Book Title: Buddhiprabha 1914 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ બુદ્ધિપ્રબા. વિચાર કરતાં પ્રથમ પ્રશ્ન ઉભવે છે કે હાલમાં જનસમુહની આર્થિક સ્થિતિ કેવા પ્રકારની છે? કે પાસે વ્યવહારીક જીવન ગાળવા પુરતું કે લોકોપયોગી આશિક. કામમાં વ્યય અથવા સંનતિ લાભાર્થે સંચય કરતાં વધે એટલું છે? હિંદુસ્તાનના લેકોની આર્થિક સ્થિતિ, પચાસ વર્ષે પર હતી તેના કરતાં સુધરી કે બગડી છે એ બાબત અથે શાસ્ત્રી અને રાજનીતિજ્ઞ પુરૂષોમાં મતભેદ ચાલે છે. એકંદર વસ્તીનું પ્રમાણ લઈ સરાસરી રીતે દરેક મનુષ્યની વાર્ષિક ઉપજ પહેલાં કરતાં ઓછી થઈ છે એવો એક પ્રશ્ન છે. બીજો મત એવો છે કે સરેરાસ ઉપજ વધી છે. દેશ પરદેશ જોડે વ્યાપાર સંબંધને લીધે લોકોમાં પૈસો વધે છે, તથા લેકિની વ્યય કરવાની શક્તિ તથા વલણ વધ્યું છે. આ મહાન ગુંચવણ ભરેલા પ્રશ્નને સંતોષકારક નિર્ણય કરવો એ મુશ્કેલ છે, તે પણ આટલું તે દરેક પક્ષ કબુલ કરશે જ કે જરૂરીઆત વસ્તુ તથા અનાજ જેવા ખાદ્ય પદાર્થોની કીમત વધી છે, એટલે તે પરિણામ તે એકજ આવ્યું. કારણ કે દિવ્ય ચદ્ધિના પ્રમાણમાં વ્યય વધો, એટલે સાધારણ વર્ગના તથા ગરીબ વર્ગની આર્થિક સ્થિતિ તેવી જ રહી. બલકે કંઈક ઉતરી. દ્રવ્યવાનની વાત જુદી છે. તેમને પદાર્થની કિંમતને વધારો અસર કરતા નથી. મધ્યમ વર્ગને ચાકરીઆન વર્ગ તથા વ્યાપારી વર્ગ, મજુર તથા ખેડુત વર્ગની સ્થિતિ કેવા પ્રકારની છે ? ચાકરીઆત વર્ગના પગારમાં વધારો થયે છે તથા મજુરોની રોજીમાં પણ પ્રથમના કરતાં વધારે થયો છે એમાં શંકા નથી. પણ વ્યય તથા પદાર્થની કિંમતમાં વધારો થયો છે એટલે એકંદર રીતે આ બંને વની સ્થિતિ સુધ રવાને બદલે દયાજનક બની છે. કારીગર તથા મજુર વર્ગની દૈનિક રેજી વધી તેમાં વન્યું શું? સાંજ પડતાં કામપરથી છુટીને ગૃહ તરફ જતાં જરૂરીઆત વસ્તુઓની ખરીદ કરવામાં રોજ પુરી થાય છે. મુંબઇ જેવા મોટા રાહેરોમાં બંધાતાં મકાનમાં ભ્રમમાં રોકાયેલા કારી. ગ, સુથાર, કડી, સલાટ વગેરે ઘણું લેકની રેજી વધી છે. એ ખરું. દેશમાં પણ કારીગર લોકોને રોજ વળે છે એ સત્ય છે, પણ તેમાં ફાયદો શું? જ્યાં સુધી ૫ની ખરીદ કરવા િશકિત વી નથી સાં સુધી રેજને વધારે નકામા છે, વ્યાપારી વર્ગની સ્થિતિ તપાસશે તો શું જશે ? પરદેશ જોડે વેપાર સંબંધ વધવાથી આયાત તથા નિકાસના વેપારની વૃદ્ધિ થઈ છે. એ સ્વિકાર્યા વિના છુટ નથી. રૂ કાંતવાના તથા જાફ કાપડ વણવાના કારખાનાંઓ સ્થપાયાથી લક્ષાધિપતિએની નવિન વર્ગ જન્મ પાળે છે એ સત્ય છે. એવાં કારખાનાં દેશમાં વ્યાપારી વર્ગની થવાથી મજુર તથા ચાકરને નવો વર્ણ થયે છે. તેમાં પણ ખેતી ધ્ધિતિ મુકીને મેટા શહેરમાં બંધ જગ્યામાં કલાકે લગનું કામ કર્યાથી એ વર્ગની શારીરિક સ્થિતિ કેવા પ્રકારની થાય છે તેને વિચાર કરશો તો જણાશે કે મીલન કામદારોની એકંદર સ્થિતિ સુખી નથી. પશ્ચિમના સુધરેલા સંપત્તિવાળા દેશોમાં કારખાનાનાં કામ કરતા હજારે મજુર વની સ્થિતિ તથા 'દગીનો દયાજનક ચિતાર વાંચ્યું હશે તેને હિંદુસ્તાનના આ વર્ષની દી તથા તેમની હાડમારી તથા સંકટને ખ્યાલ આવી શકશે. હાલમાં વેપાર શામાં આવી રહ્યા છે ? વગર મહેનતે સો કરી ખુબ પૈસે મેળવે તે મોટા વેપારી. પછી ગમે તે યુકિત વાપરવી પડે, અસત્ય બોલવું પડે, પ્રસંગ આવે દેવાળું

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33