Book Title: Buddhiprabha 1965 08 SrNo 69
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 13
________________ [tt તા. ૧૦-૮-૧૯૬૫ જૈન ડાયજેસ્ટ અનંતાનુબંધી કષાયોના ઉપશમાદિ ભાવથી ભાવ સમાપન પ્રગટે છે. સર્વ દેહધારીઓને સામાન્યતઃ આત્મસાક્ષીએ ખમાવવાથી અનંતભવનાં કૃતકર્મોની નિર્જ થાય છે. ખામેમિ સવ્વજીવે, સવજીવા ખમંતુ મે; મિરીમે સર્વ ભૂષ વેર મજઝ ન કેણઈ...”—હું સર્વ જીવોને ખમાતું છું અને સર્વ જી અમે ખમા. સર્વ જીવોની સાથે મારે મૈત્રી છે, કેઈની પણ સાથે મારે વિર નથી. મૈત્રીભાવથી વૈરની શાંતિ થાય છે. વરને વરરૂપ પ્રતિબદલાથી તો વૈરની વૃદ્ધિ જ થાય છે. શુદ્ધ પ્રેમથી વર શમે છે. ક્ષમાથી વૈર શમે છે. પાક્ષિક ક્ષમાપનાથી સંજવલન ક્રોધ-માન-માયા અને લોભને ઉપશમ તથા ક્ષયપશમ થાય છે. દૈનિક ક્ષમાપનાથી કવાની ઘણી મંતા થાય છે અને આત્માની અતિ વિશુદ્ધિ થાય છે. ચાતુર્માસિક ક્ષમાપનાથી પ્રત્યાખ્યાની કષાયને અત્યંત ઉપશમ થાય છે. અને સાંવત્સરિક ક્ષમાપનાથી અપ્રત્યાખ્યાની કષાયનું ઘણું જોર ટળે છે તેમજ અનંતાનુબંધી કષાયને ઉદય થતો નથી, માટે સર્વાત્માઓને પિતાના આત્માની જેમ જાણવા અને ક્ષમાપના કરી અહર્નિશ વર્તવું. સાધર્મિકેની સાથે ક્રોધાદિક કક્ષાએ ન થવા જોઈએ અને અનેક સુદ કારણેથી થયા હોય તો તુર્ત તેઓની માફી માંગી લેવી. જે માફી માંગી ખમાવે છે તે આરાધક છે અને જે સહામો ખરા અને શુદ્ધ અંત:કરણથી ખમાવતા નથી તે વિરાધક છે. પોતાના પાડેલા નામની અને દેહાદિરૂપની અહંવૃત્તિ ટળે તે જ ક્ષમાપનાની બુદ્ધિ પ્રગટે છે. આત્માર્થી જીવને ખમતાં ખમાવતાં ચંદનબાળાની જેમ કેવળજ્ઞાન પ્રગટે છે. ક્ષમાપનાથી આમાની અત્યતં વિશુદ્ધિ થાય છે અને તેથી અશુદ્ધ આચારો અને પાપમય વિચારો ટળી જાય છે અને તેથી ભભવની વૈર કર્મની પરંપરા રહેતી નથી. કુળાચારે વા રૂઢ ધર્માચારે ગાડરીયા પ્રવાહ-મિચ્છામિ દુકકડએમ માત્ર કહેવાથી અને પશ્ચાતાપ નહિ થવાથી આત્માની શુદ્ધિ થતી નથી. માટે જ –

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36