Book Title: Buddhiprabha 1912 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ ૨૦૨ બુદ્ધિપ્રભા, પાસે ભણવા પણ જાય નહીં, રસ્તામાં ભેગા મળે પણ પરર૫ર વંદન વ્યવહાર પણ કરે નહિ. આવી રીતે અરસ્પરસ ગૃહસ્થ વર્ગ તથા સાધુ વર્ગની સ્થિતિ થએલી છે. વળી જે સામાન્ય રીતે કહીએ તો ધર્મજ્ઞાનને પૂરતા પ્રમાણમાં અભાવ, તત્વજ્ઞાન સમજનારની ઘણે ભાગે ખામી, સંકુચિત અને સ્વાર્થવૃત્તિ, પરસ્પર મેટાઈ મેળવવાની અદેખાઈ, માનઅકરામની લાલસા, સહનશીલતા, દાક્ષિણ્યતા, અને ગંભિરતાની ન્યૂનતા, શુષ્કણાને પૂજાવાને આડંબર, દેવદ્રવ્યાદિ વિગેરેની અવ્યવસ્થા, નાયકની ખામી, સામાજીક બંધારણની નિર્બલતા, બેટીક, નૈતિક શિક્ષણને અભાવ, ગાડરી આ પ્રવાહ જેવી પદ્ધતિ, અંધશ્રદ્ધા, ઉચ્ચ ચારિત્રની વિલુપ્તતા વિગેરે ઘણે ભાગે જ્યારે આવું કેઈપણ દેશ, જ્ઞાતિ, સમાજ, વ્યક્તિમાં બને છે ત્યારે તેની અધોગતિ થયા સિવાય રહેતી જ નથી. તે જોઈ કયા શાસનરાગીઓને લાગ્યવિના રહેશે? ખરેખર શું આ સ્થિતિ આપણને શોકગ્રસ્ત કરે તેમ નથી? તે શું નીચું જેવડાવે તેવી નથી? આંખમાં શ્રાવણ ભાદરવો વર્ણવે તેવી નથી? ખરેખર જે વિરભક્ત હશે તેને તે કદિ લાગ્યા સિવાય રહે તેમ નથી. હવે ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણું, આપણે તે સ્થિતિ સુધારવા મથવું જોઇએ. શુ થા ૪ િયતન સારા કાર્ય માં યથાશક્તિ પ્રયત્ન કરવો તે સ્ત્ર અનુસાર દરેકે પોત પોતાની શક્તિ અનુસાર તે માટે પ્રયત્નશીલ થવું જોઈએ. આપણી આ સ્થિતિ શાથી સુધરે તે માટે હું મારા વિચાર વાંચ સમક્ષ રજુ કરું છું. હું જે બે રસ્તા સુચવવા માગું છું તે આપ સર્વે જાણો છો, દરરોજ તેને મુખે મરે પણ છે પરંતું કેડમાં છોકરું ને કહે કે મારું છોકરું કયાં? એવી રીતે આપણે ઉન્માદને વશ છીએ, તેથી આપણને તે અનુભવમાં આવી શકતું નથી. નહીં તે મને લાગતું નથી કે જેનેની અત્યારે જે સ્થિતિ છે તે કદિ થાત ! હવે હું જે કહેવા માગું છું, અને આ સ્થિતિ :દુર થાય તે માટે કારણ બતાવું છું તે નીચેની ગાથા માં અંતર્ભવે છે. खाममि सम्वजिचे सव्वे जिवा खमंतुमे. मित्तिमे सब भुएषु वेरंमज्जन केणइ. આ ગાથા જે સુચવે છે તે હવે આપણે વિચારીશું. સર્વે દુનિયાના છ જે મારો તમારા પ્રત્યે અપરાધ થયો હોય તો હું તમને સર્વેને ખમાવું છું. તમો સર્વેમને ખમાવે. (કારણ કે) હે દુનિયાના સર્વે જી ! તમે મારા મિત્ર છે મારે કેઈની સાથે વૈરભાવનથી. બંધુઓ? મારા ધાયા પ્રમાણે તે આપણી સ્થિતિ સુધારવાને આ એકજ ગાથા બસ છે. આગાથાની અંદર મિત્રીનું પ્રાધાન્ય છે અને એટલું તે વાસ્તવિક રીતે ખરૂં જ છે કે જ્યાં સુધી મત્રી નથી ત્યાં સુધી એક્યતાનો અભાવ છે અને જ્યાં એકયતાને અભાવ છે ત્યાં સંપ તે સોડગલાં દુર ભાગે છે માટે મિત્રી ગુરા સર્વે ખીલવવો જોઈએ. મંત્રી વિના પરસ્પર હદયોની લિનતા દૂર જતી નથી. ભેદ ભાવને સદ્ભાવ હોવાથી હદય ગ્રંથી ખીલતી નથી અને જ્યાં હદય ગ્રંથી ખીલતી નથી ત્યાં એક બીજા તરફ પ્રીતિનું આકર્ષણ પુરતા પ્રમાણમાં જોઈએ તેટલું થતું નથી. એક બીજાનાં હદમાં એક બીજા તરફ પ્રેમ થશે છે તેથી કરીને જૈનોનું સામાજીક નૈતિક અને આધ્યાત્મિક બળ વધશે, અને તેથી કરી વિદ્યા અને સુખ સંપત્તિની સદા વૃદ્ધિ થશે. આનંદની રેલમ છેલ થશે. મંગલનાં વાજાં

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32