Book Title: Buddhiprabha 1914 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ ૧ ૪૨ બુદ્ધિપ્રભા. વિદ્યાર્થીને એક નાનું પુસ્તક આપવામાં આવે છે. આ પરીક્ષા પછી પ્રત્યેક વિધાર્થી આરોગ્ય સંબંધી કેટલાંક ભાષણો (1lygienic lectures) સાંભળવાનું ફરજીયાત ઠરે હોય છે. આ ભાવ દારા છોકરાઓ અને છોકરીઓને બીજી માહીતી સાથે જનનેન્દ્રિ સંબંધી (sex education) માહિતી આપવામાં આવે છે. હમેશાં દરેક વિદ્યાર્થીને કાંઈ -કાંઈ વ્યાયામ (excrcise) કરવાની હોય છે. આ ઉપરાંત અમેરિકન વિદ્યાર્થી માત્રને સન્ય શિક્ષણ (Military education) ફરજીયાત છે. (પરદેરીય વિદ્યાર્થીઓને આ સૈન શિક્ષણ ફરભાત નથી હતું) આ શિક્ષણ સરકારી વિશ્વવિદ્યાલયમાંજ આપવામાં આવે છે વળી અમેરિકન વિશ્વવિવાલયમાંની ભિન્ન ભિન્ન (Laboratories) લેબોરેટીઓ (કાર્યાલ) કેવી સાધનસંપન્ન-ને ઉત્તમ હૈય છે, તેની કલ્પના વાંચક વર્ગને સહેજમાં અમે કરાવી શક નહિ પણ એટલું કહેવું બસ થશે કે-આખી દુનીઆમાં કોઈ પણ વિશ્વવિદ્યાલયમાં-કિંવ કોઈ પણ દેશમાં આટલાં બધાં ઉમદા સાહિત્યથી ઉભરાઈ જતી-સુસજજ લેબોરેટરી છે, નહિ. સુપ્રસિદ્ધ કોર્નેલ યુનિવર્સીટીમાંથી રષ્ટિશાસ્ત્રી (Physics)માં Ph. D. ની પદવી સંપાદન કરી, હાલમાં યુરોપના એક ઉત્તમ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરનાર એક ગૃહસ્થ સાથે વાત થતાં–તેણે જણાવ્યું કે “મને પાંચ કે છ વિશ્વવિદ્યાલયોમાં ડે. કાળ વ્યતીત કર્યા બાદ અનુભવ પરથી જણાવ્યું છે કે અમેરિકન વિશ્વવિદ્યાલયનાં જેટલા ઉપકરણોથી સજાવેલું કઈ પણ કાર્યાલય (laboratory) દ્વારા જોવામાં આવ્યું નથી. માત્ર જર્મન વિશ્વવિદ્યાલયની પ્રસિદ્ધ અધ્યાપક અગર અધિકારીઓના જોટાના અધ્યાપકો ને અધિકારીઓ અમેરિકન વિશ્વવિદ્યાલયમાં નથી. તે સત્યજ છે કે, વિશ્વમાં અતિ પ્રસિદ્ધિને પામેલા એવા અધ્યાપકે હાલમાં જર્મન વિશ્વવિદ્યાલમાં છે. અમેરિકાના કેટલાક અધ્યાપક જર્મન અધ્યાપના જોટાના હોવા ઉપરાંત બાકીના શોધકે છે. હું જે વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ લેતે હત, તેમાં Research assistant નું કામ કરનાર એક અધ્યાપક છે, તેણે બલિન, જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ) અને ફ્રેન્ચ એમ ત્રણ વિશ્વવિદ્યાલયોમાં અધ્યયન કર્યું છે, તે જાતે રશીયન છે, તેનો મત પણ એ છે કે, અમેરિકન વિશ્વવિદ્યાલયનાં કાર્યાલય, વિશ્વના કોઈ પણ કાર્યાલય કરતાં શ્રેષ્ઠતમ છે.” ઉપરના જ ગુરૂવર્યને એ મત છે કે-યુરેપનાં અન્ય મોટાં વિવવિધાલયમાંના અધ્યાપક અને વિખ્યાત પ્રોફેસરે વિદ્યાર્થીઓની ઝાઝી કાળજી લેતા નથી, કારણ કે તેઓ પોતે પોતાની શોધમાંજ નધિન હોવાથી વિદ્યાર્થીઓ તેમના સહવાસમાં વિશેપ નિકટ આવી શકતા નથી. અમેરિકન વિશ્વવિદ્યાલયની એવી સ્થિતિ નથી. ત્યાં પ્રોફેસરે પ્રથમ કાળજી વિધાર્થીઓની લે છે, અને ત્યારબાદ પિતાની શોધખોળમાં શું થાય છે. આ ઉપરથી એટલું તે જણાઈ આવે છે કે ફક્ત જગપ્રસિદ્ધ અધ્યાપકોના શિક્ષણનીજ લાલચે યુપી અને વિશ્વવિદ્યાલયો તરફ દોડી જતા વિદ્યાર્થીઓને માત્ર સુષસિદ્ધ અધ્યાપના વિખ્યાત નામ માત્રથી વિશેષ ફાયદો થતો નથી, પણ ઉલટું ઓછા સિદ્ધ, પણ જેમના ગાઢ સંબંધમાં વિદ્યાર્થીઓ સહેલાઈથી આવી શકે છે એવા અધ્યાપકો તરફથી મળેલા ચા આપવામાં અાવતા શિક્ષણથી વધુ ફાયદો થવા સંભવ છે. સમુદ્ર ગમે તેટલો માટે હેય પણ પાણું રાખવાના સાધનની પૂર્ણતા-પાત્રતા–ને ધારણ શક્તિ ઉપરજ પાણીની સ્થિરતાનો આધાર છે. તેવીજ રીતે વિદ્યાર્થીઓને તેવા અધિકાર પ્રાપ્ત થયા સિવાય માત્ર મેટા મેટા નામવાળા પ્રોફેસરની સાનિધ્યને શે વિશેષ ઉપગ થાય. તે અધિકાર પ્રાપ્ત થવા બદલ મેટા પ્રોફેસરોના હાથ નીચેનું અધ્યયન વિશેષ ઉપયોગી થઈ પડે, તે આપણે કબુલ કરવું જ પડશે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33