Book Title: Buddhiprabha 1965 08 SrNo 69
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪] બુદ્ધિપ્રભા તા. ૧૮-૧૯૬૫ માયસ્થ અને કારણ્ય એ ચાર ભાવનાઓને વારંવાર ભાવવાથી ક્ષમાપનાની દશામાં શુદ્ધિ થાય છે. આત્મા અને કર્મનું સ્વરૂપ વિચારતાં સર્વ જીવો કર્મના વરે શુભાશુભ પ્રવૃત્તિ કરે છે. તેમાં દોષ મૂળ છને નથી. પરંતુ તેઓના કર્મની પરિણતિને દે છે. આથી છો પર ધ કે વૈર કરવાથી શું ફાયદો ? જીવો પર વિર ઝેર કરવાનું કેઈ કારણ નથી. કર્મ તો દારુની જેમ છે. તે છાની અવળી બુદ્ધિ કરે છે. તેમાં મને કંઈ વાંક નથી. ખરેખર છે તેમાં વાંક કર્મને જ છે. માટે સર્વ જી પર મિત્રીભાવ ધારણ કરીને સર્વ જીવોને ખમાવવા. પ્રભુ મહાવીર દેવે જેવી ચંડકૌશિક પર તેમજ સંગમદેવ ઉપર ક્ષમા ધારણ કરી હતી તેવી ક્ષમા ધારણ કરીને અપરાધીઓનું શુભ ચિંતવવું. અને તેઓ પર સમભાવ ધારણ કર. તેઓ તે અજ્ઞાન, મેહરૂપ શત્રુઓથી સંસારમાં બંધાયેલા છે માટે તેઓ ઉપર તે ઉટી દયા ચિંતવવી. પિતાના નિમિત્ત બીજાઓને કષાય થતાં તેઓ પર શુદ્ધ ને શુભ ભાવ ધારણ કરે અને શક્તિ હોય તો તેઓને અજ્ઞાન તેમજ મેહમાંથી ઉદ્ધાર કરો. બીજ મનુ વગેરેના અપરાધે કર્યા હોય અને તેઓ જીવતા હોય તે છતી શક્તિએ તેઓ પાસે જઈને તેઓની અપરાધ માટે નમ્રતાથી માફી માંગવી આમ કરતાં કદાચ સામે મનુષ્ય ગુસ્સે થાય અને તેથી તમારે પણ ગુસ્સે થવાને પ્રસંગ ઊભો થાય તે પણ તેમ ગુસ્સે નહિ થતાં ઘણી જ નમ્રતાથી તેઓની ક્ષમા માંગવી. ધર્મનું મૂળ ક્ષમા છે. ખમાવવા જતા બીજાઓના આત્માઓ ઉપશાંત થાય તેવી મન–વાણી અને કાયાની પ્રવૃત્તિ કરવી. તેઓ પોતાને ન ખમાવે અને વૈર રાખે તે તેઓનું તે જાણે પણ આપણે તે સાચા ભાવથી ખમાવી પાછું વેર ન રાખવું. અને પુનઃ અપરાધ ન કરવા–આમ વર્તવાથી અવશ્ય મુકિતની પ્રાપ્તિ થાય છે. વરને બદલે વૈરથી લે એવી પરમેશ્વરની આજ્ઞા નથી. વિરનો બદલો તે શુદ્ધ પ્રેમથી વાળે અને ઉપકારથી વાળ એવી શ્રી મહાવીર પરમેશ્વરની આજ્ઞા છે. આપણે ક્ષમાપના કરીએ પણ બીજા તેમ ન કરે તે શ્રદ્ધા ન ગુમાવે !! આત્માની શુદ્ધિ તે ક્ષમાપના કરવાથી જ છે એમ - શ્રદ્ધા રાખીને ક્ષમાપના કરે ! ! !

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36