Book Title: Buddhiprabha 1913 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ રહસ્ય. ૨૫૩ रहस्य. ( લેખક-શેઠ જયસિંહ પ્રેમાભાઈ. કપડવણજ. ) ગમે તેવા ગુમ રહસ્યને મનુષ્યજ શી કાઢવાને સમર્થ છે અર્થાત જે તે પ્રયત્ન કરે છે તે ગમે તે વસ્તુને સાધ્ય કરી શકે છે. પૂર્વે અનેક ગુમ ગણતી વસ્તુઓ આજે પ્રકટ થઇ છે. કુદરતી નિયમે કશું પણ ગુપ્ત રહી શકે તેવું છેજ નહિ. મનુષ્ય જે રહસ્ય જાણવા પ્રયત્ન કરે છે તે રહસ્યને પ્રકાશ ધીમે ધીમે તેના અંતઃકરણમાં પડે છે. દાખલા તરીકે–વૈધ વિદ્યામાં પૂર્વ અને રોગ અસાધ્ય મનાતા તે આજે ડાકટરોએ પ્રયાસ કરી સિદ્ધ કરી આપ્યું છે કે સાધ્ય છે અને આ દાખલો ફક્ત અંગ્રેજી માન્યતાને લઈને અત્ર મુકયો છે. તેઓ પ્રથમ કોલેરા તથા પ્લેગને અસાધ્ય રોગ તેમજ ભયંકર રોગ ગણતા. જો કે તે ભયંકર તે જ પણ અસાધ્ય નથી રહ્યા. તેવી જ રીતે સાયન્સ વિદ્યાની બાબતમાં પણ બન્યું છે. આ સર્વ શાથી બન્યું છે ? પ્રયત્નથીજ. માટે પ્રયત્નથી જ સર્વ સાધ્ય થઈ શકે તેમ છે. અમુક તે થાય તેવું નથી ” એ વાક્ય કાયરને માટે જ છે. પ્રયત્નશીલને તે સર્વ થાય તેવું જ છે. “ અમુક વાર્તા તે આપણા જીવથી થાયજ નહિ ” એ વાક્ય પ્રયત્નશીલ મનુષ્યના મુખમાં શોભે નહિ. દુર્બલ અને હીન મનુષ્યના મુખમાં ભલે શાશે. અખંડ પ્રયત્નથી જ સર્વજ્ઞ થઈ શકવા સમર્થ છે. મનુષ્યમાં સર્વ જાણવાની શક્તિ રહેલ છે. કોઈ પહેલી ચાપડી જ જાણે છે તે બીજે સો પડી જાણે છે. વળી કોઈ બી. એ. એલ. એલ. બી. એ પ્રકારે સર્વ આગળ આગળ જ્ઞાનમાં જાણે છે. આપણે જાણીએ છીએ કે અનેક મનુષ્યોએ સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરેલ હતું તે શાથી ? પ્રયત્નથી જ. જો તેઓ પ્રયત્ન સેવ્યા વિના બેસી રહ્યા હતા તે શું તેઓ તે મેળવી શક્યા હોત કયારે શું તેઓના અને આપણા આત્મામાં ફેર છે? નહિ–બીલકુલ નહિ. આત્મા તે સર્વને સત્તાએ એક સરખો જ છે ફક્ત તેના ઉપરના કર્મના વાદળાંથી તેની મુળ શક્તી દબાઈ ગઈ છે તે પ્રયત્નથી કર્મના લીઆ છૂટે તેમ છે. જે પ્રમાદની સોડ તાણી સુતા તે તેમાંનું કાંઈ જ બને તેમ નથી. પ્રયત્નથી ગમે તેવા નકાચીત કર્મના બંધને પણ તેડી શકવા મનુષ્ય સમર્થ છે. ગમે તેવા ભાગ્યને ફેરવવા મનુષ્ય સમર્થ છે. પ્રયત્નથી અને તેના જ્ઞાનથી આ સર્વ થઈ શકે તેમ છે. દાખલા તરીકે એડીસને ફેનોગ્રાફ જાણવા યત્ન કર્યો તે તેનું જ્ઞાન તેને મળ્યું. પિતાની ધમાં વીજ્ય થયો. લ્યુથરે જે કૃપી શાસ્ત્રનું જ્ઞાન જાણવા યત્ન કર્યો છે તેથી તે તે સંબંધી જ્ઞાન મેળવી આજે કષી શાસ્ત્રમાં અનેક પ્રકારે વિજયી નીવડશે. જેવા કે-ગુલાબને કાંટા વિનાનું બનાવવું–શેરને કાંટા વિના બનાવવા અને તેનો ઉપયોગ કરાદીકને ખાવા માટે કરાવ. અમુક પ્રકારનાં ઝાડને સંગી નવાં ઝાડ ઉત્પન્ન કરવાં વિગેરે તે ધારે તે કરી શકે છે–પોતાની ઈચ્છા પ્રમાણે જ ઝાડને જ ઉછેરે છે. આ સર્વ શાથી? તેનું જ્ઞાન મેળવવાથી અને પ્રયત્ન કરવાથી, પ્રયત્નજ અસત્યને સત્ય કરવા સમર્થ છે એટલે કે જે અસત્ય, ન થઈ શકે એવું ગણાતું હોય છે, તે સત્ય, શક્ય થઈ શકે એવું ગણાય છે. પર્વે રેલ્વે અસત્ય હતી આજ સત્ય છે એ આદી અનેક દાખલા કહી શકાય.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36