Book Title: Buddhiprabha 1912 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ અબળાઓની શોચનીય સ્થિતિ. એક મહાન પુરૂષ કહે છે કે “ ભીતી અને અશક્તિનું પરિણામ સર્વથા અનિષજ હેવું જોઈએ” ઉપર પ્રમાણેની માન્યતા વાળી બાળામાં હાંસ હિંમત કે શારિરીક બળ આવેજ કયાંથી? ઉપર પ્રમાણે સ્ત્રીઓને બાલ્યાવસ્થાથી કંઈ સબળ કારણ વિના હલકી ગણુવામાં આવે છે. નાનપણથી જ તેની કેળવણી કે ઉન્નતિની દરકાર રાખવામાં આવતી નથી. તેને નાનપણમાંથીજ અજ્ઞાનતામાં ઉછેરવામાં આવે છે અને તેમના તન મન અને બુદ્ધિના વિકાસ માટે કાંઈ કાળજી રાખવામાં આવતી નથી. તેમની તંદુરસ્તી અને તેમના પિષણ ઉપર ઘણું ઓછું લક્ષ રાખવામાં આવે છે. ફકત તેના બદલામાંજ “તેને કયાં રળવા જવું છે” વળી “તેને પારકે ઘેર મોકલવાની છે” એવા એવા વાકયેના ઉચ્ચારો કરવામાં આવે છે. મંદવાડમાં તેની પુરતી માવજત કરવામાં આવતી નથી અને પુત્રીના મતો વધારે શોક લેખાતા નથી. નાનપણમાંથીજ “ડ” જેવા શબ્દોથી જ તેઓને સંબોધવામાં આવે છે અને કેટલીક વખતે પુત્ર પુત્રી વચ્ચે ચાખે ભેદ બતાવવામાં આવે છે અને તેમના તરફ કરતાથી વર્તવામાં આવે છે. આવી રીતે આપણી સ્ત્રીઓનાં જીવનની શરૂઆત થાય છે. માતાની નબળાઈને લીધેજ કન્યાઓ બાળપણથી જ નબળી જન્મે છે. વળી બાળ લગ્નથી તેમને બાંધો પરીપકવ થતાં પહેલાં નબળે અને નરમ પડી જાય છે. સ્ત્રીઓની આવી સ્થિતિ ઉપરાંત એક બે સુવાવડમાં તેઓનાં શરીર સમાઈ જાય છે તેથીજ હિસ્ટીરીઆ, ક્ષય, અને નબળાઈના રાગ ઠામઠામ જોવામાં આવે છે. પિયરમાં કે સાસરામાં શરમ અને મર્યાદાને (રોગ ન કહી શકવાના) લીધે તેઓને ગંભીર પ્રકારનાં દુઃખો ભેગવવાં પડે છે. પિતે સમજે નહિ. કાઈને પૂછે નહિ કહેતાં લજાય આવી રીતે શરમમાં ને શરમમાં તેઓના રોગ વધી જાય અને તે રોગોને દુર કરવા પણ મુશ્કેલ થઈ પડે. કુભાગ્યે તેઓનું કજોડું હેય તે તેમના મનમાં વ્યથા વિગેરે વિગેરે દુઃખોને લીધે સ્ત્રીઓની તંદુરસ્તી બગડવાનાં અને નબળા રહેવાનાં કારણે સમજવાં. વળી નાનપણમાં લગ્ન થવાથી પતિની સાસુ સસરાની ચિંતાને લીધે તેઓની માનસિક બુદ્ધિનો ક્ષય થાય છે. આવા વિચારોના સંબંધમાં ઉછરેલી શુદ્ધ હવાનો લાભ ન લઈ શકે અને મનમાં ઉત્પન થતી સ્વાભાવિક ઈચ્છાઓ અને યોગ્ય સ્વતંત્ર વૃત્તિને દબાવી દેવામાં આવે ત્યારે તેઓ રિકા ચહેરાવાળી, તાણ, હિસ્ટીરીઆ અને ક્ષય જેવા રોગોવાળી, ઉદાસીન રહેરાવાળી, નિર્માલ્ય અને નિસ્તેજ વદનવાળી થાય એમાં શી નવાઇ? આવી આવી રીતે આયવૃત્તની સુંદરતા લુપ્ત થઈ તેમાં શી નવાઈ ? બાળા અબળા, હલકી, અને અધમ ગણી તેમનાં તન મન કેળવવામાં બેદરકારી રેખાય તે પછી સારું પરિણામ કયાંથી આવે ? આપણામાં ઘણીખરી કન્યાઓને ફકત પહેલી બીજી ચોપડી જેટલીજ કેળવણી આપવામાં આવે છે, આપણી કન્યાને કેળવણી તે જ આપવામાં આવે છે અને નાના થી વિવાહ થવાથી વર, સાસુ, અને સસરો વિગેરે શબ્દ તેમના કાનમાં અથડાય છે. આજ વાલ કેળવણી તે ફક્ત ગુજરાતના સાધન માટે ગણાય છે અને કાઠીઆવાડ જેવા દેશમાં તે ઘણીખરી બાળાઓને કેળવણી આપવામાં આવતી જ નથી. કેટલાક માબાપો પિતાની

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32