Book Title: Buddhiprabha 1961 08 SrNo 22
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 28
________________ (૨૬) વિકાસની નકકર સાધનાને પામી શકશે પર કે? એ પિતાના જીવનમાં સુખ, શાંતિ કે ઉન્નતિની સાધનામાં ફલીભૂત બનશે કે કેમ ? વર્તમાન દુનિયાના પ્રવાહનું ઉડુ અવગાહન કરનારા જિજ્ઞાસુ માને આ પ્રશ્નો જરૂર મુંઝવી નાખે તેવા છે. જવાબ એક જ હોઈ શકે, “માનવ સમાજ સુખ-શાંતિ કે આબાદીને નિશંક પામી શકશે. જીવન વિકાસની સાધનામાગે તે આગેકદમ ભરી શકશે પણ તે માટે આજે તે જે હવા, જે વાતાવરણ અને જે દુનિયા ઉત્ની કરી છે તેનું વિસર્જન જરૂર કરવું પડશે. આજે માનવે વિધાસ-ધાનું વાતાવરણ સર્ષવાનાં જરૂર છે. પે.સાના ભણતર દ્વારા અન્ય સર્વ શ્રેણીમાત્રનાં સુખ, લાગણ કે તેના વ્યકિતત્વને સમજવાની જરૂર છે, પોતાના સ્વાર્થને ગૌણ કરી અન્ય સો કોઈના સ્વાર્થને પ્રાધાન્ય આપતાં શિખવું પડશે, જીવનની ઉન્નતિનું આ પહેલું પગથીયું છે. આજે ભલભલા ડાહ્યા ગણાતાઓનાં દિલ-દિમાગમાંથી ભુલાઈ ગયું છે. પરિણામ આજે આપણી આંખ સમક્ષ ઉઘાડું છે. “એ બાન ! સુખ, શાંતિ કે આબાદી જેની હોય તે તમે તમારા આત્મામાં કાઈ રહેલા અનંત અર્ચના ખજાનાને ઉધાર ! આવ, તમારા આત્માને જમાડી ! સંસાર સમસ્તના આત્માને તમારા જ આત્મરૂપે માનીને તે સર્વને નમે તમારા સ્વરૂપે જુઓ ! જૈન દર્શને ફરમાવેલ આ વિશ્વમંગલને પાવનકારી સિદ્ધાંત વાસ્તવિક રીતે અભ્યદય કે સર્વોદયને રાજમાર્ગ છે. જે વર્ષના પ્રત્યેક ધમાંરાધનાઓ, નાનામાં નાની ક્યિા, ત્રત કે તપની આચરણા, આજે એક સિધાંતના અંગ ઉપાંગરૂપ છે. માનવ સંસારના કક્ષા કાજે શ્રી અનંતજ્ઞાની સર્વર ભગવંતે એ સદા સકલને માટે સર્વ જીવોના હિતની એકાંત વાસમાં છિએ આ તપદેશ આપે છે. ધર્મનું એકપણ અનુષ્ઠાન કે આરાધના એવી નથી કે જેમાં જીવમાત્ર પ્રત્યે ભેદષ્ટિ રાખવાનું વિદિત હૈય, વિશાળ એવી અદ દષ્ટિ બનાવીને, માત્ર પ્રત્યેના આમ સ્વરૂપને જાણી-સમજીને, જડમાત્રના ભેદને માનવ વિવેકપૂર્વક સમજતા બને તે માટે જૈન ધર્મમાં પર્વ દિવસની તેમજ મહાપર્વના દિવસની આરાધના કે ઉપાસના કરવાનું વિધાન છે. આત્મભાન ભૂલીને નિજનાં ઘરને છોડીને ભટકી રહેલા અનંત ઐશ્વર્યના સ્વામી ચૈતન્યને જગાડીને તેનાં પિતાનાં સ્વરૂપમાં રમણ કરવાને શુભ સદેશ પર્વ દિવસની આરા ધના પ્રાણ છે. એ હકીકત ભૂલવી જોઈતી નથી. કહેવું જરૂરી છે કે સર્વ ધર્મે જે વસ્તુ પાકારી-પકારીને કહે છે તે વિશ્વશાંતિનું પ્રથમ દ્વારા વિશ્વમૈત્રી આજના સંસાર ફરે શિખવા પડશે. વિશ્વકલ્યાણની મંગલભાવનાના પાઠ માનવસંસારે આજે ભણવાના રહેશે. વર, વિદ્રોહ તેમજ વૈમનસની પીતી આગને ઠારવી પડશે. ક્ષમા, સતિષ, આભદમન તેમજ મનોનિગ્રહ અને સંયમ, સચ્ચાઈનું તત્વ જીવનમાં સરલદિલે, સ્વચ્છવૃત્તિ તાણાવાણાની જેમ વણી લેવું પડશે. જગતના ધર્મો, સંપ્રદાય કે ધર્માચાર્યો જે વસ્તુને કદાચ આવતી કાલે સ્વીકારવા તૈયાર થશે, દુનિયાના તત્વજ્ઞાનીઓ કે મહારાજ્યો ભાવિમાં કદાચ આ હકીકતને કબુલવા હા ભણી, પણ જૈન ધર્મ તે ઠેઠ અનાદિ કાલથી એક જ મંગળ, મંજુલ તથા ભવ્ય જીવન સંદેશ આપી રહ્યો છે કે એટલું જરૂર યાદ રાખજો કે -- જ્યારે માનવ, ધર્મને બદલે ધનની, વિરાગને બદલે વાસનાની, સંતને બદલે સંપત્તિની, ત્યાગને બદલે ભગની તથા માનવતાને બદલે દાનવતાની પગદંડી પર પ્રયાસ કરશે, ત્યારે માનવના હૈયામાં સુખની કલ્પના પણ કરવી તે આકાશ પમ્પ સમાન અસંભવીત છે. આવા કંઈક ભવનમાં વિચાર કરી માનવ સત્ય પયપર આવે, એ હેતુથી જ્ઞાનીઓ લેકાર

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36