Book Title: Buddhiprabha 1913 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ ૨૪૪ બુદ્ધિપ્રભા. એવા હુમલાઓ ન કરવા જોઈએ. કોઈ પણ લેખકે કંઈ પણ લખતાં પહેલાં મારાથી ક્યા કારણથી શું લખાય છે તેને વિચાર કરવો જોઈએ. ક્રોધ વગેરેને જુસ્સો આવ્યો હોય તે વખતે લેખકે શાન રહેવું જોઈએ. કોઈ લેખકે કંઈ પણ જુસ્સાથી એકદમ લખ્યું તેને એકદમ ન છપાવતાં કેટલાક દિવસની વાર કરવી અને પશ્ચાત તે લેખ વાંચી જ અને તે વખતે વિવેકથી યોગ્ય વિચાર કરીને ગ્ય લાગે તે છપાવવું. લેખક મધ્યસ્થ હોય છે તો તે કોઈ પણ બાબતના પાપાતમાં પડયા વિના દરેક બાબતમાને મધ્યસ્થ દૃષ્ટિથી વિચાર કરી શકે છે અને જે સત્ય લાગે છે તેને લખવા પ્રવૃત્ત થાય છે. મધ્યસ્ય લેખક કોઈ પણ બાબતના પક્ષપાતમાં પડતા નથી અને તે દરેક વસ્તુઓની સત્યતાપૂર્વક પરીક્ષા કરી શકે છે. મધ્યસ્થ લેખક સાચું તે હા એ સૂત્રને અનુસરી ચાલે છે. પક્ષપાતના અભાવે તે સત્યને સમજવાને અને સત્યને લખવા સમર્થ થાય છે. મધ્યસ્થ મનુષ્ય બને તરફનો વિચાર કરે છે અને તેમાં સત્યાસત્ય શું રહ્યું છે તેને પક્ષમાં પડયા વિના વિચાર કરી શકે છે, અને કોઈના પક્ષમાં પડયા વિના ભયસ્થ પણાથી સત્યને લખી શકે છે. લેખકના શબ્દોમાં જે મધ્યસ્થતા હોય છે તે તેને લેખ સાક્ષરોમાં પ્રથમ નંબરે આવે છે. મધ્યસ્ય લેખક શાન્તિથી વપરનું હિત થાય તેવો માર્ગ લખી શકે છે અને પક્ષપાતી લેખક પિતાનું ખરું પારકામાં કંઈ પણ ખરું નથી એવું રાણાંધપણુથી લખી દે છે તેથી દેખતી દુનિયા તેની પરીક્ષા ઝટ કરી શકે છે. મધ્યસ્થ મનુષ્ય પિતાના મગજને કાબુમાં રાખીને અને મગજની સમલ દશા જાળવીને લેખ્ય વિષયને લખે છે અને તે જે લખે છે તેમાં સત્ય દલીલને આગળ કરીને લખે છે તેથી તેમાં પણ સત્ય ને બાગ ઝળકી શકે છે. મધ્યસ્થ લેખક બનવું એ ધારવા કરતાં ઘણું મુશ્કેલ કાર્ય છે. અનેક લાલચને અને દષ્ટ સંબંધોની દરકાર કરવામાં નથી આવતી ત્યારે મધ્યસ્થપણાથી લખી શકાય છે. આ પારકું અને આ મારું એવી પક્ષપાત બુદ્ધિ ટળે છે ત્યારે હદયમાં સત્ય બુદ્ધિનો પ્રકાશ થાય છે અને તેથી મધ્યસ્થ લેખકને લેખથી દુનિયાને ગો લાભ પ્રાપ્ત થાય છે. મધ્યસ્થ લેખેને ભલે પક્ષપાતી લેખકે વા પક્ષપાતી વાચકો હિસાબમાં ન ગણે તેથી કંઈ મધ્યસ્થ લેખ અને મધ્યસ્થ લેખકની મહત્તામાંની ન્યૂનતા થતી નથી. મધ્યસ્થ લેખક આખી દુનિયામાં પોતાને સત્ય લેખ પ્રકાશવા ભાગ્યશાળી બને છે. લેખકમાં સહનશીલતા નામનો ગુણ હોવો જોઈએ. જે લેખકમાં સહનશીલતા નથી, તે મગજ અને કારણ પ્રસંગે આડું અવળું કંઈનું કંઈ લખી દે છે અને તેથી તે પાછળથી પશ્ચાત્તાપ આદિ પાત્ર બને છે. સામાન્ય લોકોમાં એવી કહેણ ચાલે છે કે “એ વાર બખવું અને એકવાર લખવું” સો વાર બોલવું અને એકવાર લખવું–સેંકવવાર બલવું પણ લખવું હોય ત્યારે સેંકડો વાર વિચાર કરીને એકવાર લખવું-લેખકને દુશ્મન હોય છે. આ જગતમાં કોઈને દુશ્મન નથી એવું તે કઈ હોતું નથી. લેખ લખતી વખતે પિતાના પ્રતિપક્ષીઓ સામે ખરાબ દષ્ટિ ન હોવી જોઈએ. પિતાનાથી વિરૂદ્ધ પક્ષીઓ હોય તેઓને સંબંધી બુરું લખવાના વિચારો કદિ કરવા ન જોઈએ. પ્રતિપક્ષીઓમાં જે જે કંઈ સારું હોય તેને કદિ અનાદર ન કરવો જોઇએ. લેખિની ઉપાડતા પૂર્વે સર્વ જીવોપર કરૂણા અને મંત્રી ભાવના ભાવવી અને અસહન શીલતાને દૂર કરી ક્ષમા ધારણ કરી જે કંઈ લેખ હોય તે લખવા પ્રવૃત થવું જોઇએ.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36