________________ BUDDHI PRABHA-CAMBAY Regd. No. B. 9045 ક્ષમા યાચના પ્રાસંગિક શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરી જી કઈ માત્ર એકાદ સંપ્રદાય કે એક ગચ્છના સાધુ ને હતા. એમણે સજેલું તત્વજ્ઞાત કે ભજન માત્ર જૈન સમાજ પુરતા મર્યાદિત ન હતા. સમગ્ર વિશ્વ કલ્યાણની ભાવનાથી એમની કલમ ચાલી હતી. અને ઘણી જ નીડરતાથી એમણે એ ધ્યેય માટે પિતાનું જીવન ખર્ચી નાંખ્યું હતું. એમણે આદરેલું" કાય અધૂરું રહી ન જાય અને ચાલુ રહે એ જોવાની ને એ કામ સંભાળવાની સૌની ફરજ છે. અને અમે “બુદ્ધિપ્રભા” પુનઃ પ્રગટ કરી અમે અમારી ફરજ અદા કરી રહ્યા છીએ. ‘બુદ્ધિ પ્રભા” એ આજ સુધી સમાજને જમાના ની ભૂખ પ્રમાણે, આધુનિક સ્વાંગમાં સજાવેલી બે ધમઢ વાર્તાઓ, પક્ષેથી પર એવા લેખે, વિશ્વ કલ્યાણ ની ભાવના થી સભર એવી ચિંતન કણિકાઓ, શ્રીમદ્જીનું સમર્થ સાહિત્ય અને ઇતર સમાજ પણ હોશે હોશે વાંચે અને ભ. મહાવીરની વિશ્વ પ્રતિભાને પીછાણે એવા તેમના ગદ્ય કાન્થા તેમજ શાસન સમાચાર વિ. આપ્યા છે. આ સામયિક ચલાવતાં અમે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને આજ પણ કરીએ છીએ, અને એ બધા માં થી પસાર થતાં આજ અમે દેઢ વરસની મજલ કાપી ચૂક્યા છીએ. | આ સફરમાં ઘણી વખત અકે અનિયમિત રવાના થયા છે આથી ઘણાને રોષ . ને સુરક્ષાના કારણુરૂપ અમે બન્યા છીએ. પરંતુ કોઇનો ય એ હેતુ ન હોય કે નાહક કોઈને ગુરસે કરવે. કેટલાક અનિવાર્ય કારણોને લઈ’ આમ બનવા પામે છે. લેખક મિત્રોને પણ તેમના લેખ પ્રકાશન માટે મન દુઃ ખ થયું જ હશે. કેટલાક વાચક મિત્રોને પણ “બુદ્ધિપ્રમા” ની વાચન સામગ્રીથી મન દુઃખ થયું હશે. | અમારાથી જેઓને કંઈપણ મનદુઃખ થયું હોય, બીજા પણ કે ઈ પ્રકારની તકલીફ પડી હોય અને તેમને ગુસ્સો થયેલ હોય તો એ સૌ પાપની અમે ત્રિવિધે ક્ષમા યાચીએ છીએ. અને અમે ‘બુદ્ધિ પ્રભા” વિષે આપને જે કે ઇ અભિપ્રાય હોય તેને સહર્ષ આવકારીએ છીએ. આપ જરૂર આપનો અભિપ્રાય મોકલે, -તંત્રીઓ આ માસિક માણેકલાલ હરજીવનદાસ શાહે “ગુજરાત ટાઈમ્સ'' પ્રિન્ટીંગ પ્રેસ નડીઆદમાં છાપ્યું અને તેના પ્રકાશક બુધિપ્રભા સંરક્ષક મંડળ વતી હિંમતલાલ છોટાલાલે ત્રણ દરવાજા ખંભાતમાંથી પ્રમણ કર્યું”