Book Title: Buddhiprabha 1913 11 SrNo 08 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ મહાવકાસમીક્ષા. ૨૪ महत्वकार्य समीक्षा. (લેખક શેઠ જયસિંહ પ્રેમાભાઈ, કપડવણજ) શે વિશ્વમાં એક મનુષ્ય મહત્વનું કાર્ય કરી શકે તેમ છે ? હા, એકજ મનુષ્ય મહત્વ કાર્ય કરી શકવા સમર્થ છે. જે મનુષ્ય ધારે તે કાર્ય કરી શકે છે. દાખલા તરીકે-એડીસન તરફ દ્રષ્ટિ ફેરો તે એકલો જ શોધ કરે છે. વિચારના તેના મંદિરમાં કેટલા મનુષ્ય મદદ કરતા હોય છે! તે એકલો જ વિચાર કરે છે અને શેધ આગળ ચલાવે જાય છે, તેવી જ રીતે યોગના સામર્થ્યને પ્રગટ કરનાર પેલા ચોગીની તરક દ્રષ્ટિ ફેરો. ત્યાં કોણ કોણ છે ? તે એકલેજ માલમ પડે છે. અને તે એજ અલોકિક સામર્થ્યને પ્રાપ્ત કરી શકે છે, એક લેખક તરફ દ્રષ્ટિ ફેરો. તે એકલે અનેક પ્રકારનું જ્ઞાન મળે એવા ગ્રંથને રચે છે અને અનેકને હિત થાય એવા વિચારોને દર્શાવે છે. દાખલા તરીકે મી. મલબારીએ અનેક સંસાર સુધારાના વિચાર કરી પિતે એકલાના જ પ્રયત્નથી અન્યના હૃદયમાં તેમજ સરકારના હૃદયમાં પણ ઠસાવીને પિતાના વિચારને અમલમાં મુકવાને સર્વ ફરજ પાડી અને તે પોતે એકલે તેમ કહ્યું. તેમણે ધાર્યું પોતે એકલે પાર પાડયું. અનેક ગ્રંથો દ્વારા, માસીકધારા તેમજ પિતાના સંબંધીઓ દ્વારા. તેવીજ રીતે ગોખલેનો દાખલો લઈએ, તેમના દેશહિતના વિચારને તે કેવા પિતે એકલા જ પાર પાડે છે તે તરફ દ્રષ્ટિ કરો. તેવી જ રીતે ફિરોઝશાહ મહેતાને દાખલો લઈ શકાય. તેવી જ રીતે હાલના તેમજ પૂર્વ એટલે કે પ્રથમ થઇ ગયેલ અનેક મહાન પુરૂષના દાખલા તપાસો. તેઓએ ધારેલાં કાર્ય પોતે એકલાજ પાર પાડવા સમર્થ થઈ શકયા છે અને એ રીતે જ અનેક મહત્વના કાર્યને નીવેડે આવેલ છે અર્થાત જે મનુષ્ય ધારે તે અનેક મહત્વનાં કાથી પોતે એકલોજ પાર પાડવા સમર્થ થઈ શકે તેમ છે. સૂર્ય એકલો જ સર્વત્ર પ્રકાશને આપે છે. કળીકાળ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજે એકલાએ જ સર્વત્ર ધર્મને ઘોષ પ્રસરાવી દીધો હતે. એક એજ સંખ્યા પૂર્ણ છે તેમજ પ્રખતા રહેલ છેઅનેકના ભાગ થઈ શકે છે પણ એકનો વિભાગ છે નહિ. અનેક અનુપરમા પણ એકથી જ શરૂ થાય છે અર્થાત જે મૂળ શોધવા માંડીએ તો એક આવી અફવું પડે છે તેવી જ રીતે એક મનુષ્યજ સર્વ કરવા સમર્થ છે. પ્રય વાચક! તમે પ્રત્યેક એક હોવા છતાં તમે તે કાર્ય કરી શકવા સમર્થ છે. તેમજ સર્વોત્તમ મહાન કાર્ય કરી શકે છે. એ ઉપર આધાર ન રાખે અર્થાત્ બીજાને આ ધારની કઈ જ જરૂર નથી, તમે એકલાજ સવથી અધીક છે અર્થાત તમે એકલાજ સર્વ હેતુ સિદ્ધ કરી શકે તેમ છે. માટે તમો એક છે એમ જાણે પ્રસન્નતાને જ લેવો. કોઈ પણ મહાન કાર્ય કરવાને સંખ્યાબંધ મનુષ્યોની જરૂર નથી. જ્યારે એક મનુ બ અનકના ઉપરી થવાને લાયક છે તો પછી અધીક મનુષ્યો જ મોટું કામ કરી શકે એમ કેમ કહી શકાય. તારા તે અનેક હોય છે પણ એકજ ચંદ્ર સર્વત્ર અંધકારને નાશ કરી નાંખે તેમજ એકલા ચ સર્વત્ર તિમિરનો નાશ કર્યો. જેને કોઈ પણ મોટું કાર્ય કરવાનો ઉત્સાહ, હવા અને વેગ છે તે મનુષ્યને બીજાનીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36