Book Title: Buddhibhed
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૨૪૯ - સંગીતિ છે તેને ઉપાડીને તે દ્વારા તમારા જ ગામની બહાર રાજમંડપનું ઢાંકણ બનાવી આપો. આ જાતનો કોઈ રીતે અમલી ન બનાવી શકાય એવો રાજાનો હુકમ સાંભળીને મુખી વગેરે ગામના મહાજન-મોટેરાઓ ચોરામાં ભેગા મળીને એ હુકમ બાબત શું કરવું એ ચિંતાતુર મને વિચારવા લાગ્યા. ગામના મહાજનમાં રોહકનો બાપ ભરત પણ હતો. તે જમવાની વેળા વટી જવા છતાં હજુ ઘેર આવ્યો ન હતો. ઘરમાં રોહક ભૂખ્યો થયો હતો અને તે પોતાના બાપની સાથે જ જમતો હોવાથી ભૂખે હેરાન થતો હતો. તેણે જાયું : બાપ તો ચોરે ચોવટમાં બેઠો છે. એટલે તે બાપને બોલાવી લાવવા ચોરે જવા નીકળ્યો. ચોરે આવીને જોયું તો માલુમ પડ્યું કે ત્યાં બેઠેલા બધા ચિંતામાં પડ્યા છે. એણે એના બાપને જમવા આવવા ઝટ ઊભા થઈ ઘેર આવવા કહ્યું. બાપે કહ્યું, “તું ગામનું દુઃખ જાણતો નથી અને ઝટ જમવાની વાત કરે છે.” પછી રોહકના પિતા ભરતે શિલાને લગતો રાજાએ જે હુકમ મોકલ્યો હતો તે કહી બતાવ્યો. એ સાંભળતાં જ રોહકે પોતાના બુદ્ધિબળથી ત્યાં બેઠેલા મુખી વગેરેને એ હુકમનો અમલ કેમ કરવી તેની રીત બતાવી. રોહકે કહ્યું : “આમાં ગભરાવાનું કશું જ કારણ નથી. બહારની એ મોટી શિલાની નીચે તમે ખોદાવો અને તેની બધી બાજુ જોઈએ તેટલા તેને બરાબર ટેકવી શકે એટલા થાંભલા એકએક પછી એકએક મુકાવતા આવો અને તે તમામ થાંભલા વચ્ચેના પોલા ભાગમાં પડભીતિયાં ભીડતા આવો અને પડભીતિયાઓને મઠારી-મઠારી રંગબેરંગી કરો, તથા એ સ્તંભોને પણ વિવિધ રંગો લગાડી ખૂબ સુંદર આકર્ષક બનાવો. પછી ત્યાં જવા માટે નીચે પગથિયાં કરાવો અને વચ્ચે રાજસિંહાસનને ગોઠવી દો. આમ કરવાથી એ શિલા રાજમંડપનું સરસ ઢાંકણ બનશે, એટલે કે એ શિલા રાજમંડપની સરસ છત બની જશે.” આ સાંભળીને ગામના મુખી, વડેરા, ઘરડા લોકો રાજી રાજી થઈ ગયા અને બધાં સાથે જમવા પણ ઊઠી ગયા. પછી તો રોહકની સૂચના પ્રમાણે શિલાની ફરતું નીચે ખોદકામ શરૂ કરાવ્યું, થાંભલા ટેકવવા માંડ્યા અને પડભીતિમાં પણ ભરી દીધાં, શિલાની નીચે વચ્ચે રાજસિંહાસન મંડાવ્યું અને એ થાંભલા તથા પડભીતિયાં રંગબેરંગી બનાવી, ટેકાઓને પણ સુંદર ઓપી, રંગી કરીને જ્યારે રાજમંડપ તૈયાર થયો અને એની ઉપર છત તરીકે શિલા બરાબર ગોઠવાઈને સજ્જડ રીતે જડાઈ ગઈ, ત્યારે ગામના મુખી વગેરે મહાજન લોકોએ રાજાને નમ્રભાવે ગામના થાણદાર મારફત કહેવડાવી દીધું કે “આપના હુકમ પ્રમાણે અમારા ગામની બહાર પડેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9