Book Title: Buddhiprabha 1914 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ તીર્થયાત્રા. અમેરિકન વિધાથનો એક રીવાજ છે, કે અહી Ph. D. ની પદવી મેળવ્યા બાદ (આ પદવી શોધખોળ કર્યા સિવાય મળતી નથી) એકાદ વર્ષ, એદાક મોટા વિખ્યાત પ્રોફેસરના સહવાસમાં ગાળવા તેઓ દુર દેશાવર જાય છે. પ્રે. વિંગ અમેરિકન વિશ્વવિ ઘાસંબંધી કહે છે કે -- "No longer now students need to go to Germany, for education. Though scholasticism as great as that of Germans is not yet attained, opportunities for research and instruction are equal though not more." પ્રોફેસર ડરીક લિસન પિતાના “Kniversities of Germany ” નામના પુસ્તકમાં કહે છે કે “ And yet we must not hicle from ourselves the fact that things are gradually changing, and professor and student are growing further apart especially in large universities. તીર્થયાત્રા. પ્રભાસપાટણ, (લેખક–વકીલ નંદલાલ લલુભાઈ-ડેદરા.) જુનાગઢથી વેરાવળ સુધીની રેલવે છે, ત્યાં જવાને બે ને જાય છે. વેરાવળ અને પ્રભાસપાટણ બન્ને સ્થળે જુનાગઢના નવાબ સાહેબની હકુમત છે. વેરાવળનું સ્ટેશન નાનું છતાં રમણીક છે, સ્ટેશનથી શેહેર નજીક છે. અને શહેરમાં પેસતાં નજીકમાં જેન યાત્રાળુને ઉતરવાને સારૂ ધર્મશાળાની સવા છે. મકાન સારૂ છે. વાસણ ગોદડાંની સવડ છે. ધર્મશાળામાં કુવાની પણ સવડ છે એટલે પાણીને માટે કાંઈ હરક્ત પડે તેમ નથી. વેરાવળ બંદર છે. ત્યાં વાહણોની અવર જવર ઘણી છે. ડકે સાધારણ બાંધેલો છે. દરીયાના કીનારા ઉપર આ શહેર આવેલું છે. હવા સુંદર છે, જુની બાંધણુનું શહેર છે. રસ્તા ધણજ સાંs છે. આ ગામમાં બે દેહેરાસર છે, ઉપાશ્રય છે. વેરાવળથી પર્વમાં પ્રભાસપાટણ છે. ઈતિહાસિક જગા હોવાથી જોવા લાયક છે. વેરાવળથી પ્રભાસ જવાને દ્રામની સવડ છે. દરેક માણસ દીઠ અડધા આનાનો ચાર્જ છે. પ્રભાસપાટણમાં હું જૈન મંદિરે છે. વેરાવળથી પ્રભાસ જનાર અજાણ્યા યાત્રાળુઓને પ્રભાસના છેટાની તથા ૮ મંદિર કેટલે કેટલે છે. હશે તેની માહીતી ન હોવાથી ઘોડાગાડીવાળાએ અજાણ્યા યાત્રાળુઓને છેતરવાને તે વધારે ભાડુ કઢાવવામાં બાકી રાખતા નથી. પણ યાત્રાળુઓએ એ બાબત પહેલી માહીતી મેળવી હેય તે પછી તેવી અડચણ આવવાને કારણું રહેશે નહિ. વેરાવળ મુકામ રાખીને ફક્ત પ્રભાસ દર્શન કરવા જવાનીજ યાત્રાળુઓએ તજવીજ રાખવી. વેરાવળથી પ્રભાસ સુધી પાકો રોડ છે, ને તેના ઉપરજ રામ જાય છે. રસ્તા સીધે છેએટલે ભુલા પડવાને સંભવ નથી. જે શરીર સંપત્તિ સારી હોય ને સવારના વખતમાં દરીયાની હવા ખાતા ખાતા પગે ચાલી જવાથી આનંદ થાય છે. પ્રભાસ તરફ જતાં રસ્તામાં જુના વખતનાં

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33