Book Title: Buddhiprabha 1961 08 SrNo 22 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 5
________________ ( ૩ ) AL ' rs ગંગાના ઓવારથી પણ છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી Hiiiii 1 પ્રભુ મહાવીર દેવનાં વચને શ્રવણ કરીને તથા વાંચીને સત્યસાર ગ્રહણ કર્વા લક્ષ્ય વુિં ગમે તે જૈન ગમે તે ધર્મક્રિયા કરે. સ્વાધિકાર ભેદ ભિન્ન ભિન્ન ક્રિયા વિધ હેય તે પણ તેથી મન વાણી કાયાની શુદ્ધિ થતી હોય છે તેથી તેની પ્રગતિ છે. ગાય વગેરેન દોહવાની તથા વલેણું લેવાની ભિન્ન ભિન્ન વિધિ હોય પણ તેથી દુધ અને ઘનની પ્રાપ્તિ થતી હોય તો તેમાં અવિરોધ પક્ષ દૃષ્ટિએ છે. કોઈ ગવાળા અમુક પ્રથમ માસમાં પર્યુષણ કરે, કે અધિક માસમાં પણ કરે, કે ચાથનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે, કે પાંચમનું સાંવત્સરિક પ્રતિમણ કરે, કેઈ ત્રણ સ્તુતિ માને, કે ચાર સ્તુતિ માન. પરંતુ તેઓ જે આત્મવિશુદ્ધિ તરફ આગળ વધતા હોય અને સમભાવે આત્માની ઉન્નતિ સાધતા હેય, મન, વાણી અને કાયાને સંયમ સાધતા હોવ, કલેશ દામહ વિના વીતરાગ ભાવની વૃદ્ધિ કરી કષાને જીવતા હોય તો તે સર્વ ભિન્ન ભિન્ન ક્રિયાદિ દ્વારા આત્માની પરમાત્મતા પ્રગટાવવા રૂપ પ્રભુ મહાવીરની આજ્ઞાના આરાધક છે પણ વિરાધક નથી એમ જાણવું. પર્વ કિયાચારાદિ સાધન છે એ સાધનોથી આ ની વિશુદ્ધિ કરવી એ જ મુખ્ય ધ્યેય છે. તેથી તેવા એયની પ્રાપ્તિ માટે ભિન્ન ભિન્ન ગચ્છાદિક આચારને સાધતા અને પરસ્પરમાં આત્મભાવે વર્તતા જેને સમભાવે મુક્તિ પામી શકે છે. એમાં અંશમાત્ર શંકા નથી. કેઈપણ જીવને શંકામાં ન નાખે. કેઇન કેઈપણ કાપશમ કરનારી પ્રવૃત્તિથી પાછો ન પાડ. જેને જેમાં રૂચિ શ્રદ્ધા હેય તે દ્વારા તેને આત્માની વિશુદ્ધિ તરફ જવા સુચના કરી તે જ હિતાવહ છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36