Book Title: Buddhiprabha 1912 10 SrNo 07 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ ૧૯૮ બુદ્ધિપ્રભા, પદાર્થોની અનિયતા છે. જે જડ પદાર્થો માટે મરી મથવામાં આવે છે તે જડ પદાર્થો કદી પરભવમાં પોતાની સાથે આવતા નથી. જડ પદાર્થોને પોતાના મનાવનારી મમત્વની કલ્પના ખરેખર અનેક પ્રકારનાં દુઃખ દેવા સમર્થ થાય છે. અનેક પ્રકારના વ્યાપારમાં મનુષ્ય રાત્રદીવસ મરી મથે છે પણ તે વ્યાપારોથી મનુષ્યના આત્માને ખરી સાબિત ખરૂં સુખ મળતું નથી ત્યારે શામાટે બાહ્ય પદાર્થોના વ્યાપામાંજ આયુષ્યની પરિસમાપ્ત કરવી જોઈએ. જે જે વસ્તુઓને માટે પ્રાણ પાથરવામાં આવે છે તે તે વસ્તુઓ પ્રાણ પાથરનારના આત્મા ની કિસ્મત કરવાને શક્તિમાન નથી એવું પ્રત્યક્ષ જાણતાં છતાં કાણુ મનુષ્ય સંસારની વસ્તુ એમાં મમત્વ કપીને ખરી શાન્તિને શોધ ન કરે? જગતના જડ પદાર્થોમાં મમત્વ કપાથી તે પદાર્થોના સેવક બનીને શ્રેષ્ઠતાથી ભ્રષ્ટ થઈ તેઓનું રક્ષણ કરવું પડે છે. જે જે પદાર્થો વિના ચાલતું નથી અને જે જે પદાર્થોને સાથે રાખવાની આવશ્યકતા સિદ્ધ કરે છે તે તે પદાર્થો અન્તર દષ્ટિથી જુવે તે પોતાની પાસે છે. જે પદાર્થો ખપ કરતાં વિશેષ હોય અને જેઓને પોતાની પાસે રાખવાથી અન્યને હરકત થતી હોય તે પદાર્થોને પોતે રાખી મૂકીને અને ન આપતા હોય તે અધ્યાત્મષ્ઠથી દયાનું સમતત્વ અવલોક્વાને સમર્થ થતા નથી. આ પ્રમાણે અધ્યાત્મજ્ઞાની વિચાર કરીને પરિગ્રહાદિમાં મમત્વથી બંધાતો નથી. તે શરીરમાં–તથા સંસારમાં છતાં સર્વ પદાર્થોથી પોતાને છૂટો માને છે. અને જેઓ જડપદાર્થો. માં બંધાઈ ગયા હોય છે તેઓને છોડાવવા પ્રયત્ન કરે છેદુનિયાના મૂઢમનુષ્ય જે જે પદાર્થોની પ્રાપ્તિ માટે અઓ પાડે છે તે તે પદાર્થો પ્રતિ અધ્યાત્મજ્ઞાની મધ્યસ્થ દૃષ્ટિથી જોઈ રહે છે. મૂઢમનુષ્યની રાત્રીના કાલમાં આતમજ્ઞાનીઓ જાગે છે અને તેઓને જગાડવા પ્રયત્ન કરે છે. અજ્ઞ મનુષ્યો જડપદાર્થો ઉપર રાગ ધારણ કરે છે અને જડ પદાર્થોની પ્રાપ્તિ માટે મરી મથે છે ત્યારે અમજ્ઞાનીઓ ના ઉપર શુદ્ધ પ્રેમ ધારણ કરે છે અને તેઓના આત્માને જ્ઞાન પ્રકાશ ખીલવવા ઉચ્ચ ઉપદેશ આપે છે અધ્યાત્મજ્ઞાનીઓ સદરને વ્યાપાર કરવામાં મુખ્ય લક્ષ્ય રાખે છે અને તદર્થે તેઓનું આયુષ્ય વહે છે. અધ્યાત્મજ્ઞાનીઓ ઉપાધિને ત્યાગ કરીને છૂટાછેડાએ જગતમાં વિચરે છે. તેઓ જે જે કરે છે. જે જે દેખે છે. જે જે સાંભળે છે. જે જે બેલે છે. જે વાંચે છે તેમાં અલૌકિકતા અનુભવે છે. મૂઢ મનોની દૃષ્ટિ કરતાં તેઓની દષ્ટિ અનંત ગણી શુદ્ધ થવાથી તેઓની આંખે અને તેઓ ના હદયમાં દેખવાનું અને ધારવાનું ઉચ્ચ પ્રકારનું હોય છે-તેઓ ધર્મના વ્યવહાર માટે લોપતા નથી અને ધર્મની ક્રિયાઓમાં ખરી પરમાર્થતાનો અનુભવ કરે છે. અધ્યામનાની આ પાંજરામાં પૂરેલા પંખીની પેઠે સંસારમાંથી મુક્ત થવાની ઈછા ધારણ કરે છે. સાંસા રિક પદાર્થોમાં સુખની બુદ્ધિ ન હોવાથી તેઓ આત્મસુખ તરફ ૪િ વાગે છે. અને આત્મસુખ પ્રાપ્ત કરવા દેવ ગુરૂ અને ધર્મની આરાધના કરે છે–રાગ દ્વેષને ત્યાગ કરીને અને સાંસારિક આશ્રવ માર્ગોને ત્યાગ કરીને જેઓ અમને ભાવતા છતા વિચારે છે એવા મહા મુનિયાને ખરૂં અધ્યાત્મજ્ઞાન મુખ્યતાઓ પ્રગટ થાય છે. ચોથા ગુણ સ્થાનક્વાળા અને પાંચમા ગુણસ્થાનકવાળા જીવોને સમ્યજ્ઞાનરૂપ અધ્યાત્મજ્ઞાન ઉતપન્ન થાય છે અને તેથી તેઓ સંસારરૂપ કેદખાનામાંથી છૂટવાને વારંવાર તીવ્ર ઇચ્છાઓ ધારણ કરે છે. ચોથા ગુણPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32