Book Title: Buddhiprabha 1913 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 35
________________ મેડિ ગ પ્રકરણ. | સર્વ જૈનબંધુઓને વિદિત કરવામાં આવે છે કે આ વખતના અંકમાં બાડ"ગ તરથી જે વિજ્ઞપ્તિ પત્ર કાઢવામાં આવ્યું છે તે તરફ દરેક બધુઓનું લક્ષ ખેંચીએ છીએ કાંકરે કાંકરે પાળ બંધાય; ટીંપે ટીંપે સરોવર ભરાય.” તે સ્ત્ર મુજબ દરેક સસ્પૃહસ્યો એડ"ગને માસિક થોડી થોડી મદદની હાય કરશે તો તેના નિભાવ ખર્ચમાં જે અત્યારે ખુટા પડે છે તે મળી રહેશે અને બાર્ડ'ગનો સારી રીતે નિભાવ થઈ શકશે. અત્યાર સુધીમાં ભાડ'ગને જે જે નાણાં સંબધી મુશ્કેલીઓ પડી છે તે સધળા આણંદ કલ્યાણી | સંધની હાયથી દુર થઈ છે અને થશે એવી આશા રાખીએ છીએ, આપણી કોમ કેળવણીની બાબતમાં ઘણી પછાત છે એ સર્વ કોઈ બંધુઓની જાણ બહારની વાત નથી તે પછી કોમની–ધમની આબાદી માટે તેના વૃધ્યર્થે બાડ"ગ જેવી સંસ્થાઓને મદદ કરવી એ દરેક બંધુઆની આઈન ફરજ છે. ગ્રામ્ય સ્કુલમાં અમુક ધોરણ સુધી અભ્યાસ ચાલતા હોવાથી આગળ કેળવણી પ્રાપ્ત કરવાને વિદ્યાર્થીઓને શહેરોમાં આવી હાઈસ્કૂલ, કોલેજોને આશરો લેવો પડે છે અને તદર્થે ઘણા વિદ્યાર્થીઓ પરગામથી બોર્ડીંગમાં દાખલ થવા આવે છે પણ પુરતા ફંડના અભાવે તેમજ પુરતી જગાના સ‘કાચને લઈને તેમને લાચારી સાથે ના પાડવી પડે છે માટે જે આવી સંસ્થાઓનું ફંડ મેટું હોય તેમ તેને દરેક પ્રકારે મદદ મળતી રહે તો આપણા ઘણા સ્વામી ભાઈઓ તેનો લાભ લઈ શકે એ નિઃશંક છે. દરેક ધર્મના શુભેચ્છકોને કામનું હિત હૈ ધરાવનાર દયાળુ પોપકારી સજજનોએ આવા ખાતાંને પાતપિતાથી બનતી સહાય આપવી જોઈએ. આ કાઈના ઘરનું કે અમુક વ્યક્તિનું કે અમુક સમુદાયનું કામ નથી પરંતુ તે સમસ્ત સંધનું છે અને સંધે તેને મદદ કરવી તે સંધતી ફરજ છે. દરેક કામો પોતપોતાની કામની ઉન્નતિ કરવાની પ્રગતિ કરતી જોવામાં આવે છે તે પ્રસંગે આપણે જે અલક્ષ કરીશું તો ભવિષ્યમાં આપણી કામને તેથી ઘણું શેચવું પડશે એ નિર્વિવાદ છે માટે સર્વ સુખનું મૂળ અને ઉન્નતિના કેન્દ્રસ્થાન ભૂત જે કળવણી તેની અભિવૃદ્ધિ અર્થે તમામ બંધુઓએ મદદ કરવી કરાવવી જોઈએ. જે સુધારાઓ કરાવવાની ખાતર સેકડાનું બટકે હજારાનું પાણી કરવામાં આવે છે તે સુધારાઓ કેળવણીના પ્રચાર થતાં સર્વ પોતપોતાની મેળે કરવાને તૈયાર થશે. છેવટે અમારા સર્વે કદરદાન ગ્રાહકોને વિજ્ઞપ્તિ કે આ સાથેના વિજ્ઞપ્તિ પત્ર માટે દરેક બધુઓ બનતી સહાય આપશે તેમજ પોતાના સ્નેહી મિત્ર મંડળમાંથી બનતી મદદ કરાવશે. અત્યલમ. સુચના:- ડ"ગને મદદ કરનાર મહાશયોએ માસિક મદદ તરીકે ઓછામાં ઓછા રૂ. ૧-૦-૦ અને તે ઓછામાં ઓછા બાર માસને માટે વિજ્ઞપ્તિ પત્રમાં ભરવા,

Loading...

Page Navigation
1 ... 33 34 35 36