Book Title: Buddhiprabha 1961 02 03 SrNo 16 17
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 10
________________ પ્રીતિના કેટલાક ટૂકડા એવા હેવ છે કે જાણે જેમાં જ કરીએ, જોયા જ કરીએ. જીવંત પ્રકૃતિને એ એ જ ખંડ હતો. અનિમેષ આખે બસ એને નિરખ્યા જ કરીએ, નિહાળ્યા જ કરીએ, સૌન્દર્યને એ સ્ફલિગ હતો. એ ત્યાં જ ત્યાં પ્રકૃતિ હસી ઊહતી, એ જયાં ડગ મૂકતે ત્યાં ધરતી નાચી ઊઠતી. એની વાણમાં હુંકાર હતો. એ અવાજ કરતે ને દુનિયા મૂકી પડતી. mતના સામ્રાજ્યને ચરણમાં ઝુકાવે એવું એનું વ્યકિતત્ય હતું, ઊંચી દેહ યષ્ટિ હતી. પહેળી છાતી હતી. માંસલ ને સ્નાયુબદ્ધ એના હાથપગ હતાં, એની આંખમાં વીજળી દોડતી હતી. એના હોઠ પર દુનિયાને ઘેલું કરે એવું હાસ્ય હતું. એના અંગે અંગમાં ચપળતા હતી. એના લેહીમાં ચાંચય દોડાદોડ કરતું હતું. સૃષ્ટિને એ શહેનશાહ હતા. જગત આખું એનું આધિપત્ય સ્વીકારતું હતું. એને ચરણોમાં દુનિયા ઝુકતી હતી. એ કયારે જનમ્યો, કયાં ઉછર્યો, કે એની ભા, કણ એનો બાપ કોઈની એને કશી જ ખબર ન હતી. કોઈએ એને આ કશું જ પૂછયું ન હતું. અને કોઈએ એને પૂછયું હોત તે એની પાસે જવાબ પણ ન હતા. પણ હા, એ આટલું ઘણીવાર કહે, “જગત પર સામ્રાજ્ય કરવાને માટે મારે જનમ થ છે.” બસ એની જિંદગીની આટલી જ ગાથા હતી.. એની જિલ્શીને આટલે જ ઈતિહાસ હતે. પણું વ્યકિતતવને કુટુંબના બંધને શાં? પ્રતિભાને વળી ગુલામી થી ? એને એની આગવી પ્રતિભા હતી. એનું એક અનોખું જ વ્યકિતત્વ હતું. દુનિયાની તમામ સમૃદ્ધિ એનાં ચરણોમાં બેસતી હતી. જગતનો સઘળો વૈભવ એના મહેલમાં સલામ ભરતે હતે. કશાની એને બેટ ન હતી. કઈ ચીજની એને ઉગ્રુપ ન હતી. પણ દુનિયાની તમામ દૌલન હવે એને કંટાળો આપતી હતી. વૈભવ એને ખેંચતો હતે. અખૂટ સમૃદ્ધિ હોવા છતાં ય એને સાતમ આજ પિ અનુભવ હતા, એનું હૈયું કંઈકે માંગી રહ્યું હતું. એની ઊર્મિઓ હવે એને પજવતી હતી. એનું સદન એને બેચેન બનાવી રહ્યું હતું. લાગણીએ એના જીવનને હિલેળ ચડાવતી હતી. ઘડી એ ઊંચે જતું હતું, ઘડી નીચે જતો હતો. ક્યાંય એના દિલને આરામ ન હતો. એનું હૈયું સનાતન ભૂખ અનુભવી રહ્યું હતું. એનું અંતર મીઠા સાહચર્ય માટે તડપતું હતું. એનું અંતર હુંફ માંગતું હતું. એના જીગરને ઉખાની જરૂર હતી. એ બેચેન હતા, બાવરે હતે. એક દિવસની આ વાત છે. એ ફરવા નીકળ્યા હતા, ગામડાની વાટ હતી. લીલાછમ ખેતર હતાં, ઝાડે એક બીજા પર મી રહ્યાં હતાં. સવારનો સમય હતો, ખૂલું આકાશ હતું. ખૂશનુમા હવા હતી. ધરતીમાંથી વરસાદની સુવાસ આવી રહી હતી. જીવનને ભરી દે એવું વાતાવરણ હતું. એ વિચારોમાં ચાલ્યા જ હતા. ના એની કોઈ મંઝીલ હતી. ન એની કઈ દીશા હતી. બસ બેભાનપણે એ સાથે જ જતો હતે. એકાએક એ અટકી ગયે. | દર પેલી પરસાળમાં ખેડૂતની એક કન્યા છાણું ગુંદી રહી હતી. ભડક પગે એ બેઠી હતી. ખૂલ્લા પમ હતાં. ઢીચણ ઉપર ચણિયે ચઢી ગયું હતું, અને એના માંસલ ગેરા પગ જવાનીને આહવાહન કરી રહ્યા હતા, એહેણું માથેથી ખસી ગયું હતું. ગુલાબી વદન પર અમનાં બિંદુ જમ્યાં હતાં. કમળના ફુલ પર જાણે જાકળના ટીપા પડેષાં હતાં ! હાથ ખરડાયેલાં હતાં. અને એ એના કામમાં મશગૂલ હતી, પાંપણ તળેલી હતી, હેઠ બીડાયેલાં હતું.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36