Book Title: Buddhibhed
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 3
________________ બુદ્ધિભેદ ૦ ૨૪૫ જ ગઈ. પછી પિતા સાથે નગરીથી બહાર નીકળ્યો. એટલામાં તેનો પિતા ‘કાંઈ ભૂલી ગયો.’ એમ કહીને ભૂલેલું લેવા ફરી પાછો નગરીમાં ગયો; આ રોહક એકલો સિપ્રા નદીને કાંઠે બેસી રહ્યો. ત્યાં બેઠાંબેઠાં રોકે પણ સિપ્રાનદીની રેતીમાં બાળરમત કરતાં તે આખી ઉજ્જૈણી નગરીને ફરતા કિલ્લા સાથે ચીતરી દીધી. એમાં નગરીનાં ચોરાશી ચૌટા, પહોળી અને મોટી મોટી પોળો, દેવમંદિરો અને મઠો વગેરે બધું એ નગરીમાં, જ્યાં જેમ દીઠું હતું ત્યાં તેમ જ બરાબર આલેખ્યું. આ તરફ રાજા ઘોડો દોડાવતો દોડાવતો એકલો પડી ગયેલો એ રસ્તે આવવા લાગ્યો. પોતાની નગરી તરફ આવતા રાજાને જોઈને રોહક બોલ્યો : ‘‘હે રાજકુંવર ! આ તરફ તારા ઘોડાને ન દોડાવ.’ રાજાએ પૂછ્યું : ‘‘કેમ ?” રોહક બોલ્યો ‘‘તું શું આ રાજમંદિર નથી જોતો ?” આ સાંભળીને અચંબો પામેલો રાજા ઘોડા ઉપરથી નીચે ઊતરીને તે બધું જોવા લાગ્યો. પોતાની રાજધાનીને આ નાના છોકરાએ આબેહૂબ ચીતરેલી જોઈને રાજા તો ચકિત થઈ ગયો અને રોહકને પૂછવા લાગ્યો : ‘રે ! તેં પહેલાં કોઈ વાર આ નગરીને જોઈ હતી ખરી ?'' રોહક બોલ્યો : ‘ના રે, મેં તો આજે જ મારા બાપ સાથે મારે ગામથી આવીને આ નગરીને પહેલ-વહેલી જ દીઠી.'' આ સાંભળીને રાજા બાળકની બુદ્ધિશક્તિનો પ્રભાવ સમજીને તેના ઉપર ખુશખુશ થઈ ગયો. વધુ હકીકત જાણવા માટે તેણે રોહકને પૂછ્યું, “તારું ગામ ક્યાં છે ? તારું નામ શું છે ?” “મારું ગામ આ ઉજ્જૈણીને પડખે જ આગવું આવેલ છે. અને મારું નામ રોહક છે.” આમ વાત થતી હતી ત્યાં રોહકનો પિતા નગરીમાંથી પાછો ફર્યો. બાપ-બેટો બન્ને પોતાના ગામ ભણી ચાલવા લાગ્યા અને રાજા પોતાના સ્થાને ગયો. જતાં જતાં રાજા વિચારવા લાગ્યો કે ‘મારે ૪૯૯ મંત્રીઓ છે, હું એક સૌથી મોટા મંત્રીની શોધ કર્યા કરું છું. જો મને એવો એ ૪૯૯ મંત્રીઓમાં સૌથી ઉત્તમ મંત્રી મળી જાય,તો મારું રાજ્ય સુખે ચાલે,વધે. બુદ્ધિ-બળિયો રાજા ઓછું લશ્કર રાખે તો પણ તેનો પરાજય કોઈ ન જ કરી શકે, શત્રુઓને તે રમતવાતમાં જ જીતી શકે.’ આમ વિચારો કરતાં રાજાના મનમાં એમ થયું કે ‘લાવ ને પેલા નાના રોહકની બુદ્ધિની હજુ વધારે પરીક્ષા કરું અને જો તે મારી પરીક્ષામાં યોગ્ય નીકળે તો તેને જ પાંચસોમો મંત્રી કેમ ન નીમું ?’ આમ વિચારીને રાજાએ જે ગામમાં રોહક રહેતો હતો, તે ગામના મુખી-મોટેરા લોકોને હુકમ કર્યો, કે તમારા ગામની બહાર એક મોટી શિલા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9