીન્દ્રવિજયજી મ.સા./પૂ. મુનિ શ્રી કીર્તીન્દ્રવિજયજી મ.સા. આદિ પૂજયોને અમે યાદ કર્યા વિના રહી શકતા નથી તેઓના મળેલા સહયોગે જ અમે આ પરિણામ આપી શક્યા છીએ. પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનમાં પોતાના પરમોપકારી પૂજ્ય ગુરુવર્યોના સદુપદેશથી સંઘના જ્ઞાનનિધિમાંથી લાભ લઈને લાભાર્થી બનેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન શ્વે.મૂ.પૂ. તપા. સંઘ-નાસિકનો અમે હાર્દિક આભાર માનવા સાથે શ્રુત-સુરક્ષાના આ કાર્યમાં તેઓના આ યોગદાનને અમે ક્યારેય વિસરશું નહિ. ભવિષ્યમાં પણ આવી જ શ્રુતભક્તિ પ્રદર્શિત કરી સંઘના જ્ઞાનદ્રવ્યનો સદુપયોગ કરતા રહે એવી શુભેચ્છા રાખીએ છીએ. અમારા ટ્રસ્ટ દ્વારા પ્રથમવાર જ પ્રકાશિત થઈ રહેલ પૂ. મહોપાધ્યાયશ્રીજીના આ ગ્રંથના પ્રકાશન દ્વારા સૌ સજ્જનો સમ્યજ્ઞાન - સમ્યગદર્શન અને સમ્મચારિત્રની વિશુદ્ધ પરિણતિને પામી આત્માનું અનંત ઐશ્વર્ય પ્રાપ્ત કરે એ જ શુભેચ્છા ! પાશ્વભ્યદય પ્રકાશન - અમદાવાદPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 268