Book Title: Buddhiprabha 1961 08 SrNo 22 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 9
________________ તારા કાળા કાળા નીચે છુપાયેલે નિર્મળ, સંગેમરમરના આરસ જેવો ચહેરો જોઉં છું ને મને પેલે કાળા વાદળાની કીનાર પર લટકેલે ચંદ્રમા પણ ફીક લાગે છે !!! હું શમનાં સ્વસ્તિક કરુ છું હું લાગણીનાં નિવેધ ધરું છું અને શબ્દોના દીપ પટાવી તારી આરતી ઉતારું છું. તારા સૂા અવાજમાંથી એક એવા મીઠા ને મધુરે રવ રણુકી રહ્યો છે કે જાણે કોઈ બંસી. બજેય ઉતાદ એની બંસીમાંથી મૃદુલ ને મંજુલ સ્વર ને છેડી રહ્યો હોય છે. વર્ધમાન ! આજ હું તને મારા પ્રાણનાથને નથી જોઈ રહી. હું તો આજ મુત પ્રવાસના મહાયાત્રીના આમ સૌન્દર્યનું પાન કરી રહી છું. અને-- વહાલા ! તને રીઝવવા મારી પાસે સેનાચાંદીના ટુકડા નથી, રંગબેરંગી ભેટ સોગાદ નથી. તારા વિલેપન માટે મારી પાસે મહેંક મહેક થતાં મેંઘા અત્તર નથી. તારી પૂજા માટે પારિજાતક કે ગુલાબના ફુલે નથી. તારી આંગી ભાટે હરા, માણેક ને મેતી પણ નથી. તે અકિંચન છું, દેવ! મારે. હું તે તારી ભેળી સુરતને પૂજારી છું. મારી પાસે તે અંતરના અરમાન છે. હેવાની જીણી વેદના છે. તને ધરવા માટે મારી પાસે માત્ર ભાવના જ છે. અને તું સ્વીકારે તે તારા અર્થ માટે મારા જિગરનું ખૂન છે. તારી આજની આ મંગલમૂર્તિને હું કદી નહિ ભૂલું, ક્યારેય નહિ વિસરુ, વહાલા ! કયારે, કયારેય નહિ... તારે દર્શનનો જ મને શેખ છે. અને હું તારા દર્શન માટે રેડી આવું છું. તારી રાહમાં નજર પાથરીને બેસી રહું છું. તારા ગીત ગાઉં છું અને તારું નામ સ્તવન કરું છું. આજના જેવી ભાવના સભર, પ્રેમભીની, શાંત ને ઓજસ્વિ એવી તારી આ મૂરત મેં ક્યારેય નથી જોઇ. આથી વે કરૂં છું, પ્રિયે ! તારી આજની છબિ જે ફરી ફરી જોવા મળે તે મારી લાખ લાખ જિંદગી તને સમર્પણ કરી પ્રિયે! તું તે મારે દેવ છે. ભગવાન છે. પ્રાણનાથ છે. મારે તે તું અંતર્યામી છે !! તું ન રીઝે તો ભલે, પણ મારે તને રીઝવે છે. અને હું તને ઝંખા કરીશ, તારા માટે ઝર્યા કરીશ. તારી યાદને વધુ ને વધુ ગાઢ કરો જ. અને તારા ગીત ગાતે ગાતે તારા એ પવિત્ર ધામની યાત્રા કરતા કરતે હું મારો ધર્મ બજાવે જઈશ. હું તને ચાહ્યા કરીશ. ખ્યા કરીશ. તારા મિલન માટે ઝૂર્યા કરીશ. કારણ ન પૂછીશ, વહાલા ! કેમ કે તું તે મારે દેવ છેભગવાન છે ! મારું જીવન ધત છેતું તે મારે અંતર્યામી છે ! નાથ! તારી પૂજા એ મારે ધર્મ છે. તારી ભાવના એ મારું સંગીત છે. તારું નામસ્તવન એ મારી ધૂન છે. હૃધ્ય મંદિરમાં તારી મૂર્તિ બિરાજે છે અને હું ભાવનાના તાર પર કળશ પર કળશ કરે જઉંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36